________________
પંજાબ કેસરી પૂજ્યપાદ આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સા. નાં
સમુદાયવર્તિની શ્રમણીરત્નો પંજાબ કેસરી પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ એક યુગદ્રષ્ટા અને દૂરદશ આચાર્યા હતા. તેમણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણી-સમજીને જૈન શાસનની પ્રભાવનાના અનેક સ્તુત્ય કદમ ઉઠાવ્યાં હતાં.
સાતે ક્ષેત્રના વિકાસ માટે તેમનું ઘણું મોટું યોગદાન રહ્યું છે. શિક્ષણક્ષેત્રમાં અને સાધમિક બંધુઓના ઉત્થાન માટે પૂજ્યશ્રીએ ઘણું મટી જનાઓને મૂત સ્વરૂપ અપાવવા સફળ એવી પ્રેરણુ કરી છે.
સાધુસાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં સાધ્વી સમાજના ઉત્થાન માટે પૂજ્યશ્રીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. સાવી સમુદાયને સુશિક્ષિત કરવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. ઉપરાંત જ્યાં સાધુ મહારાજને અભાવ માલૂમ પડે ત્યાં ત્યાં તેવાં ક્ષેત્રમાં સાધ્વીઓને વ્યાખ્યાન આપવાને પણ અધિકાર આપેલ છે. સાધ્વીસમાજ જૈન શાસનનું મહત્ત્વપૂર્ણ અંગ છે. શાસનસેવા માટે શ્રમણુઓની શક્તિને નવી દિશા બતાવી. ખાસ કરીને ઉત્તર ભારતમાં જ્યાં સાધુઓનું વિચરણ બહુ ઓછું જોવા મળે છે તેવા પ્રદેશોમાં સાધ્વીઓએ જૈનધર્મના પ્રચાર દ્વારા શાસન પ્રભાવનાને મહાન લાભ આપે છે.
પ્રવતિની વિદૂષી સાધ્વીશ્રી દાનશ્રીજી, પ્રવતિની સાવીશ્રી કપૂરશ્રીજી, સાધ્વીશ્રી હેમશ્રીજી, સાધ્વીશ્રી ચિત્તશ્રીજી, સાધ્વીશ્રી જડાવશ્રીજી, સાધ્વીશ્રી લક્ષ્મીશ્રીજી, સાધ્વીશ્રી સંપતશ્રીજી આદિ સાધ્વીજીઓએ શાસનનાં અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે.
મહત્તરા સાથ્વી શ્રી મૃગાવતીશ્રીજી, વિદુષી સાધ્વીશ્રી ઓમકારશ્રીજી, સાધ્વીશ્રી સુજ્ઞાનશ્રીજી, સાધ્વીશ્રી પદ્મલતાશ્રી, સાધ્વીશ્રી સુમતિશ્રીજી, અને સાધ્વીશ્રી સુમંગલાશ્રીજી આદિ અનેક વિદુષી સાધ્વીઓ વર્તમાનમાં પણ ગુવલ્લભના વિચારેને સાકાર કરવા માટે સક્રિય કાર્ય કરી રહ્યાં છે.
પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મ. સા. ના પટ્ટધર જિનશાસનરતન આચાર્યશ્રી સમુદ્રસૂરીશ્વરજી મહારાજ અને વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી વિજયઈન્દ્રદિનસૂરીશ્વરજી મહારાજે પણ સાધ્વી સમુદાયને શિક્ષણની દિશામાં અને શાસનનાં કાર્યોમાં ગુરુ વિજયવલ્લભસૂરિજીના વિચારે અનુસાર કાર્ય કરતા રહી નિરંતર પ્રેરણા આપી છે. આ સમુદાયની સાધ્વીસંખ્યા હાલમાં ૨૨૫ હેવાનું જણાય છે.
– સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org