________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ પપ૭ સિદ્ધગિરિ દાદાના દર્શન કરી ધન્ય થયાં. ત્યાંથી ખંભાત આવ્યાં. ત્યાં પ્રથમ શિષ્યા કાન્તિશ્રીજીને ક્ષય થવાથી પાંચ વર્ષના દીક્ષા પર્યાયને પાળી સ્વર્ગવાસી થયાં.
ત્યાંથી વિહાર કરી વડોદરા પધાર્યા. ત્યાં શ્રી હંસવિજયજી મહારાજની નિશ્રામાં ચોમાસું રહ્યાં. ત્યાં પૂ. શ્રી ચંપાશ્રીજી અને પૂ. શ્રી કુસુમશ્રીજી અનુક્રમે ત્રીજા અને ચોથા શિષ્યા થયાં. ત્યાંથી વિહાર કરી દીક્ષાભૂમિ સુરત પધાર્યા. ત્યાં નાણાવટી શ્રી સીમંધરસ્વામીન ઉપાશ્રયે ચોમાસુ રહ્યાં. શ્રીસંઘમાં અક્ષય નિધિ તપની આરાધના કરાવી. લોકમાં અપૂર્વ ઉત્સાહ ફેલાયે. ચોમાસુ ઉતર્યો વિહાર કર્યો. વિહારમાં સૌભાગ્યશ્રીજી માંદાં પડ્યાં. તેમને પણ ક્ષયરોગ લાગુ પડ્યો. તેમની દવા માટે સુરત આવ્યા પરંતુ થોડા સમયમાં પૂ. સૌભાગ્યશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યાં. પૂજ્યશ્રી સુરત પાસેના બોઢાણ ગામે સ્વર્ગવાસી થયાં હતાં, એટલે પૂ. કપૂરશ્રીજી મહારાજ ચોમાસું ત્યાં જર હ્યાં. ત્યાંના સંઘમાં બે પંથે પડી ગયા હતા તેમાં એક્તા કરાવી. ચાતુર્માસ બાદ વડોદરા પધાર્યા. એમાસામાં સમવસરણ આદિ તપશ્ચર્યા કરીને, સુખપૂર્વક માસું કરીને, અમદાવાદ, પાટણ થઈને ડીસા પૂ. શ્રી હંસવિજયજી મહારાજને વંદન કરવા ગયાં. ત્યાં શ્રી ચંપાશ્રીજી માંદાં પડ્યાં. થોડું સારું થતાં વિહાર કર્યો. રસ્તામાં તબિત વધુ બગડતાં બે દિવસમાં મહેસાણું પહોંચ્યાં. પરંતુ તેઓશ્રીને દવાની કંઈ અસર થઈ નહિ અને કાળદૂતના પ્રાણ થઈ ગયાં. આવા વિષમ સમયમાં પૂ. ગુરુદેવે ધીરજ રાખી મન સ્થિર રાખ્યું, જીવનમાં કટની સીમા ન રહી. તેમ છતાં, દેવ કહે કે હજી પણ ખરેખરી કસોટી આવવાની છે. કારણ કે, દેવને પુષ્ટ થતાં કે તુષ્ટ થતાં વાર લાગતી નથી. ડા સમયમાં ચોથી શિષ્યા કુસુમશ્રીજી પણ માંદગીના બિછાને પડ્યાં. શ્રાવક-શ્રાવિકાઓએ બનતી દરેક જાતની ભક્તિ કરવામાં ખામી ન રાખી. પૂજ્યશ્રીએ પિતાનાં ગુરુબહેન હેમશ્રીજીને તેડાવવા પત્ર લખ્યો. તેઓશ્રી પત્ર મળતાં મારવાડની યાત્રા પડતી મૂકી અમદાવાદ પધાર્યા. આ વખતે પાટણમાં પૂ. શ્રી હંસવિજયજી મહારાજની તબિયત નરમ થતાં ત્યાં જવાની ફરજ અને ઘણી ઇચ્છા હોવા છતાં કુસુમશ્રીજીને છેડીને જઈ શક્યાં નહિ. આખરે, ચોથી શિષ્યા પણ ચિર વાટે ચાલતાં થયાં.
આ રીતે ૩૦ વર્ષ કસોટીમાં પસાર થઈ ગયાં. સૌએ પાંચ-છ વર્ષ સંયમ પાળી, આત્મસાધના કરી, એક જ ક્ષયરોગથી વ્યાપ્ત થઈ ચિરવિદાય લીધી! કેવી વિચિત્ર ઘટના પૂજ્યશ્રી ત્યાંથી ગુબેન સાથે સિદ્ધગિરિ આવ્યાં. ત્યાં નવ્વાણું તથા ચોમાસું કર્યું. જેમાસામાં માસક્ષમણ આદિ તપસ્યા કરી. ચોમાસું ઊતયે ભાણવડ રહ્યાં. ત્યાં માસમાં ભાઈબહેનોમાં અપૂર્વ જાગૃતિ કરાવી. ત્યાંથી જામનગર પધાર્યા. ત્યાં ઊજમબહેનને દીક્ષા આપી, પાંચમા શિષ્યા શ્રી પ્રિયંકરશીજી નામે ઘેષિત કર્યા. તેઓશ્રી ઉંમરલાયક હતાં, છતાં ૩૨ વર્ષ સંયમ પાળી, લગભગ ૮૭ વર્ષની વયે સદ્ગતિ પામ્યા. જામનગરથી વડોદરા, જંબુસર આદિ સ્થળોએ ચાતુર્માસ કરી, કચ્છ-મારવાડની યાત્રા કરતાં પાલનપુર અને પાટણ પૂ. આ. શ્રી વિજયવલભસૂરિજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસ કર્યા. ત્યાંથી શંખેશ્વર, પાનસર, ભાયણ આદિ તીર્થોની યાત્રા કરતાં વડોદરા પધાર્યા. ત્યાં તેમ જ ડભેઈ, ખંભાત ચોમાસાં કરીને પુનઃ વડેદરા પધાર્યા. ત્યાં પૂજ્યશ્રીના સંસારી ભાઈની પુત્રીને દીક્ષા આપી વિનોદશ્રીજી નામ આપ્યું અને બીજી બહેનને દીક્ષા આપી યશકીતિશ્રીજી નામ આપ્યું. યશકીતિ શ્રીજીને ત્રણ શિષ્યાઓ- કિરણયશાશ્રીજી, મેરુશીલાશ્રીજી તથા મહાયશાશ્રીજી થયાં.
- પૂ. આ. શ્રી વિજ્યવલભસૂરિજી મહારાજની આજ્ઞાનુવતિની પ્રવતિની સાધ્વીશ્રી માણેકશ્રીજી મહારાજ સં. ૨૦૧૭ મહા વદ તેરસે ઇંદેરમાં કાળધર્મ પામ્યાં. તેથી પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે પૂ. શ્રી કપૂરશ્રીજી મહારાજને વડોદરામાં પ્રવર્તિની પદથી વિભૂષિત ક્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org