________________
ડહેલાવાળા સમુદાયનાં સાધવીરને [વર્તમાનમાં શ્રી ધે. મૂર્તિપૂજક તપાગચ્છમાં આવતા વિવિધ સમુદાયમાં આ ડહેલાવાળાને સમુદાય ઘણે જૂને અને સુપ્રસિદ્ધ છે. તેમાં પરમપૂજ્ય પન્યાસશ્રી ધમવિજયજી મહારાજના સમયથી આ સમુદાય વિશેષ પ્રસિદ્ધિ પામે. વર્તમાનમાં આ સમુદાયના ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ છે. તેઓશ્રીની આજ્ઞામાં અત્યારે બસે ઉપરાંતની વિશાળ સંખ્યામાં સાધ્વીસમુદાય વિચરી રહ્યાં છે એટલું જ નહીં, સંયમસાધના. જ્ઞાન આરાધના, તપશ્ચર્યામાં તેમ જ આ સમુદાય શ્રી જિનશાસનની પ્રભાવનામાં આગળ અને આગળ વૃદ્ધિ પામતે રહ્યો છે.]
દીધસંયમી, વયોવૃદ્ધ પૂ. સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મહારાજ પ્રશાંતમૂર્તિ પૂ. આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ (ડહેલાવાળા)ના આજ્ઞાતિની અમદાવાદ દોશીવાડાની પળ સ્થિત વખતચંદની ખડકીના ઉપાશ્રયે વયેવૃદ્ધ પૂ. સા. શ્રી વિમલશ્રીજી મ. નાં શિષ્યા પચાસ વર્ષના દીર્ઘ સંયમપર્યાયી પૂ. સા. શ્રી દર્શનશ્રીજી મહારાજ સંવત ૪૦૩૭ કારતક સુદિ ૮ના રોજ નવકારમંત્રના મરણપૂર્વક સમાધિમાં ૭૫ વર્ષની વયે કાળધમ પામ્યાં હતાં. જીવનના અંત સુધી અખંડ આરાધના ચાલુ હતી. જ્ઞાનપંચમીનો એટલે કે ત્રણ દિવસ પહેલાં તે ઉપવાસ કર્યો હતો.
ગંભીરતા, સરળતા, ક્ષમા, ધીરતા, ગુવંજ્ઞા, વૈયાવચ્ચ આદિ ગુણો જે આત્મસાત્ ક્ય હતાં, તેમને ગુણેનો અનુભવ તે જેઓ તેમની નજીકમાં આવેલાં હોય કે રહેલાં હોય તેઓને જ પૂરો ખ્યાલ આવી શકે. સંસારીપણે તેઓ ખેડા ગામના વતની હતાં. પિતા મોતીલાલ અને માતા જડાવબહેન ખૂબ જ ધર્મિષ્ટ હતાં. જન્મસમય સં. ૧૯૬૨ના આસો વદ ૭. સંસારી પણ નામ ચંપાબહેન હતું
ચંપાની ખુથી સુવાસિત હતાં. સાધ્વીજી મહારાજનો સત્સંગ થતાં સં. ૧૯૮૭ના છે. વ. ૭ ના રોજ પચીસ વર્ષની યુવાન વયે ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂ. સા. શ્રી વિમલશ્રીજી મહારાજનાં શિષ્ય તરીકે સા. શ્રી દર્શનશ્રીજી મહારાજ તરીકે જાહે અને વૈયાવચમાં મગ્ન બન્યાં. તપસ્યામાં નવપદની ઓળી, શ્રી વર્ધમાન તપની ૭૦ ઓળી, સિદ્ધિતપ. વર્ષીતપ, વીશસ્થાનક તપ, ચોવીશી, સહસ્ત્રકૂટ તપ, ગિરિરાજશ્રી શત્રુંજય મહાતીર્થની બે નવ્વાણુ યાત્રા કરી. જ્ઞાનાભ્યાસમાં પ્રકરણ ભાષ્ય, કર્મ ગ્રંથ, ક્ષેત્રસમાસ, સંગ્રહણી, શતક, દશવૈકાલિક સૂત્ર, તત્વાર્થસૂત્ર, બે બુક વગેરે. સા. શ્રી કનકપ્રભાશ્રીજી તથા સા. શ્રી કલ્પલતાશ્રીજી નામે બે શિષ્યાઓ. આમ તેમની જીવન સુવાસ આદર્શરૂપ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org