________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૩૯ દીધસંયમી, તપસ્વીરના, સૌમ્યપ્રકૃતિધારિકા, વિદુષી
પૂ. સાધ્વીજી શ્રી જયંતીશ્રીજી મહારાજ જન્મઃ રાજનગર, સંવત ૧૯૭૦ શ્રાવણ સુદ-૧૫. સુશીલ ગુણિયલ માતુશ્રી માણેકબહેન, ભદ્રિપરિણામી પિતાશ્રી લાલચંદભાઈ શેઠ. જન્મ સમયે સંસારી નામ : જશેદાબહેન. બાલ્યવયથી જ ધમ સંસ્કારના ગઢ સિંચનથી વૈરાગ્ય તને ઝળહળતી રાખનાર પુત્રી જશદાબહેન કેઈ પૂવ દુકૃત સંગને કારણે અમદાવાદમાં જ તાસાપોળમાં રહેતા બાલાભાઈ કનખાબવાળાના સુપુત્ર કુમુદચંદ્ર જોડે લગ્નગ્રંથિથી જોડાયાં, પરંતુ પરણ્યાની પ્રથમ રાત્રે પણ પ્રતિક્રમણ કરવા બેઠાં. ઉકાળેલ અને એલિકાનું તપ તેઓશ્રીને ખૂબ જ પ્રિય હતું.
શુભ ગ થતાં અઢી વર્ષના ટૂંકા લગ્નબંધનો તેડીને વૈરાગ્યવાહિની દેશના પ. પૂ. પં. ધમવિજયજી (ડહેલાવાળા) મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળીને સંયમપંથ સ્વીકારવા ઉકંડા જાગી. સમયસર વિરાગના વિરાટ માગે સં. ૧૯૯૦ના વે. સુ. ૧૦ ના પૂજ્યશ્રીના વરદ હસ્તે સંયમ સ્વીકારી જશોદાબહેન પ. પૂ. સા. શ્રી વિમલશ્રીજી મહારાજનાં શિષ્યા સા. શ્રી જયંતીશ્રીજી બન્યાં. તેમની પ્રેરણાથી તેમને સંસારી બન્ને બહેનોએ પણ સંયમ સ્વીકારેલ છે. જેઓ છે, સા. શ્રી લલિતાશ્રીજી મ. તથા સા. શ્રી કનકપ્રભાશ્રીજી મ)
સંયમની સાધના સાથે જ્ઞાન-ધ્યાન અને તપમાં ખૂબ જ આગળ વધ્યાં. સિદ્ધિતપ, અખંડ ૫૦૦ આયંબિલ, નવપદ, વીશસ્થાનક, નવ્વાણુ યાત્રા, અઠ્ઠાઈ, સમવસરણ, સિંહાસન, ૧૫ ઉપવાસ, સિદ્ધાચલના છડું આઠમ, ૧૦૮ એની વર્ધમાનતપની, ચત્તારી અઠું અને વર્ષીતપ જેવી ઉત્કૃષ્ટ તપસ્યા કરી.
અભ્યાસમાં સંસ્કૃતમાં માર્ગો પદેશિકા, વ્યાકરણ અને મહાપુરુષોનાં જીવનચરિત્રનું સંસ્કૃતપ્રાકૃત વાંચન, સ્વ–પર સમુદાયનાં સાધ્વીજી મહારાજેને ખૂબ જ ઉત્સાહથી અભ્યાસ કરાવ્યો હતો. પથ્થરને પારસ બનાવવાને એમને જીવનમંત્ર હતો.
છેલલાં વશ વર્ષથી મીઠાઈત્યાગ, કડાવિગઈ ત્યાગ સેવી રસનેન્દ્રિયને જીતેલ છે. કચ્છભદ્રેશ્વર, સૌરાષ્ટ. જેસલમેર, નાગેશ્વર, મધ્યપ્રદેશ, વગેરે સ્થળોએ વિજ્ઞીને સ્વ–પર કલ્યાણના માર્ગને વિકસાવવા હાલ ૭૮ વર્ષની ઉંમરે પણ ભવ્ય જીને જ્ઞાન-ધ્યાનમાં જોડી રહ્યાં છે.
પૂજ્યશ્રીનાં શિષ્યા પરિવારમાં સા. શ્રી લલિતાશ્રીજી, સા. શ્રી અભયાશ્રીજી, સા. શ્રી રત્નરેખાશ્રીજી, સા. શ્રી જયપ્રદાશ્રીજી, સા. શ્રી પૂર્ણ શાશ્રીજી વગેરે.
શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી – –
જ્ઞાની-ધ્યાની તપસ્વિની પૂ. સાધ્વીજી શ્રી કનકપ્રભાશ્રીજી મહારાજ
જન્મ : સં. ૧૯૮૪ આસો વદ-પ. માતુશ્રી માણેકબેન. પિતાશ્રી : લાલભાઈ માતાનું માણેક દીપાવનારું એક રત્ન, માતાની કુક્ષીમાં દશમાં નંબરે જન્મેલું, જેનું નામ કલાવતી હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org