SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ન [ પ૭૯ નતમસ્તક બની જાય. તેઓશ્રી પાસે એવી આત્મશક્તિ હતી કે જે માનવ માત્રને ચુંબકની જેમ ખેંચતી. પૂજ્યશ્રીની આકૃતિ ભવ્ય અને આકર્ષક હતી. તેમની વિભૂતિમત્તામાં કોમળતા અને સહાનુભૂતિ સાથે સાહસ અને વિવેકનું અદ્ભુત મિશ્રણ હતું. તેઓશ્રી કેઈ પણ પ્રકારના અન્યાય સામે ભારતીદેવી અને ઝાંસીની રાણી માફક અડગતાથી સામનો કરતાં. મનુષ્ય વિચારવંત પ્રાણી છે, તેથી તેની સતત પ્રગતિનું કારણ વિચારોની આપ-લે કરવાની અને અપનાવી લેવાની ક્ષમતા છે. પૂ. સા. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજે વિચારોની ક્ષમતાથી યુગના નવનિર્માણનું બીડું ઉઠાવ્યું. યુવકવર્ગમાં ઉત્સાહ જગાડ, સ્ત્રી-સમાજને નવી દિશા બતાવી, માનવસમાજને સાચે રાહ દર્શાવ્યો. ધર્મને માત્ર ક્રિયાકાંડો અને દેરાસરો પૂરતો જ મર્યાદિત ન બનાવી, તેને વ્યવહારમાં ઉતારવા સમજાવ્યા. પિતાના વિચારો અને વાણીના બળે અનેક સંસ્થાઓનું નિર્માણ કરાવ્યું. ધર્મ, જ્ઞાન અને સંસ્કારની સંસ્થા, વ્યક્તિના ઉદ્ધારની સંસ્થા, અને સ્વયં એક સંસ્થા સ્વરૂપે હતાં. વર્તમાન સમયમાં સાધ્વીસમુદાયમાં સૈકાઓમાં ક્યારેક જ જોવા મળે એ વિરલ પ્રતિભા હતાં. એક સાધ્વીજી મહારાજ પિતાના એકસઠ વર્ષ જેટલા જીવનકાળ દરમિયાન, આટલાં બધાં મોટાં મોટાં કાર્યો કરી કરાવી શકે એ જેવીતેવી સિદ્ધિ નથી. પરિશુદ્ધ ચારિત્રપાલન, અનન્ય પ્રભુભક્તિ, દઢ આત્મવિશ્વાસ, વિશદ વિચારશક્તિ, અડગ શ્રદ્ધા, પરમ ગુરુભક્તિ, બીજાનાં હૃદયને જીતવાની સહજસાધ્ય ધર્મકળા, અપાર વાત્સલ્ય, નિરંતર પ્રસન્નતા, ઊંડી સમજશક્તિ, અખી દીર્ઘદૃષ્ટિ, તાજગીભરી સ્મૃતિશક્તિ, આવશ્યક વ્યવહારદક્ષતા, પાત્રાનુસાર સદુપદેશ જેવાં વ્યાવહારિક અને આધ્યાત્િમક ઉચ્ચ સગુણાને સુભગ સમન્વય પૂજ્યશ્રીમાં થયો હતો. પૂજ્યશ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ગૃહસ્થાશ્રમમાં રાજકેટ પાસેના સરધાર ગામના વતની હતાં. તેમનો જન્મ વિ. સં. ૧૯૮રના ચૈત્ર સુદ ૭ને દિવસે સરધારમાં થયો હતો. પિતાનું નામ ડુંગરશીભાઈ માતાનું નામ શિવકુંવરબેન અને સ્વનામ ભાનુમતી હતાં. પિતા મુંબઈમાં કાપડના વેપાર કરતા. માતાપિતાનાં બે પુત્રો અને બે પુત્રીઓમાં ભાનુમતી સૌથી નાનાં હતાં. સમગ્ર કુટુંબ સુખ-સમૃદ્ધિમાં જીવન વ્યતીત કરતું હતું. પરંતુ વિધિની વકતાને એ મંજૂર ન હતું. ભાનુબહેનની બે વર્ષની ઉંમરે પિતાની છાયા ગુમાવી અને ત્યાર પછી શિવકુંવરબહેનના જીવનમાં સ્વજન ગુમાવ્યાના આધાત ઉપરા-ઉપરી આવ્યા હતા. પહેલાં મેટા પુત્રનું અને પછી મોટી પુત્રીનું અવસાન થયું. નિરાધાર બનેલાં શિવકુંવરબહેન એક પુત્ર અને એક પુત્રીને લઈને સરધાર આવીને રહ્યાં. થોડા સમયમાં એમને સેળ વર્ષનો બીજો પુત્ર પણ અવસાન પામ્યું. હવે કુટુંબમાં માત્ર પોતે અને દીકરી ભાનુમતી –એમ બે જ રહ્યાં. સ્વજનોને વિયોગ, વૈધવ્ય અને આર્થિક ચિંતા-એવા ત્રિવિધ તાપમાં એમનું જીવન વ્યતીત થતું હતું. મન ધીમે ધીમે ત્યાગ અને વૈરાગ્ય તરફ વળતું જતું હતું. ધમનું શરણ સાંત્વન આપવા લાગ્યું હતું. એવામાં મા-દીકરી શત્રુંજયની યાત્રાએ ગયાં અને દીક્ષા લેવાના અનેરા ભાવ જાગ્યા. વિ. સં. ૧૯૫માં પાલીતાણામાં સિદ્ધગિરિની પવિત્ર છાયામાં પ. પૂ.વલભસૂરિજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લીધી. શિવકુંવરબહેનનું નામ સા. શ્રી શીલવતીશ્રીઓ અને ભાનુમતીબહેનનું નામ સા. શ્રી મૃગાવતીશ્રીજી રાખવામાં આવ્યું. પૂ. મૃગાવતીશ્રીજી પૂ. શીલવતીશ્રીજીનાં શિષ્યા થયા. માતા-પુત્રી હવે સંયમના માગે ગુરુ-શિષ્યા થયાં. પૂ. શીલવતીશ્રીજી મહારાજ વિનમ્રતા અને વત્સલતાની મૂતિ સમાં હતાં. પિતાની પુત્રી-શિખ્યા સાધ્વીજી મૃગાવતીશ્રીજીને જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં સુસજજ કરીને આત્મસાધનાના ઉજજવળ પંથ તરફ દોરી જવાની એમની ભાવના હતી. એ માટે એમણે સતત લક્ષ આપ્યું. પોતાની માતા પૂ. શીલવતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy