________________
૫૪૦ ].
[ સનનાં શમણીરત્ન છતાં વડીલ-ગુણીની આજ્ઞા શિરસાવંઘ કરીને રસીલાબહેને શ્રી જયપદ્માશ્રીજી મ. ના ચરણે જીવનસમર્પણ કરીને સંયમસાધનાનો પ્રારંભ કર્યો. બંને બહેન-સાધ્વીજીઓની સુંદર સાધનાની અસર નાની બહેન મનેરમા પર પણ થઈ. અને તેઓ ૨૦૨૬ ની સાલમાં વૈશાખ સુદ ૧૦ મના શુભ દિવસે સંયમ સ્વીકારીને શ્રી મનેભદ્રાશ્રીજી તરીકેનું નામાભિધાન પામ્યાં. શ્રી મહાભદ્રશ્રીજીનાં શિષ્યા તરીકે એમની સંયમસાધના આગળ વધવા માંડી. ત્રણેય બહેન-સાધ્વીજીએ સાધ્વીસમુદાયમાં અનેક રીતે અનોખા તરી આવતાં. એમાંય સા. શ્રી મહાભદ્રાશ્રીજીનું જીવન તે અનોખું જ હતું.
પરમ તપવી. નિઃસ્પૃહ શિરોમણિ પૂજ્ય સાધ્વીજીશ્રી પ્રશમપ્રભાશ્રીજી મહારાજ
સંસારિક નામ : શ્રીમતી પાનીબહેન
પિતાનું નામ : શેઠશ્રી જીવરાજભાઈ માતાનું નામ : શ્રીમતી સુનીબહેન
પતિનું નામ : શેઠશ્રી ગંગારામજી પુત્રનું નામ : જગરાજભાઈ (હાલ આચાર્યદેવશ્રી) વિજ્ય જિનચંદ્રસૂરીશ્વરજી મ. સા. પુત્રીનું નામ: શ્રીમતી વિદ્યાકુમારી
ભાઈનું નામ : શ્રી રાજમલભાઈ જન્મ સ્થળ : ધાણેરાવ (રાજસ્થાન)
લગ્નસ્થળ : સાદડી (રાજસ્થાન) વ્યવસાયસ્થળ : મુંબઈ સમુદાય : પૂ. બાપજી મહારાજ
દીક્ષાસ્થળ : સાદડી દીક્ષિત નામ : પૂ. સાધ્વીજી શ્રી પ્રમપ્રભાશ્રીજી મહારાજ
અવની પર જેટલા જન્મ લે છે તે સૌ મૃત્યુ પામતા હોય છે; પણ જે જીવાત્મા જન્મ લઈને ધર્મસાધના, આરાધના, શાસનપ્રભાવક કાર્યો અને સંયમસાધનામાં ઉજમાલ બને છે તેમને જગત કયારેય પણ ભૂલી શકતું નથી.
ધામિક પરિવારમાં જન્મેલાં તેમ ધાર્મિક પરિવારમાં પરણેલાં. પતિનું નામ શ્રી ગંગારામજી હતું. સૌમ્ય, પરગજુ અને સેવાભાવી સ્વભાવને કારણે સૌનાં પ્રીતિપાત્ર બનેલાં, સુખી પરિવારમાં હોવા છતાં ધર્મમય જીવન જીવવા સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં મગ્ન રહે. શ્રી મુનિસુવ્રતસ્વામી, ભગવાન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન, શ્રી સુમતિનાથ ભગવાન, તેમ જ જલમંદિર સાથે શ્રી મહાવીર સ્વામી ભગવાન આદિ જિનબિંબો ભરાવીને પ્રતિષ્ઠાને લાભ લીધેલ. સ્વખર્ચે ઉપધાનતપની આરાધના, શ્રી શાંતિસ્નાત્ર પૂજન, શ્રી સિદ્ધચક્રપૂજન, શ્રી વીશસ્થાનક પૂજન-ઉદ્યાપન મહોત્સ, આદિ કરાવેલાં. કલ્યાણક તીર્થોની યાત્રા આદિ કરીને જીવન પાવન કર્યું. શ્રાવકજીવનના અગ્રિમ કર્તવ્યરૂપ ત્રણેય ઉપધાન તપની આરાધના કરીને સૂત્રોના અધિકારી બનેલાં.
વિ. સં. ૨૦૧૭ના ફાગણ વદિ ૭ના શુભ દિવસે સાદડી મુકામે શાંતિનાત્ર સમેત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org