________________
૫૮૮ ]
[ શાસનનાં શ્રમણીરત્નો ગયા અને સૌ ખૂબ આઘાત પામ્યાં. હજારો માણસેની આંખો અશ્રુભીની થઈ ગઈ. સૌ પૂજ્યશ્રીના નેહ-મમતા - વાત્સલ્ય, વિદ્વત્તા, વ્યાખ્યાનશૈલી અને માર્ગદશનને યાદ કરીને તેમનાં ગુણગાન ગાવા લાગ્યાં. પૂજ્યશ્રી પલભરમાં મરણશેષ બની ગયાં.
પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાં એવી દિવ્ય નિર્મળતા, પવિત્રતા, સૌમ્યતા, સહદયતા હતી કે સામેની વ્યક્તિ એક વખતમાં કેઈ કાળે ન ભૂલે તેવી છાપ લઈને ઊભી હતી. તેઓશ્રી ધર્મ અને જ્ઞાન વિશે ગંભીર અષક હતાં. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, ષડ્રદર્શન સમુચ્ચય, આગમ, કર્મગ્રંથ, પંચસંગ્રહ અને કમ્મપયડી આદિ કમસિદ્ધાંત તથા જૈનેતર ગ્રંથ તેમ જ આધુનિક જ્ઞાનધારાઓનું ગહન અધ્યયન કરી ચૂક્યાં હતાં. તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી સરળ, રોચક, હૃદયસ્પર્શી, ઓજસ્વી તથા શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિમાં અત્યંત પ્રેરણાદાયી હતી. વાણીમાં અનેખું તેજ અને વેગ હતાં. શ્રોતાને અનાયાસ એ વાણીપ્રવાહમાં ખેંચી લેતાં હતાં. તેમનું દર્શન મનને શાંતિ આપતું, તેમનું સાન્નિધ્ય આત્મિક સુખ પ્રદાન કરતું, તેમનાં ચરણોમાં પ્રીતિરસને આનંદ મળતો, આંખોથી કરુણાપીયૂષ નીતરતું, મૃદુ સ્મિત મનને પ્રસન્નતાથી ભરી દેતું, સરળ વ્યવહાર હૃદયમાં અજુભાવ પેદા કરતા. તેઓશ્રી સફળ પ્રવચનકાર અને સિદ્ધહસ્ત લેખિકા હતાં. તેઓશ્રી સિદ્ધાંતમાં અટલ અને આચરણમાં પ્રસન્ન રહેતાં હતાં.
પૂજ્યશ્રીએ વીસ્થાનક તપ, ત્રણ અઠ્ઠાઈ, છ— જિનતપ, નવપદની ઓળી, પંચમી, દસમી, એકાદશી આદિ તપશ્ચર્યા કરી હતી. આમ, જ્ઞાન-તપ-ચારિત્ર દ્વારા પૂજ્યશ્રીએ ધમપ્રભાવના કરી સંયમજીવનને ઉજમાળ બનાવ્યું હતું. બાલગંજ (આગરા)માં બાળ-યુવા વર્ગને જીવનમાં દેવ-ગુરુ-ધર્મને સુસંસ્કાર માટે જિનમંદિર બનાવવાની પ્રેરણા આપી. આજ એ દિવ્ય, ભવ્ય, નયનરમ્ય જિનાલય પૂજ્યશ્રીની પ્રતિભાના પ્રતીક રૂપે શેભી રહ્યું છે. તેમની પ્રેરણાથી સ્થાપાયેલું
તરુણી મંડળ” પણ જનજાગૃતિના નમૂનારૂપ છે. આમ તે તેઓશ્રીનું સ્થાનક આગરાની દાદાવાડીમાં નિમિત છે, પરંતુ આબાલવૃદ્ધ સૌનાં હૃદયમાં તેઓ હમેશાં બિરાજેલ છે! આવાં પરમ ઉપકારી પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદના.
–સ. શ્રી હર્ષપ્રિયાશ્રીજી મહારાજ
શાસન જ્યોતિ પૂ. સાધ્વીશ્રી સુમતિશ્રીજી મહારાજ ગૌરવવંતી ગુજરાતી ભૂમિ. કલા–કોતરણીથી યુક્ત એવાં દેરાસરોથી શોભતા; તીર્થોથી ગાજતા એવા, કચ્છ પ્રદેશના પાટનગર સમા ભુજ ગામમાં, ધર્મસંસ્કારોથી સુવાસિત શા. નારણજીભાઈના પુત્ર માણેકલાલભાઈના ઘરમાં, મણિબેનની કુક્ષીએ ચૈત્ર સુદ-૧૩ સં'. ૧૯ ને એક પુત્રીરત્નને જન્મ થયો. નામ આપ્યું રમીલાબેન.
ઘરમાં ધર્મના સંસ્કાર તો હતા જ. માતા-પિતાએ ધાર્મિક અભ્યાસ સાથે વ્યાવહારિક અભ્યાસ કરાવ્યું. જન્મ ભુજમાં થયો, પણ ઉછેર અને કેળવણી મદ્રાસ શહેરમાં થયાં. ત્યાં પણ ભાગ્યયોગથી જિનભક્તિ તથા સામાયિક, પ્રતિકમણ વગેરેમાં સારો રસ હોવાથી જિનશાસનના પરમ અનુરાગી બન્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org