SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ન ] પૂજ્યશ્રીને શિષ્યા પ્રશિષ્યા પરિવાર (૧) પૂ. કંચનશ્રીજી મ. (૨) પૂ. અરુણાશ્રીજી મ. (૩) પૂ. ત્રિલોચનાશ્રીજી મ9 (૪) પૂ. મતિપૂર્ણાશ્રીજી મ૦ (૫) પૂ. અનિલપ્રભાશ્રીજી મ. (૬) પૂ. તત્તપ્રજ્ઞાશ્રીજી મ. (૭) ગીતપ્રજ્ઞાશ્રીજી મ. (૮) પૂ. દિવ્યપ્રજ્ઞાશ્રીજી મ. (૯) પૂ. દિવ્યદર્શિતાશ્રીજી મ. (૧૦) પૂ. સમ્યગદશિતાશ્રીજી મ. (૧૧) પૂ. હિતરત્નાશ્રીજી મ૦ (૧૨) પૂ. જિનરત્નાશ્રીજી મ. (૧૩) પૂ. નમ્રનંદિતાશ્રીજી મ. (૧૪) પૂ. અક્ષયન દિતાશ્રીજી મ. (૧૫) પૂ. મોક્ષનદિતાશ્રીજી મ. (૧૬) પૂ. જિનરક્ષિતાશ્રીજી મ૦ સરલ, સૌમ્ય અને જ્ઞાનના તીવ્ર ઉપાસિકા પૂ. સાધ્વીજી શ્રી કંચનશ્રીજી મહારાજ બનાસકાંઠા જિલ્લામાં થરા ગામમાં ધાણાધારા મણિલાલ પ્રેમચંદનાં ધર્મપત્ની મણિબહેનની કુક્ષીએ સં. ૧૯૭૯ના ફાગણ વદ-૪ના દિવસે એક પુણ્ય આત્માનો જન્મ થયો. બાલ્યવયથી જ સ્વભાવે શાંત. નામ રાખ્યું કેશીબહેન. કણ જાણે કેશીબહેનનું જીવન ભાવિમાં ઊર્ધ્વગામી હશે તેથી ભાવી કમયેગે એક માસના ટૂંકા ગાળામાં જ તેમનું સાંસારિક સુખ છીનવાઈ ગયું, પણ જેમણે સંસારી સુખને સુખરૂપે માન્યું જ નહોતું તે આત્માએ આ વખતે ખૂબ જ ધીરજ રાખી. સંસારના સંબંધોથી અજાણ હોવાને કારણે આતધ્યાન કરી કર્મબંધનથી જકડાવાને કોઈ પ્રસંગ જ ન બન્યું. કેશીબહેનના સંસારી પિતાશ્રીના સુસ્કારોના સિંચનને કારણે તેમ જ તેમની પાછળના પ્રબળ પુરુષાર્થને કારણે આ બહેનનું ભાવિ ઉજ્વળ અને સફળ નીવડ્યું. મુમુક્ષુ કેશીબહેનને સં. ૨૦૦૨ના થરા મુકામે માગશર સુ-૧૦ના સંયમનાવમાં બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમના જીવનનૈયાના સુકાની સ્વરૂપ પૂ. સાધ્વીજી શ્રી ચંપકશ્રીજી મ.ને સ્વીકાર્યા અને કેશીબહેન સાધ્વીશ્રી કંચનશ્રીજી નામે અલંકૃત થયાં. સંયમી બન્યા બાદ પૂર્વના સંસ્કાર અનુસાર ત્યાગ-વૈરાગ્યમય જીવનથી પિતાનું ધ્યેય સિદ્ધ કરવા ગુર્વાજ્ઞા શિરોધાર્ય કરી પરમાત્માના પંથની એક એક આજ્ઞાનું પાલન કરી નિરતિચાર જીવન જીવવામાં તત્પર રહે છે. પૂજ્યશ્રીની સંયમયાત્રામાં પળેપળ મુખની પ્રસન્નતા જ તે જાણે સંયમ લઈને અગેચર સુખને ખજાનો જાણે પ્રાપ્ત ન કરી બેઠાં હોય ! પૂ. ગુરુદેવની કઠોર વચન પૂર્વકની આજ્ઞા પણ હસતા મુખે પાળનાર આજીવન જે ગુરુદેવના નિશ્રાવાસી જ બન્યાં તે જ તેમના જીવનનું આકર્ષક પાસું છે. તેમ જ તેમને વૈયાવચ્ચ અને ભક્તિગણ પણ અજોડ છે. પૂ. કંચનશ્રીજી મહારાજ પોતાને ઘણાખરો સમય જ્ઞાનધ્યાન અને આરાધનામાં પસાર કરતાં હોય છે. નાના સાધ્વી પાસે પણ નવું નવું જાણવાની જિજ્ઞાસાથી સામે પગે જવા સ્વરૂપ તેમને લઘુતાગુણ પણ આપણા ઉપર ગહરી અસર કર્યા વિના રહેતો નથી. જ્યારે જુઓ ત્યારે પૂજ્યશ્રીના મુખ ઉપર સંયમની પ્રસન્નતા અને પરિગ્રહ પ્રત્યેની નિસ્પૃહતા ફુટપણે દેખાય છે. માનની કે યશની જરા પણ ખેવના કર્યા સિવાય પિતાનું, નિરતિચાર પાળતાં વાત્સલ્યમૂતિ ગુરુદેવનું શરણું મળ્યું છે, એ જ આ કાળમાં અમારા માનવજીવનમાં મળેલાં સંયમની સાર્થકતા. આવા ઉપકારી ગુરુદેવને ભાવભરી વંદના. અંતેવાસીઓની ભૂરિ ભૂરિ વંદના..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy