________________
૬૯૪ ]
[ શાસનનાં શમણીરત્ન માતાપિતાના લાડથી ઊછરતાં-સાથે ધર્મશ્રદ્ધાની વૃદ્ધિ થઈ. સંસારના નિયમ મુજબ માતા–પિતાએ થરા નિવાસી શાહ જગદીશચંદ્ર લવજીભાઈ સાથે ધામધૂમથી પૂરીબહેનનાં લગ્ન કર્યા પરંતુ સંસારની ગજબની વિચિત્રતા છે. ભાવીના લેખ કાંઈક જુદા જ હશે? ચાર મહિના પછી જગદીશભાઈ સ્વર્ગવાસી થયા. પૂરીબહેન સંસ્કારી અને સમજદાર હોવાથી આવી પડેલી આ મહા આફતને ધીરજથી સહન કરી લીધી. પૂ. ગુરુશ્રી દયાશ્રીજી મ. તથા પૂ. શ્રી દર્શનશ્રીજી મ૦ની સાંભળેલ જિનવાણીને મરણપટ પર લાવી સંસારની કમની લીલાઓનું ચિંતન કર્યું. પરિણામે બાયવયમાં રોપાયેલ વૈરાગ્ય–અંકુર વિકસિત થયે અને મનથી સંયમ લેવાનો નિર્ધાર કર્યો. પૂરીબહેન ધર્મમય જીવન વિતાવવા ઉચિત સમયની રાહ જોવા માંડ્યાં. કુટુંબીજનોને પણ લાગ્યું કે આ બહેનને હવે સંયમને જ રસ છે. અંતે પિતાની અડગ ભાવના સફળ થઈ. સં. ૧૯૮૩ના માગશર સુદિ ૧૦ ના શુભ મુહૂતે રાધનપુરમાં પૂરીહેનની દીક્ષા થઈ અને પ. પૂ. આ. વિજયભક્તિસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાતિની સાધીશ્રી દશનશ્રીજી મ.નાં શિષ્યા બન્યાં. નામ ચંપકશ્રીજી રાખવામાં આવ્યું.
નૂતન સાધ્વીજી તપ, જપ, ક્રિયામાં લીન બન્યાં. તેમના ઉપદેશથી અનેક આત્માઓ તપસ્યાને માર્ગે આગળ વધવા માંડ્યા. દરેકને કિયાચુસ્ત તેમ જ તપમાગમાં સ્થિર કરતાં અને પ્રેરણા કરતાં અનેક ગામ શહેરોમાં વિચરતાં અને પોતાના જીવનની સુંદર સુવાસ ફેલાવતાં અનેક આત્માઓને રત્નત્રયીની આરાધનાઓ કરાવી. વિવિધ તપસ્યાએ જીવનભર ચાલુ રાખી. એકથી માંડીને ૧૭ ઉપવાસ, માસક્ષમણ, ચત્તારી અડ઼ દસ દોય, સિદ્ધિતપ, બાર માસની છ અઠ્ઠાઈ, વીશસ્થાનક તપ, વર્ધમાનતપની ૧૭ ઓળી, નવપદજીની ઓળીઓ વગેરે. તેઓશ્રીની પ્રેરણાથી અનેક જણાએ પ૦૦ આયંબિલ, વરસીતપ, પાઠશાળા સ્વરૂપ અનેક આરાધનાઓ તેમ જ શાસન પ્રભાવના થઈ.
અનેક સ્થળે ધમપ્રભાવના કરતાં કરતાં પૂજ્યશ્રીનું છેલ્લું ચાતુર્માસ થરામાં થયું. પણ કોને ખબર કે સં. ૨૦૪૬ નું એ ચાતુર્માસ પૂજ્યશ્રીનું છેલ્લું ચાતુર્માસ હશે ? તેમાં પણ પિષ વદ ૬ નો ગોઝારો દિવસ આવ્યો. જાણે એમને અંતકાળને અણસાર આવી ગયો હશે તેવી તેમની વાણી અને કેટલીક પ્રવૃત્તિ હતી. અંતિમ સમયે પણ કાજે સિરાવાની તેમ જ દ્યો બાંધવાની તકેદારી જ તેમના જીવનમાં રહેલા ક્રિયા પ્રત્યેના તીવ્ર અનુરાગને સૂચવતી હતી. આ પ્રમાણે નમસ્કારમંત્રના જાપૂર્વક સમાધિભાવમાં પાંચ જ મિનિટમાં પોણાત્રણ વાગે સ્વર્ગવાસ પામ્યાં. સકળ સંઘ ભેગો થઈ ગયે. સની આંખમાં આંસુ હતાં. સહુ તેમની નિસ્પૃહતા, નિખાલસતા, અપરિગ્રહતા, વગેરે ગુણસમૂહને યાદ કરતાં હતાં. દર્શનાથે લોકોની ભીડ જામી. જરિયન કપડાથી શોભિત ભવ્ય પાલખી બનાવી. આસપાસનાં ગામોમાંથી પોષ વદ-૭ ના સવારે લોકે આવવા માંડ્યાં. ૧૦ વાગ્યા પછી સ્મશાનયાત્રાનું રોમાંચક દશ્ય ખડું થયું. થરા ગામ તે દિવસે બંધ રહ્યું. ચઢાવાની ઊપજ કોઈ અનેરી થઈ અગ્નિદાહ ખિમાણાનિવાસી મણિલાલ ધરમચંદ પરિવારે દીધે ત્યારે સંઘ અત્યંત ગમગીન બની ગયો. ચિતાની જ્વાળા પણ જાણે સંસારની ક્ષણભંગુરતા, અસારતા જણાવતી હોય તેમ ઊછળવા માંડી. પૂજ્યશ્રીના ૬૪ વર્ષ અને એક મહીનાના દીક્ષા પર્યાયમાં તેઓશ્રીનાં શિષ્યા-પ્રશિષ્યાઓને પરિવાર નીચે મુજબ છે- ધન્ય હો આવા આરાધક મહાન આત્માને...ગુરુદેવને.......
લિ. કંચનશ્રીજીની કેટી કેટી વંદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org