________________
૬૦૮).
( શાસનનાં શમણીરત્નો વિવિધ તપથી કાયાને તપાવી હતી. બે છેલ્લાં વરસો કાયમી એકાસણા ચાલુ હતા. કેઈ દિવસ છૂટે એ વાપર્યું નથી. આ રીતે સમગ્ર જીવન તમય વીત્યું હતું.
આશ્ચર્યની વાત એ છે કે, તપની સાથોસાથ તેમનો સમતાભાવ પણ અનેરો હતો. તપ અને સમતા એ બેનો સમન્વય બહુ ઓછા જોવા મળે છે. આહાર સંજ્ઞા ઉપર ખૂબ જ પ્રભુત્વ હતું. તપની સાથે ત્યાગ પણ ઘણે કેળવ્યો હતો. છ વિગઈમાંથી બે કે ત્રણ જ વિગઈ વાપરતા. દ્રવ્ય પણ તદ્દન ઓછાં વાપરતાં.
જ્ઞાનપિપાસા, તપોગુણ અને અપ્રમત્ત દશા–એ તેમનાં વ્યક્તિત્વનાં પાસ લક્ષણ હતાં. દિવસે સૂવાનું નહિ અને રાત્રે એક વાગ્યા સુધી શ્રી પાર્શ્વનાથ ભગવાનને તથા ભગવતી પદ્માવતીજી માતાજીને જાપ કરતા. શ્રી પદ્માવતી માતાજી તેમને સાક્ષાત્ દર્શન આપતા. તેઓશ્રીને વચનસિદ્ધિ પણ હતી.
તેઓશ્રીએ પ૯ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાય પરિપૂર્ણ રીતે પાળ્યો. છેલ્લે સિદ્ધ ક્ષેત્રમાં સં. ૨૦૪પ ના કારતક સુદ ૮ ને દિવસે, શ્રી આદીશ્વર દાદાની શીતલ છાયામાં, પૂ. આ. શ્રી થશેદેવસૂરિજી આદિ ભગવંતની નિશ્રામાં, ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં, નવકાર મંત્રનું સ્મરણ કરતાં અત્યંત સમાદિપૂર્વક કાળધર્મ પામ્યાં.
પૂજ્યશ્રીની શિષ્યાઓમાં પૂ. સા. ચંદ્રપ્રભાશ્રીજી, સા. ક્નપ્રભાશ્રીથી, સા. તૃપ્તિપૂર્ણાશ્રીજી, સા. પિત્તાશ્રીજી, સા. વાસવદત્તાશ્રીજી આદિ ઠાણાં મુખ્ય છે.
બળતા સંસારમાંથી હાથ ઝાલી બહાર કાઢી, સંયમમાગે પ્રેરણા આપનાર પૂ. ગુરુણીનાં ચરણોમાં ભૂરિ ભૂરિ વંદના ! લેખિકા – પૂ. આ. યશોદેવસૂરીશ્વરજી મ. નાં આસાવતિની પૂ. સા. દમયંતીશ્રીજીનાં
શિષ્યા પૂ. સા. શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કનકપ્રભાશ્રીજી.
પ્રસન્નવદના, મધુરભાવી, જ્ઞાનોપાસિકા પૂ. વિદુષી સાધ્વીજી પ્રિયંવદાશ્રીજી મહારાજ
શેરઠદેશ સેહામ, ગરવો ગઢ ગિરનાર,
સરિતા વહે સહામણી, ધરા હરિયાળી જાણ પાસે વસે એક ગામડું, જેતપુર જેનું નામ,
અનેક ઉદ્યોગના કારણે, વસે લેક તમામ...” સૌરાષ્ટ્રની સાહસશ્રી ધરતી અને પ્રકૃતિથી પલવિત એવી ધરા ઉપર શત્રુંજ્ય અને અને ગિરનાર જેવા મહાન તીર્થો આવેલાં છે. તેમાં જાણે કે ગિરનારની જ તળેટીમાં ન હોય તેવું સુરમ્ય-સાક્ષાત્ સમુદ્રની સ્મૃતિ કરાવે એવી ખળખળ વહેતી ભાદર નદીના તટે, કાઠી દરબારોએ વસાવેલું અને વેપાર-વાણિજ્યથી સમૃદ્ધ એવું જેતપુર નામનું શહેર છે. જેમાં અનેક દેવ-મંદિરો અને જિનમંદિર-ઉપાશ્રય-આયંબિલ ભવન વગેરે શોભી રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org