SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૮ } [ શાસનનાં શમણીરત્નો પાર્શ્વનાથ ભગવંતની મૂતિ બનાવી પુનઃ પ્રતિષ્ઠા કરાવ. રાજાએ આ ઉપદેશથી પુનઃ મૂતિ બનાવરાવી. પાલણવિહારમાં મૂર્તિની સ્થાપના કરી, તે મેટા દેરાસરમાં હમેશાં ૮૪ શેઠિયાઓ પાલખીમાં બેસીને દર્શને આવતા. પ્રતિદિન ૧૨ મણ સોપારી અને ૧૬ મુંડા (૮૦ મણ) ચેખા આવતાં. સમ્રાટ અકબર-પ્રતિબોધક જગદ્ગુરુ હરસૂરિજી મહારાજને જન્મ તથા સેમસુંદરસૂરિજીનો જન્મ પણ આ જ નગરીમાં થયો હતો. આવી મહાન ધર્મપરાયણ નગરીમાં ધર્મિષ્ઠ વાલજી ગાંધીના કુળમાં પરસનબેનની કુક્ષીએ સં. ૧૯૫ત્ના પિષ વદ ૧૩ને દિવસે એક પુત્રી નો જન્મ થયે. માતાપિતાએ નામ પાડ્યું લીલાવતીબહેન. યૌવનમાં પ્રવેશતાં તેમનું લગ્ન પરીખ કુટુંબમાં મનસુખભાઈ સાથે થયું. પણ કર્મસંયોગે બે વરસના અલ્પકાળમાં જ મનસુખભાઇને સ્વર્ગવાસ થયે. આ ધર્મનગરીમાં અવારનવાર સાધુ-સાધ્વીજી મહારાજેનું આવાગમન રહેતું જ. તેઓની ધર્મદેનાથી લીલાવતીબહેન વૈરાગ્યવાસિત થયાં અને સં. ૧૯૯૯ના ફાગણ સુદ ૨ ને શુભ દિને દીક્ષા ગ્રહણ કરી. પંજાબ કેસરી શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી મહારાજનાં આજ્ઞાતિની પૂ. સા. શ્રી ચિત્તશ્રીજી મહારાજનાં દિવ્યા રૂપે વિજ્ઞાનશ્રીજી નામે ઘોષિત થયાં. તેઓશ્રીની સાથે બીજી બે બહેનોએ દીક્ષા અંગીકાર કરી, સાધ્વી કુમુદશ્રીજી તથા સાધ્વી જયશ્રીજી તેઓનાં શિષ્યા થયાં. પૂજાથી વિજ્ઞાનશ્રીજી મહારાજનું જીવન જ્ઞાન-દયાનથી અલંકૃત હતું. નમ્રતા, વિનય, ક્ષમા આદિ ગુણોથી યુક્ત હતું. દરેક જીવ પ્રત્યે તેઓશ્રીને વાત્સલ્યભાવ અનન્ય હતા. મા પણ પિતાનાં બાળકને જેટલો પ્રેમભાવ ન આપે, તેટલે વાત્સલ્યભાવ પૂજ્યશ્રી પોતાની શિષ્યા-પ્રશિષ્યાઓ પ્રત્યે દર્શાવતાં. પૂજ્યશ્રીના આ વિશિષ્ટ ગુણને લીધે તેમણે ખૂબ લોકાર પ્રાપ્ત કરેલ હતા. તેઓશ્રીએ પાલનપુર, પાટણ, પાલીતાણા, ભેઈ, જૂનાગઢ, જામનગર, માળવા, મહિપુર, સુરત, નવસારી, અને મહારાષ્ટ્ર પ્રાન્તમાં પણ અનેક ચાતુર્માસ કર્યો. દિવસે દિવસે શિષ્યા-પ્રશિષ્યાઓને પરિવાર વધતો રહ્યો. તેઓશ્રીના ઉપદેશથી પાલનપુરમાં પરીખ કુટુંબે પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપ કરાવ્યાં. આલામાં “વિજ્ઞાન પાઠશાળા નું નિર્માણ થયું. ૭૫ વર્ષની વય સુધી અપ્રમત્તપણે વિહાર કર્યો. તેઓશ્રીને સં. ૨૦૩૫ના મહા સુદ પને દિવસે પ્રવતિની પદવી આપવામાં આવી. તે વખતે આકલા સંઘને ઘણો જ હર્ષ છે. પરંતુ કુદરતનો સંકેત અગમ હોય છે. એચિંતા યમરાજાની સવારી આવી અને સં. ૨૦૩પની વૈશાખી બે પૂજયશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. માતા સમાન વાત્સલ્યભાવથી ભજવતાં પૂ. ગુરુદેવને ભાવભીની અનેકાનેક વંદના ! પૂર્ણિ જૈન શાસન ભારતી, જેને સમાજનું ગૌરવ, અનેક શાસન પ્રભાવક કાર્યોના પ્રણેતા, પ્રગતિશીલ ચિંતક મહત્તરા પૂ. સાધ્વીવર્યા શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ વિશાળ તેજસ્વી મસ્તક, નિશ્ચલ સૌજન્ય, કરુણાસભર નયને, સુખદુઃખમાં સદાય ખીલેલે ગુલાબના ફૂલ જે ચહેરે, નેહામૃત વરસાવતી દષ્ટિ, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની પાવન મર્યાદાઓ પ્રતિ હણ, આસ્થાવાન, શુદ્ધ ઉજજવળ ખાદીધારી સાધ્વી શ્રીજીના પ્રથમ દર્શન જ દર્શકને પરમ શાંતિનો અનુભવ કરાવતાં. તેઓશ્રી સમક્ષ એક જ વાર ઉપસ્થિત થનાર સદા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy