SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૬ ] [ શાસનનાં શમણીરત્નો નાનાં-મોટાં તપ ક્ય. મૌન સાથે મૈત્રી બાંધી હતી. દિવસે લગભગ મનમાં હોય, પછી ભલે કઈ ભક્ત આવે કે સંસારી આવે. મૌન એટલે મૌન, ન બોલે તે ન જ બોલે. તેઓશ્રીમાં અપ્રમત્તતાને ગુણ અનુપમ હતે. દહેરાસરજીમાં દરરોજ ૧૦૮ પ્રદક્ષિણા આપે. શત્રુંજય ગિરિરાજ ઉપર બે વખત ૯૯ યાત્રાઓ અને જય તલાટીમાં ૯ વખત ૯૯ યાત્રા વિધિપૂર્વક કરી. કચ્છ, હાલાર તેમજ મુંબઈની ધરતી ઉપર વિચરીને અનેક લેને ધર માગે વાળ્યા. વ્યાખ્યાનની પ્રતિભા ગજબ હતી. મધુર શૈલીથી સમજાવે કે લોકો ખેંચાઈને દોડી આવતા. પણ શાસ્ત્રોની સુંદર વાર્તાઓ દ્વારા અનેક લોકોના જીવનમાં ધર્મના બીજનું વપન કર્યું અને ધર્મનું સમ્યક્ જ્ઞાન આપ્યું. નાનાં બાળક-બાલિકાઓ તેમની સામે ઉમંગથી બેસી ધર્મનું જ્ઞાન મેળવતાં. જેમને નવકાર પણ બોલતાં ન આવડે તેમને પ્રતિક્રમણ સુધી શિખવાડીને આગળ વધારતાં. પૂજ્યશ્રીમાં વાત્સલ્યભાવ, સંયમની દઢતા અને ગુરુભક્તિના ગુણ અજોડ હતાં. સ્વભાવે આખાબેલાં. શુદ્ધ સંયમ પાળે ને આગ્રહ પણ રાખે. જ્ઞાનપ્રેમી પણ એવાં જ, પ્રતિભાસંપન્ન ચહેરે જઈને લેકે સ્વાભાવિકપણે આકર્ષાઈને વંદન કરવા આવતા. પ્રતિક્રમણમાં બહેનોને સ્તવન–સન્કાય વગેરે સારા રાગથી બોલી આપે. રાતના બહેનોને ગાથાઓ ગોખાવે. દીક્ષાથી બાલિકાઓને રાતના ૧૧ વાગ્યા સુધી સ્વાધ્યાય કરાવે. બાવન વર્ષના સંયમપર્યાયમાં ચાતુર્માસમાં પ્રાયઃ લીલોતરી વાપરી નથી. જિંદગીના અંત સુધી પ્રતિક્રમણ સૂર્યાસ્ત પહેલાં પિતાની જાતે જ કરી લેતાં અને બે ઘડી પહેલાં વિહાર કરી લેતાં. પિતાનાં સંસારી ભાભી, હાલમાં પૂ. સાધ્વીશ્રી ચન્દ્રાદયાશ્રીજી મ. તથા સંસારી બહેનની પૌત્રી હાલમાં જિનગુણાશ્રીજી મ.ને ઉપદેશ આપી સંયમના પંથે વાળ્યાં. પૂજયશ્રીને પિતાના ગુરુદેવ ઉપર અપૂર્વ અનુરાગ હતો. શિષ્યાના હૈયામાં ગુરુ હોય તે તો સ્વાભાવિક છે, પણ તેઓશ્રીએ પોતાના ગુરુના હૃદયમાં એવો વાસ કરેલો કે આજે એમના ગુરુદેવને એમનું નામ વારંવાર યાદ કરતાં આંખમાં આંસુ ભરાઈ આવે છે. કેવી ગુરુભક્તિ! એ તે જેણે જોયું હોય તે જ જાણી શકે અને તેને જ ખબર પડે. . છેલે શ્રી શ્રુંજયતીર્થની ગોદમાં ગુરુવર પૂ. સાધ્વીશ્રી હરખશ્રીજી મ. સાથે ચૌદ વરસથી સ્થિરવાસ રહ્યાં હતાં. ચાર ચાર વરસથી કર્મના ઉદયથી પૂ. રતનશ્રીજી મ.ના શરીરે કમસત્તાએ ભયંકર ઘેરો ઘાલ્યો અને છેલ્લા દોઢ વરસથી પેટમાં ગાંઠ નીકળી હતી. ભક્તોએ ઘણા ઉપચાર કરાવ્યા; પણ ઉપાય લાગ્યો નહીં ત્યારે ગુરુદેવે સાચા નિર્ધામક થઈને સતત આરાધના કરાવી. સમતારસનું પાન કરાવતાં પૂ. સાધ્વી શ્રી ચંદ્રોદયાશ્રીજી અને પૂ. સાધ્વીશ્રી જિનગુણાશ્રીજી મહારાજે રાત-દિવસ જોયા વિના સતત સેવા કરી. તેમજ ગુરુભક્તોએ કાયમી પૂજા-આંગીઓ-જાપસામયિક-આયંબિલ આદિ અનેક ધર્માનુષ્ઠાને તેઓશ્રીની હયાતીમાં કરાવ્વાં. અંતે ધીમે ધીમે શક્તિઓ ક્ષીણ થતી ગઈ, છતાં આત્મા ઉન્નતિના શિખરે ચડવા લાગે. આવી ભયંકર વેદનાને આદીશ્વરદાદાની વંદનામાં સમાવીને સિદ્ધગિરિનું શરણું લેતાં, નવકારમંત્રનાં બે આદિ પદો સાંભળતાં સાંભળતાં, નાનાં-મોટાં સૌનાં લાડીલાં પૂ. રતનશ્રીજી મ. સા.નું પ્રાણપંખેરુ ગુરુ-શિષ્યની વચ્ચેથી લીલગગન ઉપાશ્રયમાંથી વિ. સં. ૨૦૫૦ના કારતક સુદ ૧૨ના સૌને રડતાં મૂકીને અનંતના પંથે પ્રયાણ કરી ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy