________________
શાસનનાં શમણીર ]
[ ૫૯૫ સાદવજી જ્ઞાનશ્રીજી વિહાર કરતાં ખંભાત પધાર્યા. તે વખતે સમરતબહેનનાં ત્રીજા નંબરનાં બહેન, જેમણે લગ્નજીવન પછી છ મહિનામાં સંસારથી કંટાળી દીક્ષા લીધેલી અને નવ વર્ષ ચારિત્ર પાળીને સ્વર્ગવાસી થયાં હતાં, તે જોઈને સમરતબહેને શુભ દિને પંન્યાસ શ્રી ચતુરવિજયજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને સાધ્વીજી જ્ઞાનશ્રીજીના શિષ્યા કેવળશ્રીજી તરીકે જાહેર થયાં.
સાધ્વીજી જ્ઞાનશ્રીજીને છ શિષ્યાઓ હતી. તે પછીથી સાદવજી ગુલાબશ્રીજી મહારાજને ખંભાત બોલાવ્યાં. પછી પૂ. પ્રવતિ ની વડા સાધ્વીજી સાથે સુરત ગયાં, ત્યાં તેમને વડી દીક્ષા આપવામાં આવી. સુરત ચાતુર્માસ કર્યું. ત્યાંથી વડોદરા, અમદાવાદ, ધ્રાંગધ્રા આદિ શહેરોમાં ચાતુર્માસ કર્યા. પાલીતાણામાં ચોમાસું કર્યું ત્યારે નવ્વાણું યાત્રા તથા નાની-મોટી તપસ્યા કરી હતી. આ નિમિત્તે ભવ્ય મહોત્સવ પણ થયું હતું. તે વખતે ચોમાસું સાથે રહેનાર શિરપુરવાળાં માણેકબહેનને દીક્ષા આપી, પ્રથમ શિષ્યા મનરમાશ્રીજી તરીકે જાહેર કર્યા. ત્યાંથી ખંભાત ગયાં. ત્યાં પિતાના સંસારી બહેન-ભૂરીબહેનને દીક્ષા આપી, ગુલાબશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી જબશ્રીજી નામે જાહેર કર્યા. ત્યારબાદ દર ગયાં. ત્યાં પોતાના પાંચમા નંબરનાં બહેન ગુલાબબહેનને દીક્ષા આપી સાધ્વીજી કુસુમશ્રીજી તરીકે ઘોષિત કર્યા. તે પછી પિચાભાઈ ચેકસીની પુત્રી ઈચ્છાબહેનને દીક્ષા આપી સાધ્વીજી ઇન્દ્રશ્રીજી નામ આપ્યું. અમદાવાદમાં માંડવીની પિળમાં ભૂરીબહેનને દીક્ષા આપી ભરતશ્રીજી નામ પાડ્યું.
દીક્ષાના પશ્ચીસમા વર્ષે ખંભાત આવ્યાં ત્યાં સુપ્રસિદ્ધ ધર્માત્મા શેઠ શ્રી કસ્તુરચંદ અમરચંદની ધર્મનિષ્ઠ પૌત્રી વિમળાબહેનને તથા ઠાકરશીભાઈની પૌત્રી મંજુલાબહેનને પ્રતિબોધિત કરી, તેઓને દીક્ષા આપી, અનુક્રમે તેમને પિતાનાં શિષ્યા તરીકે વિમળાશ્રીજી અને મંજુલાશ્રીજી નામે ઘોષિત કર્યા. પેટલાદનાં વતની સમરતબહેનને દીક્ષા આપી અને સાધ્વીજી શ્રી મનેરમાશ્રીજીનાં શિષ્યા કુમુદશ્રીજી નામ પાડયું. પાલીતાણું ચાતુર્માસ બાદ જશીબહેન અને ચંપાબહેનને દીક્ષા આપી જશીબહેનને મનોરમાશ્રીજીના શિષ્યા ઇશ્રીજી અને ચંપાબહેનને ઈન્દ્રશ્રીનાં શિખ્યા ચંદ્રાશ્રીજી નામે જાહેર કર્યા. તે પછીનું ચાતુર્માસ અમદાવાદ કર્યું. ત્યાં સમરતબેનને દીક્ષા આપી ભરતશ્રીજીનાંશિષ્યા સુદર્શનાશ્રીજી નામ પાડ્યું. ત્યાર બાદ વડોદરા ચોમાસું કર્યું. ત્યાંથી અમદાવાદથી નીકળેલા શેઠ માણેકલાલ મનસુખલાલના સંઘમાં પાલીતાણા પધાર્યા અને ત્યાં જ ૩૦મું માસું કર્યું.
૩૩ મું ચોમાસું મહારાષ્ટ્રમાં શિરપુર કર્યું. ત્યાંથી વડોદરા ચોમાસું કરી, પાલીતાણા આવ્યાં. ત્યાં સાધ્વીજી મને રમાશ્રીજી કાળધર્મ પામ્યાં. તે ચોમાસું પાલીતાણ કર્યું. ત્યારે સાધ્વીજી ઇન્દ્રશ્રીજી કાળધર્મ પામ્યા. ૪૩ મું મામું વડોદરા કર્યું.
પ્રત્યેક ચોમાસા દરમિયાન પિતાના પરિવારે તપશ્ચર્યા મને અધ્યયનની અનેક પ્રકારની આરાધના કરી તથા શ્રીસંઘને તે દ્વારા પ્રેરણા આપી અને અનેક પ્રકારે શાસનપ્રભાવના કરી. છેલ્લાં પંદર વર્ષથી સ્વાથ્ય સારું નહિ રહેવાથી ખંભાતમાં જ ચોમાસાં કર્યા. સ્થિરવાસ દરમિયાન ખંભાતનાં શ્રી રેવાબહેન પોપટભાઈની સુપુત્રી પ્રભાવતીબહેન તથા મણિબહેન મોહનલાલની સુપુત્રી પુષ્પાબહેન બંનેને સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૧૦ ને દિવસે દીક્ષા પ્રદાન કરી અનુક્રમે પદ્મયશાશ્રીજી અને પુષ્પયશાશ્રીજી નામ આપ્યાં. ત્યાર બાદ પાર્વતીબહેન છોટાલાલની સુપુત્રીઓ દમયંતી અને લલિતાને સં. ૨૦૧૦ મહા વદિ ૧૩ ને દિવસે દીક્ષા, આપી, અનુક્રમે દિવ્યાયશાશ્રીજી અને લલિતાગયશાશ્રીજી નામે ઘોષિત કર્યા. આજે પણ પૂજ્યશ્રીને પરિવાર અનેકવિધ ધર્મ પ્રવૃત્તિઓ દ્વારા આરાધના કરવા-કરાવવા દ્વારા સ્વ-પર કલ્યાણ સાધી રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org