________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૬૧૩
સ્વાધ્યાયપ્રિયા પૂ.વિદુષી સાધ્વીજી શ્રી મંજુલાશ્રીજી મહારાજ (ખંભાતવાલા)
અનેક પ્રાચીન જિનમંદિરોથી સુશોભિત પ્રાચીન તીર્થ સ્તંભપુરી જેવી ખંભાતનગરીમાં મધ્યભાગ-ખારવાડામાં ટેકરીમાં વસતા મહાન પુણ્યશાળી શ્રેફ કુટુંબમાં શેઠશ્રી ઠાકરશી અમરચંદના સુપુત્ર ઊજમશીભાઈનાં ધર્મપરાયણ ધર્મપત્ની ભૂરિબહેનની કુક્ષીએ સા. મંજુલાશ્રીજી મ.ને વિ. સં. ૧૯૭૪ ના આ સુદિ ૯ ને બુધવારના શુભ દિને જન્મ થયો હતો.
પૂર્વજન્મની આરાધનાના સંસ્કારોના કારણે શિશુવયમાં માત્ર ૧૩ વર્ષની ઉમરે વ્યાખ્યાન વિશારદ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાવર્તિની પૂ. સાધ્વીરત્ના કેવલ્યશ્રીજી મ.નાં ચરણોમાં જીવન સમર્પણ કરીને સા. શ્રી મંજુલાશ્રીજી બન્યાં. સાથે તેઓશ્રીનાં ભગિની પણ દીક્ષા લઈને પૂ. સા. શ્રી વિમળાશ્રીજી મ. બન્યાં. ખંભાતમાં ત્યારથી જ કુમારી બાળાઓની દીક્ષાને ઉદયકાળ થયો.
ચારિત્રપંથે પગ મૂક્તાં જ અપ્રમત્તભાવે રત્નત્રયીની આરાધનામાં લીન બન્યાં. તેઓશ્રી જ્ઞાનાભ્યાસમાં શ્રી દશવૈકાલિસૂત્ર, પ્રકરણે, ભાળ્યો, કર્મગ્રંથ, કમ પ્રકૃતિ, તત્ત્વાર્થસૂત્ર સંસ્કૃતબુકે, પ્રાકૃત–વ્યાકરણ, ન્યાય આદિમાં આગળ વધ્યાં. સાથે સાથે સ્તવને ઢાળ-સઝાને અભ્યાસ પણ દાદ માંગી લે તે હતો.
તપસ્યામાં પણ તેઓશ્રીએ વય ફેરવીને વરસીતપ, માસી, ચોમાસી, ૧૬–૯ ઉપવાસ, અઠ્ઠાઈ વિશસ્થાનક, નવપદજી-વર્ધમાન તપની ઓળીઓ આદિ નાનીમોટી અનેક તપસ્યાઓ પણ કરીને કર્મનિર્જરી કરી હતી.
૪પ વર્ષ અને ૪ માસના દક્ષા પર્યાયમાં ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ-ખાનદેશ આદિ પ્રદેશમાં વિચરીને અનેક તીર્થોની યાત્રા કરીને આત્માને પાવન કર્યો હતો. સ્વાધ્યાય એ એમના જીવનને પ્રાણ હતું. જ્ઞાનામૃત ભેજનમ્ એ એમના જીવનને મંત્ર હતો. જીવનના અંતિમ દિવસે પણ તેઓશ્રીએ પાંચ નવી ગાથાઓ કંઠસ્થ કરી હતી અને તે અન્તિમ રાત્રિએ પણ ૧૧ વાગ્યા સુધી અવિરત સ્વાધ્યાય ચાલુ હતે.
આ રીતે તેઓનું સંસારી જીવન ધનવૈભવથી અને ચારિત્રજીવન જ્ઞાનવૈભવથી સમૃદ્ધ અને સુશોભિત હતું. તેઓશ્રીનો કંઠ કોમળ અને સ્વભાવ મધુર હતા. બોલવામાં મધુર પણ અ૫ભાષી હતાં. દરેક કળાઓમાં કુશળ, પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વના કારણે શાસનનાં અનેક કાર્યો તેઓ કરાવતા હતા. સા. શ્રી પદ્મયશાશ્રીજી, સા. શ્રી પુષ્પયશાશ્રીજી, સા. શ્રી દિવ્યયશાશ્રીજી, સા. શ્રી લલિતાગયશાશ્રીજી આદિ વિશાળ શિષ્યા-પ્રશિષ્યાઓને તેઓને પરિવાર આજે વિદ્યમાન છે. અનેક રોગો વચ્ચે પણ તેઓશ્રી સમાધિમગ્ન રહેતાં હતાં. અને તેથી જ સંયમજીવનની સાધનાના ફળસ્વરૂપે તેઓશ્રી પામી શક્યાં હતાં. જીવનની છેલ્લી ક્ષણે સ્વયમેવ વીર વીર...નું રટણ કરતાં કરતાં..નવકાર મંત્રના સ્મરણ સાથે દરેક જીવને ખમાવતાં ખમાવતાં ૫૮ વર્ષ અને ૮ મહિનાનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ સ્વર્ગવાસી બન્યાં હતા. અનેક ગુણોથી સુવાસિત તેઓશ્રીનાં ચરણમાં કેટિશત વંદનાવલિ...
૫. સા. શ્રી પદ્મયશાશ્રીજી મ. ખંભાતવાલાની પ્રેરણાથી ચંદનબહેન, શોભનાબહેન, ક૯૫નાબહેન, ભરૂચવાળાના સૌજન્યથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org