________________
૫૯૪ ]
[ શાસનનાં શ્રમણરત્ન તેમની શિષ્યાઓમાં સાધ્વીજી શાંતિશ્રીજી, શ્રી ગંભીરશ્રીજી, શ્રી કંચનશ્રીજી અગ્રણી હતાં. આ ઉપરાંત તેઓશ્રીને ૧૩ શિષ્યા હતી, જેમાં સાધ્વીજી કુસુમશ્રીજી, કમલાશ્રીજી, સુમંગલાશ્રીજી, વિમલાશ્રીજી, મહિમાશ્રીજી, અંજનાશ્રીજી, સુનંદાશ્રીજી વગેરે મુખ્ય હતાં અને તેમને પરિવાર ૧૫૦ ઉપર પહોંચ્યા હતા, જેમાંથી ૧૨૫ લાવીજીઓ વિદ્યમાન છે. તેમની શિષ્યાપ્રશિષ્યાઓમાં ડભોઈનાં જ ૮૦ સાધ્વીજીઓ છે. ૧૨ ૫ સાધ્વીજીના પરિવારમાં અનેક : તપસ્વી છે. તેમાં વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર સાધ્વીજી અજિતસેનાશ્રીજી છે. બીજાં હર્ષપૂર્ણાશ્રીજી જેવાં ઘણાં સાધ્વીજીઓ ૬૦-૭૦-૮૦ ઓળી સુધી પહોંચ્યાં છે. તે ઉપરાંત સિદ્ધિતપ, માસક્ષમણ, શ્રેણીતપ, સમવસરણ તપ વગેરે અનેક તપસ્યા કરી શાસનની પ્રભાવના કરી રહ્યા છે.
પૂજ્ય સાધ્વીજી શ્રી કલ્યાણજી મહારાજ સં. ૨૦૦૮માં પર્યુષણ પર્વના તહેવારમાં જ કાળાર્મ પામ્યાં. તેઓ છેલ્લાં ત્રણ-ચાર વર્ષ ભેઈમાં જ ચાતુર્માસ સ્થિર રહ્યાં. તે દરમિયાન અનેક રીતે આરાધના કરાવવા દ્વારા જૈનશાસનને જયવંતુ રાખવામાં હરહમેશ જાગૃત રહેતાં હતાં. તેમની ભવ્ય દેહાકૃતિ, પ્રભાવક મુખારવિંદ અને તે પર સંયમની તેજસ્વિતાની આભા સદાય ચળકતી રહેતી.
આવાં ગુણિયલ, ચારિત્રવાન, પરમ ત્યાગી, સેંકડો સાધ્વીજીના વડા પૂ. ગુરણીને ટિ કોટિ વંદના !
ઉત્તમ સંયમી જીવન જીવનાર
પૂ. સાધ્વીજી કેવલશ્રીજી મહારાજ તેવીસમા તીર્થંકર પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામથી પવિત્ર ગણાતી શ્રી સ્તંભનતીર્થ નામની નગરી ગુજરાતની ભૂમિને દીપાવી રહી છે. આવી પવિત્ર ભૂમિમાં જન્મ લે એ જ પરમ ભાગ્યની નિશાની કહેવાય. સ્તંભન પાર્શ્વનાથના નામથી પ્રખ્યાત ખંભાત નગરમાં ઘીયા કુટુંબમાં શેઠ દીપચંદ પાનાચંદ અને તેમનાં ધર્મપત્ની પરસનબેનને બે પુત્રો અને પાંચ પુત્રીઓ હતી; તેમાં ચોથા નંબરની પુત્રીનું નામ સમરતબહેન હતું. આ પુત્રીને જન્મ વિ. સં. ૧૯૪૦માં થયે હતો. એગ્ય વયે તેમનાં લગ્ન ખંભાતના વતની ધર્માત્મા શેઠ અમરચંદ પ્રેમચંદના ચોથા નંબરના સુપુત્ર ડાકરશીભાઈ સાથે થયાં. તેઓને એક પુત્ર અને એક પુત્રી થયાં. દાંપત્યજીવનનાં પાંચ વર્ષ વીત્યાં ત્યાં જ કોલેરાના અસાધ્ય રોગથી ઠાકરશીભાઈનું દુઃખદ અવસાન થયું.
સમરતબહેન વિધવાવસ્થામાં ધર્મ-આરાધના પ્રત્યે વધુ ને વધુ ઢળતાં ગયાં. મહાતીર્થ સમેતશિખરજીની યાત્રા કરી આવ્યાં. પાછાં વળતાં શત્રુંજય-ગિરિરાજની યાત્રા કરવાની ભાવના થતાં પાલીતાણું પહોંચ્યાં. તીર્થની યાત્રા કરી ખૂબ જ આનંદ અનુભવ્યો. વૈરાગ્યભાવ વધુ દૃઢ થયો. તેમાં તપાગચ્છાધિરાજ શ્રી મૂળચંદજી મહારાજના અતિપ્રભાવશાલિની પુણ્યવંતાં પ્રવતિની સાધ્વીજી શ્રી ગુલાબશ્રીજી મહારાજ હઠીસિંગની ધર્મશાળામાં બિરાજમાન હતા. તેમના સંપર્કમાં આવ્યાં. પૂજ્યશ્રીની વાણીને તેમના ઉપર ખૂબ પ્રભાવ પડ્યો અને ચારિત્ર લેવાની ભાવના જાગી. પિતાને નિર્ણય પૂ. ગુલાબશ્રીજીને જણાવ્યું. તેમણે સાધ્વીજી જ્ઞાનશ્રીજીને પરિચય-સહવાસ કરવા ભલામણ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org