________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૬૦૭ ઉગ્ર તપસ્વી સાધ્વીરના પૂ. સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજી મહારાજ
આ વિશ્વમાં પુપિ તો અનેક પ્રકારનાં છે; પણ તે પુષ્પ જ સૌને ગમે છે, તે પુષ્પની જ કિમત થાય છે, જેમાં રંગરૂપ સાથે મઘમઘતી સુવાસ હોય. માનવીનું જીવન પણ પુષ્પ જેવું છે. જે માનવી જીવનમાં આદર્શ, સદ્ગુણો, સત્કાર્યો દ્વારા સુગંધ પ્રસરાવે છે તે આ મર્યલેકમાં અમર બની જાય છે. આવા સચ્ચરિત્ર પાસે આવનારની અજ્ઞાનતા અને મેહાંધતાને તરત દૂર કરી દે છે અને ધર્મ અને સંસ્કારનું પીયૂષપાન કરાવે છે. જિનશાસન આવાં અગણિત ચરિત્રોથી જયવંતુ છે. વિવિધ તપસ્યાઓ દ્વારા, વિવિધ જ્ઞાનરાશિની પ્રાપ્તિ દ્વારા અને વિવિધ શાસનપ્રભાવના દ્વારા જિનાકાશમાં અસંખ્ય તારા, ગ્રહો, નક્ષત્રો ઝળહળી રહ્યાં છે. એવાં એક સાધ્વીરત્ન પૂજ્ય સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજી મહારાજ પણ છે.
સૌરાષ્ટ્રના ચુડા ગામમાં સુશ્રાવક શ્રી જેસિંગભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી મીડીબાઈ ધર્મમય જીવન જીવી રહ્યાં હતાં. તેમને લલિતા નામની સુપુત્રી હતી. કુટુંબના સંસ્કારોને લીધે લલિતાબહેનમાં બાલ્યકાળથી ધાર્મિક સંસ્કારો વિકસાવવા માંડ્યા હતા. સેવા-પૂજ-દર્શન– સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ-તપ-જપ વગેરે ધાર્મિક પ્રવૃત્તિઓથી તેમની દિનચર્યા ભરપૂર રહેતી. આ સંસ્કારોથી આગળ જતાં વૈરાગ્યની ભાવના દઢ બની. પરિણામે, ૧૭ વર્ષની નાની વયે ભોંયણી મુકામે દીક્ષા અંગીકાર કરી પૂ. સાધ્વીજી શ્રી મંગલશ્રીજી મહારાજનાં શિખ્યા શ્રી દમયંતીશ્રીજી તરીકે જાહેર થયા. તેઓ પૂ. આ. વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં હતાં. તેઓશ્રીના આજ્ઞાવતી હતાં.
પૂ. સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજીનું સમગ્ર જીવન ગુરુકુળવાસમાં જ વ્યતીત થયું. ગુરુસેવા એ તેમનો જીવનમંત્ર હતો. તેમનું વ્યક્તિત્વ સેવાભાવી હતું અને તેમનો સ્વભાવ સરળ, વિનમ્ર અને નિરાભિમાની હતો. તેમના પરિચયમાં આવનાર સૌ કે તેમના વૈયાવચ્ચેના ગુણથી અત્યંત પ્રભાવિત થતું.
એ જ બીજે ઉત્તમ ગુણ તપશ્ચર્યા હતા. પૂજ્યશ્રીએ નવ વર્ષીતપ કર્યા, જેમાં અમના પારણે અડુમથી, છડૂના પારણે છઠ્ઠથી, એકાંતર – તથા ચોથભ– એમ દરેક વર્ષીતપનાં પારણે એકાસણાં કરતા હતા. નવે ચોમાસી તપ-દરેક છડૂના પારણે છડુથી તથા નવમી ચોમાસી તપ અઠ્ઠમથી કરેલ. બે માસી તપ, બેમાસી તપ, દોઢમાસી તપ, અમારી તપ, બસે ને ઓગણત્રીશ છડું–બાર-અડ્રમ-વગતપ, ભદ્રપ્રતિમા તપ એ કરેલ. માસક્ષમણ સિવાય ભગવાન મહાવીરની તપસ્યાના આરાધક હતાં. એક હજાર વીસ સહસ્ત્ર તપ પણ કરેલ. તથા શ્રેણિતપ, સિદ્ધિતપ, વીશસ્થાનક તપ, ૧૬ જેટલી અઠ્ઠાઈઓ, ૧૫૦ કર્મ પ્રકૃત્તિના ઉપવાસ, શંખેશ્વર પાર્શ્વનાથના એકસો આઠ અઠ્ઠમ, ચત્તારી અઢું-દસ-દય-તપ, તેર કાઠિયાના અરૃમ તપ, સોળ ઉપવાસ, દત્ત ઉપવાસ, પંદર ઉપવાસ તથા વર્ધમાન તપની ૪૪ ઓળીએ કરેલ. તેમાં બે છેલ્લી એળીઓ તે એક દિવસ ઉપવાસ અને એક દિવસ આયંબિલ–એ રીતે કરેલ. નવપદજીની ઓળીઓ જીવનપર્યંત ચાલુ હતી. તે ઓળીઓ પણ અઠ્ઠમના પારણે આયંબિલથી ઉત્કૃષ્ટ કરેલ. જ્ઞાનપંચમી તપ, પોષ દશમી તપ, એકાદશી તપ, પૂર્ણિમા તપ, બીજ તપ, અષ્ટમી તપ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org