________________
શાસનનાં શ્રમણીરત્ન
[ ૫૩૩
રોજ ચાર-પાંચ સામાયિક તા નિયમિત કરવાનાં જ. અને જે દિવસે પુરુષા બહારગામ ગયા હૈય ત્યારે, પાતે ઉપવાસ કરી લે જેથી સાત-આઠ સામાયિક થઈ અને નિરાંતે ગેાખી શકાય.
નાનપણથી જ પાતે ઉભયકાળ આવશ્યક ક્રિયા, ઉકાળેલુ પાણી, અષ્ટપ્રકારી જિનપૂજા, સામાયિક, નિયમિત વ્યાખ્યાનશ્રવણ વગેરે શરૂ કીધાં અને પછી એક દિવસ પણ તેમાં સ્ખલના આવવા દીધી નહિ.
ગમે તેવા કામકાજને! બેજો હાય પણ પાતે વ્યાખ્યાનશ્રવણ કદી ચૂકે નહિ. તેમાં પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ, પૂ. પાદ્ આ. મેઘસૂરીશ્વરજી મહારાજ પૂ. પાદ આ. દાનસૂરીશ્વરજી મહારાજ આદિ આચાર્ય ભગવંતાની વૈરાગ્યભરી વાણીનું શ્રવણ કરતાં પેાતાને સ`સારની અસારતા સમજાતાં અભિગ્રહ લીધા કે, સૌથી નાનું બાળક પાંચ વર્ષનુ થયા પછી જો પોતે સયમ ન લે તે છ વિગઈ ના ત્યાગ કરવા, છ મહિના સુધી છ વિઞઈ ના ત્યાગ તેઓશ્રીને રહ્યો અને પછી પેાતાની પાછળ કુટુંબની દરેક વ્યક્તિની બરાબર સંભાળ લેવાય તેવી અંદરખાનેથી બધી વ્યવસ્થા કરીને પોતે છાનાંમાનાં જ અમદાવાદ જઇને પૂ. આ. મેઘસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ૪૫ વર્ષની ઉંમરે વિ. સ', ૧૯૯૦ના અષાડ સુદ બીજના દિવસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. તેઓશ્રી કહેતાં કે “આદ્યેા હાથમાં આવતા જ જાણે અનંત સ'સારનેા ભાર માથા પરથી હળવા થઈ ગયા હોય એવા અનુભવ થયા.”
ચંપાબહેન પૂ.સા. પ્રભજનાશ્રીજી મહારાજનાં શિષ્યા ચંદ્રોદયાશ્રીજી તરીકે તે
જાહેર થયાં.
દીક્ષા લીધી તે દિવસથી માંડીને તેઓશ્રી આ કાળમાં શકય એવી રત્નત્રયીની આરાધનામાં અપ્રમત્તપણે જોડાઈ ગયાં. પોતાનાં ગુરુણીજીની હયાતી સુધી પોતે ગુરુજીની ચરણસેવા છેડી નિહ. ગૃહસ્થપણાથી શરૂ કરેલ ચૌદશના ઉપવાસ જીવનના છેડા સુધી કર્યાં. વર્ધમાન તપની ઓળી કરી. એકાંતર પાંચસા આયંબિલ તેમ જ લાગટ દેઢસા, અઢીસે અને ત્રણસે આયખિલ કર્યાં. ગૃહસ્થપણાથી જ જીવનભર પાંચ તિથિ છ વિગઈ ના ત્યાગ તેમ જ ચાતુર્માસ છ અઠ્ઠાઈ અને બાર તિથિના દિવસેામાં લીલેાતરીત્યાગના અભિગ્રહ હતા. કાંધાના છઠ્ઠું અઠ્ઠમ વગેરે વૃદ્ધાવસ્થામાં તેમજ બિમારીમાં પણ કરતાં, અને માંડલના છેલ્લા ચાતુર્માસમાં તેણે સલેખના ન કરતા હોય, તેમ દર વર્ષ કરતાં અનેકગણા વધારે ઉપવાસ, છઠ્ઠુ અને આંબિલ પેાતે ઉપરાઉપરી કર્યાં. નવકારશી પારવી તેા ગમે જ નહિ.
તેઓશ્રીના લગભગ પચ્ચીસ સાધ્વીના પરિવાર હતા. સમતાગુણુ તા એવી અજોડ કેટના કે ઊ'ચે સાદે ખેલતાં કાઈ એ તેમને સાંભળ્યાં જ નહિ હાય. દરેક સાધ્વીએ પ્રત્યે વાત્સલ્યભાવ પણ અપૂ. જિનદન, ગુરુવંદન અને દરેક ક્રિયામાં વિધિના રાગ હતા. તેના કારણે ૮૭ વર્ષની ઉમરે પણ એકેએક પ્રતિમાજીને પંચાંગ પ્રણિપાત પૂર્ણાંક ખમાસમણ દેતાં.
ઝી’ઝુવાડા ગામમાં બિરાજમાન હતાં છેલ્લા દિવસ વિ. સં. ૨૦૩૧ના મહા વદ ૧ ને દિવસ. તે દિવસે આખા દિવસ જ્ઞાનધ્યાનની અપ્રમત્તપણે પ્રવૃત્તિ કરી, ઊભાં ઊભાં પ્રતિક્રમણ સાંજે કર્યુ. સથાય બાદ રાતે લગભગ બે વાગ્યે ઊઠયાં. બેઠાં બેઠાં ‘ અરિહંત” ‘અરિહંત' ખેલવા લાગ્યાં, હાથના વેઢા ફરવા લાગ્યા, શ્વાસ ધીમા પડતા જણાતાં બધાએ નવકારમંત્ર સભળાવવા માંડયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org