SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૨ ] શાસનનાં શ્રમણરત્નો પાર્વતીબહેન છગનલાલ જૈન ઉપાશ્રય, ગામમાં તથા પેલેસમાં કાયમી શાશ્વતી ચૈત્રી ઓળી; જયાબહેન ચંદુલાલ તરફથી. બોટાદમાં સહકાર સેસાયટીમાં પૂ. જયશ્રીજી - લાવણ્યશ્રીજી જૈન ઉપાશ્રય, મુંબઈ – ઘાટકોપર નવરોજી લેનમાં જયશ્રીજી કન્યા પાઠશાળા. - આવાં શાસનનાં અનેકવિધ કાર્યો પ. પૂ. જયશ્રીજી મ. સા. તથા પ. પૂ. લાવણ્યશ્રીજી મ. સા.ના ઉપદેશ તથા શુભ પ્રેરણાથી થયેલ છે. સરલ–સ્વભાવી, કરુણામયી, ભદ્ર પરિણામી, વાત્સલ્યમયી -પરાથી-માતૃહદયી–આવા અનેક ગુણોથી અલંકૃત એવાં પૂજ્ય ગુરુદેવને વચનસિદ્ધિ પણ વરી. સ્વ-પર સમુદાયમાં અત્યંત વાત્સલ્ય ધરાવતાં પૂજ્યશ્રીજીનું જધાબળ ક્ષીણ થતાં જીવનનાં છેલ્લાં ચૌદ વર્ષ શાંતિનગરમાં ગુલાબ–શાંતિ–સ્વાધ્યાય મંદિરમાં સ્થિર રહી આત્મ-ધ્યાનમાં લીન બની નીડરતા–નિખાલસતા-નિમળતા-સરળતા-કરુણા અને વાત્સલ્યભાવથી સૌનાં દિલ જીત્યા. જોગાનુજોગ ૮૮ની સાલે, ૮૮ વર્ષ, ૮૮ શિષ્યા-પ્રશિષ્યાના પરિવારથી પરિવરેલા એવા પૂજ્ય ગુરુદેવ વૈશાખ વદ સાતમ રવિવારના બપોરના ત્રણને પચીસ મિનિટે અમદાવાદ-શાંતિનગરમાં ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવેશ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. આદિ મુનિર્વાદ-વિશાળ સાથ્વીગણ અને મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાની હાજરીમાં ચતુવિધ શ્રીસંઘના મુખેથી નવકારમહામંત્ર સાંભળતાં, સ્વમુખે અરિહંતન જાપ જપતા, સમતા-સમાધિ અને શુદ્ધિ સાથે પિતાના ઉતરાધિકારી પ. પૂ. લાવણ્યશ્રીજી મ.સા.ને બનાવી પૂજ્યશ્રીજીએ ચિર વિદાય લીધી. એવાં પૂજ્ય ગુરુદેવને કી કોટી વંદના. લિ. સાધ્વીથી લાવશ્રીજી મહારાજ સૌમ્યાકૃતિ – મૃદુભાષી – વાત્સલ્યવારિધિ પ્રવર્તિની પૂજ્ય સા. શ્રી લાવણ્યશ્રીજી મહારાજ સોહામણો સૌરાષ્ટ્ર દેશ અને અલબેલા આરંભડા ગામના – ગાંધી મણિલાલ કાળીદાસને લાડકવાયા (સુપુત્રી) લક્ષ્મીબેન–સંસારી માતુશ્રી જડાવબહેન પિતાની પુત્રી લમીબહેનને ત્યાગની મહત્તા સમજાવી ચાત્રિમાર્ગ બતાવ્યું અને લક્ષ્મીબહેન પણ પૂજ્ય જયશ્રીજી મ. સા.ના પુનિતપગલે કુમળી વયે ભૌતિક સુખોને તિલાંજલી આપી આત્મિક સુખમાં મહાલવા પ્રભુ વીરની વિરલ છતાં વિટ વાટે વિચરવા ભેંચણી તીર્થમાં પરમપૂજ્ય આચાર્યદેવશ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે વિ. સં. ૧૯૩ના વદ અગિયારસના શુભ દિને પ. પૂ. જયશ્રીજી મ. સા. નાં પ્રથમ શિષ્યા લાવણ્યશ્રીજી મ. સા. બન્યાં. સંયમજીવન પ્રાપ્ત કર્યા બાદ તપસ્યાના તાપે-યાત્રાના અમાપે-નવકારના જાપે સંયમજીવનની નૌકા પુરપાટ ધપવા લાગી. ગુઆનાનું અપ્રમત્ત પરિપાલન પ્રાણવાયુ સમાન બની રહ્યું અને સંયમવૃક્ષની ડાળી ઉપર જ્ઞાન–ધ્યાન–વિનય–વૈયાવ-તપ-ત્યાગ જેવાં મઘમઘતાં પુષ્પોની સુવાસ સંયમજીવનમાં મહેકવા લાગી. પૂજ્યશ્રીએ નાની વયમાં સંસ્કૃતપ્રાકૃત તથા જૈન તત્ત્વજ્ઞાનને સુંદર અભ્યાસ કર્યો. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચછ– રાજસ્થાન અને મહારાષ્ટ્રના અનેક તીર્થોની યાત્રા અને પવિત્ર ભૂમિની સ્પર્શના કરતાં કરતાં જીનેશ્વરપ્રભુની દિવ્યવાણીને પ્રચાર કર્યો અને સંયમજીવનને આત્મસાત્ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy