________________
૭૩૪]
[ શાસનનાં શ્રમણીરત્ન સંયમજીવનમાં તદાકાર અને સતત અભ્યાસ તથા તપશ્ચર્યાથી તેમ જ શાંત સ્વભાવથી તેમની સુવાસ ચોતરફ પ્રસરી રહી. તેમની શાંત મુખમુદ્રા, મધુરી વાણી અને મિલનસાર સ્વભાવે બધાનાં મન જીતી લીધાં છે. તેમના સદુપદેશથી જામનગર, રાણપુર, સુરેન્દ્રનગર, ભાવનગર, ચૂડા આદિ સ્થળોએ મહિલામંડળ વગેરે સ્થપાયાં
પૂ. સાધ્વીજી શ્રી વલ્લભાશ્રીજી મહારાજ ધ્રાંગધ્રા શહેરમાં પિતા ઊજમશીભાઈ વકીલને ગૃહે તેમનાં ધર્મપત્ની માતા શિવબહેનની કુક્ષીએ કરીબહેન નામે પુત્રી થયાં. તેમણે સંસારની જાળ તેડી ને ગુરુ સાથે પ્રીત જેડીને ચારિત્ર લીધું. પૂર્વના પુન્યથી તેમને પૂ. આ. શ્રી હેતશ્રીજી મ. મળ્યાં, ને તેમનાં શિખ્યા સા. વલ્લભાશ્રીજી મ. બન્યાં. તેઓ શુભ ભાવથી તપ-જપ-ક્રિયા કરતાં, અને જ્ઞાન–ધ્યાનનું અમૃતપાન કરતાં, તેમ જ સવની સેવા કરતાં. સુરેન્દ્રનગરમાં ૨૦૦૨માં વેદનીય કમ જાગતાં મહા વદ ૧૩ ને દિને સ્વર્ગવાસ કર્યો. તેમણે જ્ઞાન–ગુણો વડે જીવન દીપાવ્યું અને વિનય–ભક્તિમાં સરદાર બન્યાં, અને જિંદગી ગુરુસેવામાં અર્પણ કરી હતી.
પૂ. સાધ્વીજી શ્રી સુમતિશ્રીજી મહારાજ જીવનચરિત્ર દરેકનાં લખાતાં નથી, પરંતુ જેઓએ પિતાના જ્ઞાનથી તથા ચારિત્રથી સુવાસ ફેલાવેલી હોય છે તેઓના જીવનની નેંધ લખી તેમને કાયમ જીવંત રાખવા અસ્થાને નહીં ગણાય.
બોટાદ શહેરમાં વિશાશ્રીમાળી ધમપરાણ લેત કુટુંબમાં શેઠશ્રી ડુંગરશીભાઈ તથા તેમનાં ધર્મપત્ની કસ્તુરીબાઈને ત્યાં સંતાને સમજુબહેન, રંભાબહેન, ચંપકભાઈ છગનભાઈ, પરશોતમભાઈ કેવળચંદભાઈ હતાં. બાળવયમાં જ સમજુબહેનને ધાર્મિક સંસ્કાર હતા. તેમનાં લગ્ન જાખુ ગામમાં શેઠશ્રી કેશવજીભાઈના સુપુત્ર સુખલાલભાઈની સાથે થયાં હતાં. તેમને અમૂલખભા, છબિલભાઈ અને શાંતાબહેન એમ ત્રણ સંતાનની પ્રાપ્તિ થઈ સુખલાલભાઈનું ટૂંક માંદગીમાં અચાનક અવસાન થયું ત્યારે સમજુબહેનની ઉમર ૨૦ વર્ષની હતી.
તેઓ નનાં બાળકને ઉછેરતાં હતાં અને જ્ઞાનદષ્ટિએ કુટુંબ સાથે રહેતાં હતાં. પુત્ર અમૂલભાઈ તથા પુત્રી શાંતાબહેનનાં લગ્ન થયા બાદ સમજુબહેનને દીક્ષા લેવાની ભાવના જાગી અને પાલીતાણામાં ૧૯૫૭ની સાલમાં ફાગણ વદ ૯ને દિને દીક્ષા અંગીકાર કરી. પૂ. હેતશ્રીજી મહારાજશ્રીજીનાં સાધ્વીજી વલ્લભાશ્રીજીના શિષ્યા સુમતિશ્રીજીના નામે જાહેર થયાં. તેમણે ગુડ સ્થપામાં પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, સંગ્રહણી, સમક્તિના સડસડ બેલ કર્યા હતા અને દીક્ષા પછી ચાર કમગ્રંથ, ત્રણ ભાષ્ય, સિંદૂર પ્રકરણ, દશવૈકાલિકનાં સાત અધ્યયન, માર્ગોપદેશિકા વગેરેનો ધર્માભ્યાસ કર્યો. ગુરુમહારાજની નિશ્રામાં શિહોર, પાલીતાણા, જામનગર, બોટાદ એમ ચાર ચોમાસાં કરી શિખરજી વગેરેની યાત્રા કરવા નીકળ્યાં હતાં. ભાંડુપજી, અંતરિક્ષ આદિ ભગવાનનાં કલ્યાણક તથા બીજી ઘણી નગરી ફરી જુદાં-જુદાં સ્થાનોમાં ચૌદ ચોમાસાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org