________________
૬૧૪ ]
સવાક્રોડ જાપના આરાધક, સરલ સ્વભાવી
પૂ. સાધ્વીરત્ના શ્રી પદ્મયશાશ્રીજી મહારાજ
વિવિધ લતાઓ, વૃક્ષેા અને વિટપેાથી ત્રિભૂષિત કોઈ ઉદ્યાનમાં વિહરતાં જ જેમ આપણા તન-મનને! થાક ઊતરી જાય, તાજગી ને ઉત્સાહના અનુભવ થાય એવુ' જ કાંઇક અનેક સપ્રવૃત્તિએ અને સદાચારથી સુવાસિત સચ્ચારિત્રનું અવલાકન કરવાથી થાય છે. એનાથી આપણા જીવનને ઊર્ધ્વ ગામી, પ્રગતિશીલ, ધમય ને મ'ગલમય બનવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે.
[ શાસનનાં શ્રમણીરત્ના
આવા સચ્ચારિત્રમય જીવનની મહત્તા જન્મસ્થાનની પ્રભાવક ભૂમિને લીધે, માતાપિતાના સંસ્કાર સિંચનને પરિણામે અને ગુરુદેવની અપ્રતિમ વાત્સલ્યતાને લીધે પ્રગટે છે, પનપે છે અને સંસિદ્ધ થાય છે. આવી પ્રતિભાસ'પન્ન વિરલ વિભૂતિની જન્મભૂમિ તરીકેનુ સ્થાન-માન પામવાનુ. સદ્ભાગ્ય સાંપડયુ છે જેતપુર શહેરને ! જે ગિરનારની ગરવી ગોદમાં આવેલુ સાડીઓના છાપકામ માટે વખણાતું ભાદરનદીને કાંઠે આવેલુ નયનરમ્ય અને મનેહર છે.
આ જેતપુર શહેરમાં સં. ૧૯૯૦ માં પેષ સુદ પૂનમને દિવસે શેઠ કુટુબમાં સુસ ́સ્કારાની જીવત પ્રતિમારૂપ, અહનિશ ધર્મ ધ્યાનમાં જીવન વ્યતીત કરતાં શ્રી દેવચંદભાઈ અને માતા દિવાળીબહેનની રત્નકુક્ષીએ એક બાળકીને જન્મ થયેા. તેના મુની ઉજ્જવલ કાંતિને જોઈ ને, તેને અનુરૂપ નામ પણ કાંતાબહેન રાખવામાં આવ્યું.
બાલપણાથી જ વ્યવહારિક કરતાં ધામિક અભ્યાસની વધુ રુચી ધરાવતાં કાંતાબહેને નાની ઉંમરમાં જ સારુ એવું જ્ઞાન સ`પાદન કર્યું. ગામમાં આવતાં પૂ. શ્રમણી ભગવંતેાના વધુ ને વધુ પરિચયમાં આવવાથી એમનું મન વૈરાગ્યવાસિત થતું ગયુ. પંદર-સાળ વર્ષની ઉમર થતાંથતાં એ ભાવના વધુ ને વધુ પ્રજ્વલિત બનતાં માતા-પિતાને વાત કરી. પરંતુ મેહમાયાના બધનમાં ફસાયેલાં માતા-પિતાએ રા ન આપી.
ખરેખરા! કમનાં બંધન અફર છે. ભેાગની ભૂતાવળથી દૂર ભાગનારાને પણ ભૂતાવળ છેડતી નથી. પેાતાની અનિચ્છા હેાવા છતાં પણ તેમને કુટુબીજનેાના આગ્રહને વશ થઈને સ`સારની શૃંખલાથી બધાવું પડ્યું. ભાણવડ નિવાસી શેઠ કાલીદાસભાઈના સુપુત્ર પ્રભુદાસભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં તેા ખરાં પણ અંતરાત્મા તા જલકમલવત્ નિલેપ રહેવા જ માંગતા હતેા.
મહાન વ્યક્તિના જીવન ખડક જેવા હેાય છે. સામાન્ય માનવીના જીવનને તાકાનાની બહુ ટક્કર લેવી પડતી નથી. બહુબહુ તે કોઈકવાર વાવંટોળ કે કોઇકવાર વર્ષાઅડીનેા સામને કરવા પડે છે. જયારે મહાસાગરના જળમાં છુપાયેલા આ ખડકોને તે રાતદિવસ મહાકાય મત્સ્યેની થાપટા ને ભરતીઓટના જબ્બર પછડાટ સહન કરવા પડે છે. આવી આપત્તિમાં અણનમ રહેવાનુ શૂરાતન દાખવવામાં જ તેમના જીવનની સિદ્ધિ હાય છે ભાગશ્વને ઠુકરાવી, યાઐશ્વર્યની સાધના કરવા કૃતસંકલ્પી બનેલાં કાંતાબહેનના મનની મક્કમતા, અડગતા જોઈ ને છેવટે પ્રભુદાસભાઈ એ ઉદારદિલે પ્રત્રજ્યાના પુનિતપથે પ્રયાણ કરવાની અનુમતિ આપી.
સં. ૨૦૦૯ માં અષાઢ સુદ પાંચમના દિવસે ઝાલાવાડની રાજધાની સમાન ધ્રાંગધ્રા શહેરમાં કાંતાબહેને પ. પૂ. યુદિવાકર આ. ધમસૂરીશ્વરજી મ.સા.નાં અજ્ઞાતિની પરમ વિદુષી પ. પૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org