________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ ૭૩૩ ગુણગણના દરિયા, સમતા-સાગરથી ભર્યા એવા પૂ. ગુરુદેવશ્રીના અગણિત ગુણે કવનથી, સ્તવનથી કે કલમથી વણિત કરવાનું સામર્થ્ય આ તુચ્છ બાળની પાસે નથી, છતાં હૈયાના કેઈ અગોચર ખૂણામાં પૂજ્યશ્રીના ઉપકારને ફેડવાની તમન્ના જાગી અને ગુરુકૃપાબળે કરી, શક્તિ અનુસ ૨ સ્વમદ્રષ્ટા એવા પૂ. ગુરુજીના અંશતઃ ગુણે કલમ દ્વારા અંકિત કર્યા. પૂ. ગુરુદેવશ્રી પરમ શાંત સ્વભાવી પૂ. વયેવૃદ્ધ મુનિશ્રી પ્રશાંતચંદ્રવિજયજી મ. ના રાહે ઉડ્ડયન કરી ગયાં. તેઓશ્રી હવે આપણી વચ્ચે નથી, પણ તેઓશ્રી અગણિત ગુણોનો વારસે મૂકી ગયાં છે. એ ગુણોને જીવનમાં ઉતારી ધૂપસળી બનીને મહેક મૂકે, “વૃક્ષ તપીને ફળ આપે” તેમ તેઓએ સ્વાર્પણ કરી આશ રજૂ કર્યો !
હે શાસનદેવ! આ કેહીનુર હીરાના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાઓ, ઊંચા-ઊંચા ગગની ટોચે બિરાજેલા, સ્વર્ગગમનથી દેવેન્દ્રો, ઇન્દ્રો કે ચન્દ્રની સમીપમાં રડી સૃષ્ટિ પરના કીચડ પર જીવન-નિર્ગમન કરી રહેલા એવા પરિવારને, સમુદાયને, ભક્તજનોને નિહાળે, ધોર નીંદરમાં પડેલાને ઉઠાડો, એવી સહિષ્ણુતા દાખવી કૃપા વરસાવા, દર્શન દો. તેઓ અનંતના મુસાફર અનંતની મુસાફરીએ ફક્ત ૪૨ વર્ષે ૪+ ૨ = ૬ છકાય જીવની રક્ષા કરી પહોંચી ગયાં છે, પણ નૂતન જન્મ પ્રાપ્ત કરી સાતે નરક અજવાળાં થાય તેવા વીતરાગ પરમાત્મા-રૂપ સુઅવતારી બને, અને જેમણે તેઓનું શરણ સ્વીકાર્યું હતું તેવા જીવમાત્રને માલકૌંસ રાગમાં દેશના આપી સ્વયં તરી સર્વને તારી તારક બિરુદને સાર્થક કરનારા થાઓ, તેઓનું શુભનામ “સાવચંદ્રદિવાકરૌ ” બની રહે, એ જ વારિ-શિષ્યાઓની અંતરની અભિલાષા.
[ સૌજન્ય: અમદાવાદ શ્રી નમ-મંજુલ-વારિ-વા જૈન સ્વાધ્યાયમંદિરની બહેનો તરફથી ]
સાધ્વીજી શ્રી હેતશ્રીજી મહારાજ માવજીવન એક અમૂલ્ય વસ્તુ છે, એને સાર્થક કરી જવું અને સંસારની કલ્યાણયાત્રા સુખ-શાંતિપૂર્વક પૂર્ણ કરવી અને વીતરાગ ભગવાનની આજ્ઞા પ્રમાણે પિતાનું જીવન ઉરચ બનાવી મેક્ષના પંથે પ્રયાણ કરવું એ જ મનુષ્ય જીવનને ઉદ્દેશ છે. માનવી સ્ત્રી કે પુરુષ સંસારની માયાજાળને ફગાવી ત્યાગમાગ ગ્રહણ કરી આત્મદર્શન મેળવી આત્મશાંતિ મેળવે છે. આ રીતે પૂ. સાવીશ્રી હેનશ્રીજી મહારાજનું જીવન અનેરું છે.
જામનગરનિવાસી શેઠ પ્રાગજીભાઈ કપૂરચંદ વિસા શ્રીમાળી જ્ઞાતિમાં અગ્રસ્થાન ભોગવે છે. તેમનાં ધર્મપત્ની કડવીબહેનની કુક્ષીથી સં. ૧૯૩૪ ના મહા સુદ પને રોજ પુત્રીને જન્મ થયે. તેમનું નામ ઉજમબાઈ રાખવામાં આવ્યું. ધર્મસંસ્કારી કુટુંબમાં જન્મ થવાથી તેમનામાં બાલ્યવયમાં જ વ્યાવહારિક કેળવણી સાથે ધાર્મિક સંસ્કારો રેડવામાં આવ્યાં. તેર વર્ષની ઉંમરે તેમનાં લગ્ન શેઠ લક્ષ્મીચંદ કાળિદાસ સાથે થયાં. પણ તેઓ નાની ઉંમર હોવાથી પિયરમાં જ રહેતાં હતાં, ને લગ્ન પછી ફક્ત પાંચ માસમાં જ શેઠ લક્ષ્મીચંદભાઈ બીમારીમાં સપડાયા અને તેઓ પલેક સિધાવ્યા. તેમનામાં ઉચ્ચ ધાર્મિક સંસ્કાર હોવાથી તેમનો વિચાર ચારિત્રના પંથે જવા ઉત્સુક બન્યા, પરંતુ બ્રાતૃપ્રેમને વશ થઈ તાત્કાલિક દીક્ષા ગ્રહણ કરી શક્યાં નહીં. ચારિત્ર વિના સિદ્ધિ નથી, એ સૂત્ર મુજબ પણ વીસ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૯૫૯ ના કાર્તક વદ ૭ ના દિને પૂજ્ય મહારાજ શ્રી ગુણશ્રીજીની પાસે દીક્ષા અંગીકાર કરી નામ હેતશ્રીજી પાડયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org