SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૮૭ શાસનનાં શ્રમણીરત્ન ! શકે છે. એ માટે સારા ઉચ્ચ કોટિના જૈનદર્શનના અભ્યાસીની વ્યવસ્થા કરી આપીશું. ઇ તે ઘરમાં રહીને જ સાધુ જેવું જીવન જીવી શકે છે.” પરંતુ પદ્માબહેન તે પૂરેપૂરાં વૈરાગ્યના રંગે રંગાઈ ગયાં હતાં. હવે એમને એક એક દિવસ વિતાવ આકરો લાગતો હતો. માતાપિતાને કહી દીધું કે, મારે શીધ્રાતિશીધ્ર દીક્ષા લેવી છે. આ માટે અંતિમ નિર્ણય છે. માત્ર આપ આજ્ઞા આપે.” પિતાજી આજ્ઞા માટે તૈયાર ન હતા. સમય વીતતો ગયે. પદ્માબહેનને ધાર્મિક અભ્યાસ માટે જેનદર્શનના મુખ્ય વિદ્વાન પંડિતશ્રી હીરાલાલ દુગડ પાસે મૂક્યાં. તેઓએ પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ધર્મબિંદુ, તત્વાર્થસૂત્રાદિને સવિવેચન અભ્યાસ કરાવ્યો. એનાથી તેમના જ્ઞાન-વૈરાગ્યને ખૂબ વિકાસ થયેક દાર્મિક સંસ્કારે દઢ થયા. આખરે માબાપને આજ્ઞા આપવી જ પડી. અનેક કસેટીઓમાંથી પસાર થઈને માગશર સુદ ૯ (તા. ૨૪-૧૧-૧૯૬૦)ના શુભ દિવસે અંબાલા શહેરમાં પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પદ્માબહેને દીક્ષા અંગીકાર કરી અને શાસનપ્રભાવિકા સાધ્વીશ્રી જશવંતશ્રીજી મહારાજનાં પ્રથમ શિયા રૂપે સાધ્વીશ્રી પ્રિયદર્શનાશ્રીજી નામે ઘોષિત થયાં. પંજાબ જેવા મેજશોખવાળા દેશમાં ભણેલી-ગણેલી, બી. એ. થયેલી કન્યા યૌવનકાળે જ દીક્ષા ગ્રહણ કરે તેનું આશ્ચર્ય ફેલાયેલું હતું. એટલે લોકો પૂ. સા. શ્રી પ્રિયદર્શીનાશ્રીજી મહારાજનાં દર્શન કરી ન્યતા અનુભવતાં હતાં. પૂજ્યશ્રી ચાર-પાંચ વર્ષ પંજાબમાં – અંબાલા, લુધિયાણા, જાલંધર, જમ્મુ, અમૃતસર વગેરેમાં ધર્મપ્રભાવના કરતાં કરતાં, સતત જૈન-જૈનેતર દશનને અભ્યાસ કરી જ્ઞાનવૃદ્ધિ કરતાં, પૂ. ગુરુણ સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ આદિ પ્રદેશોમાં ધર્મામૃતનું સિંચન કરતાં સમેતશિખરજી, પાવાપુરી, ચમ્પાપુરી, રાજગૃહી આદિ તથા આ ક્ષેત્રમાં આવતી તીર્થકરોની કલ્યાણક ભૂમિઓ તથા અન્ય તીર્થયાત્રાઓ કરતાં કરતાં ઈ. સ. ૧૯૭૦ નું ચાતુર્માસ આગરા કર્યું અને ઈ. સ. ૧૯૭૧માં ગ્વાલિયરમાં એક શિષ્યાને દીક્ષા આપી. ઈ. સ. ૧૯૭૧ નું માસું ઈન્દોર કર્યું. આ વર્ષે ત્યાં સર્વધર્મ સમન્વયી ગણ (વર્તમાનમાં આચાર્ય) શ્રી જનકવિજયજી મહારાજ, દિગાર મુનિ શ્રી વિદ્યાનંદજી મહારાજ, સ્થાનકવાસી મુનિશ્રી લાભચંદજી મહારાજ, મહાસતીજી શ્રી પ્રીતિ સધાશ્રીજી મહારાજ આદિ અનેક સાધુઓનું ચાતુર્માસ હતું. બધાનાં પ્રવચનો એક જ મંડપમાં થતાં હતાં. સર્વમાં ધમેગેષિઓ ચાલતી, ચર્ચાઓ થતી રહેતી; એમાં પૂ. પ્રિયદર્શનાશ્રીજી મહારાજની પ્રતિભા ઝળકી ઊઠતી હતી. હજારો શ્રોતાઓને મંત્રમુગ્ધ બનીને તેઓશ્રીનાં પ્રવચનો સાંભળતાં હતાં એટલું જ નહિ, જેને પણ મોટી સંખ્યામાં આવતા હતા. તે વખતે ઈન્દોરે ઈનપુરીનું રૂપ ધારણ કર્યું હતું એમ કહેવાય છે. ઇન્દોરથી વિહાર કરીને પૂજ્યશ્રી મુંબઈ પધાર્યા. ત્યાં પણ શ્રી આત્માનંદ જૈન સભાના ધર્મબંધુઓએ અનેક સ્થળે પ્રવચનો એજ્યાં. ફલસ્વરૂપ, અરવલભને અમર સંદેશ એક વાર ફરી મુંબઈ શહેરમાં ગુંજી ઊઠયો. મુંબઈથી વડોદરા આવ્યાં. અહી શાંત મૂર્તિ પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસ થયું. તે વખતે સ્વસમુદાયનું વિશાળ સાધ્વીસમેલન એજાયું. ત્યાર બાદ, મુંબઈ અને પાલીતાણાનાં ચાતુમાસ બાદ, ત્રણ વર્ષ વધુ અભ્યાસ કરવા માટે અમદાવાદ સ્થિરતા કરી. ત્યાર બાદ, પંજાબના શ્રીસંઘના સત્યાગ્રહને વશ થઈને પંજાબ તરફ જવાને કાર્યક્રમ બનાવ્યા. ઈ. સ. ૧૯૮૧ નું ચાતુર્માસ આગરા કર્યું. આ ચાતુર્માસ પૂર્ણ થયે વિહાર માટે ક્રમ ઉપાડયાં, ત્યાં આગરાથી ૩૨ કિલોમિટર દૂર, સાદાબાદ પાસે તા. ૩-૩-૮૨, ફાગણ સુદ આઠમે અકસ્માતમાં કાળધર્મ પામ્યાં. આ સમાચાર વીજળીવેગે સર્વત્ર ફેલાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy