________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ પ૨૯
૧૯૭૪ ના મહા સુદ પાંચમ (વસંત પંચમી) શુભ દિવસે જન્મ થયે. ખૂણામાં પડેલો નાનકડો હિરે શું ઝળક્યા વગર રહે ખરો? આ નાનકડી બાળકીનું નામ પાડ્યું સુનંદા. વ્યાવહારિક શિક્ષણની સાથે આધ્યાત્મિક શિક્ષણ પણ આપવામાં આવ્યું. બાલ્યવયથી જ સુસંસ્કારોનું સિંચન કરાયેલ હતું. તેઓશ્રી હંમેશાં સામાયિક, પૂજા, પ્રતિકમણ, ધાર્મિક અભ્યાસ, નવકારશી, ચોવિહાર આદિ કરતાં. તેમણે રાત્રીજન તે જીવનમાં કદી કર્યું જ નથી. નાની ઉંમરથી જ સંસારની અસારતાને સમજી સંયમની ભાવના વિશેષ વિકસિત બનતી ગઈ. વિષયે અને કષાયોરૂપી કીચડમાં નહિ ફસાતાં પિતાની જીવનરૂપી નૌકાને સંસારસાગરથી પાર ઉતારવાની ઝંખના જાગૃત થઈ અને ત્યાગ માગને સ્વીકારવાની ઉત્સુકતા જાગી, અને સવંત ૧૯૮૯ ની સાલમાં ૧૫ વર્ષની નાની વયમાં સંયમધમને સ્વીકાર કર્યો.
પરમ પૂજ્ય દીઘસંયમી દીર્ધાયુષી સંઘસ્થવિર મહાતપસ્વી શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાવતી દીર્ઘચારિત્રી શાંતમૂતિ બ્રહ્મચર્યનિષ્ઠ પૂજ્ય હીરશ્રીજી મહારાજ સાહેબનાં શિષ્યા સમભાવી પૂ. દેવશ્રીજી મહારાજશ્રીનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું, જેઓ સુનંદાબહેન મટીને સાધ્વીજી સુચનાશ્રીજીના નામથી વિભૂષિત બન્યાં.
દીક્ષાના પ્રથમ દિવસથી જ ગુરુ-સમર્પણના મહાન પૂજારી બન્યાં, સ્વાધ્યાય, સહનશીલતા અને સમતાના, ત્રિવેણી સંગમને આત્મસાત્ કર્યો. સંયમી દેહને આસેવનશિક્ષા. અને ગ્રહણશિક્ષારૂપી હારવડે શુશોભિત કરી દીધા. ઈચ્છાકારાદિ દશવિધ સમાચારરૂપી મુગટને ગુરુ-આજ્ઞારૂપી રેશમની દોરી વડે બાંધી દીધા. આમ પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતા આદિ આભૂષણેથી ભૂષિત બની સાચા અર્થમાં (સંસારી મટી) મહારાજા બની ગયાં.
બાલ્યવયથી જ વાતો ઓછી અને કામ ઘણું કરવાનો સ્વભાવ હોવાથી સારોય દિવસ જ્ઞાન ધ્યાન અને ભક્તિમાં પસાર થતો. પૂજ્ય દાદી , પૂજ્ય ગુરુ મહારાજ ગુરુ બહેનો વગેરે અનેક માળીઓ દ્વારા સંયમનું સિંચન થતાં આ પુ૫ દિવસે દિવસે ખીલવા લાગ્યું અને વિસ્વર થતું ગયું. અપ્રમત્ત અને ઉત્સાહપૂર્વકની ગુરુની અને વડીલેની ભક્તિમાં રક્ત બન્યાં, જેના કારણે પૂજ્ય ગુરુદેવની અસિમ કૃપાદૃષ્ટિ, પૂજ્ય વડીલોની અમીદષ્ટિને મેઘ આ પુષ્પ ઉપર નિરંતર વરસવા લાગ્યા. અને ગુરુદેવ જ્ઞાની બન્યાં, તપસ્વી બન્યાં, ભક્તિકારક બન્યાં. મહાન બન્યાં. સ્વયંપિતે શિષ્યામાંથી ગુરુ બન્યાં. અનેક આત્માના ઉદ્ધારક બન્યા.
પિતે ગુરુ હોવા છતાં પણ ઊભાં ઊભાં વિધિ સહિતની ક્રિયા કરવા દ્વારા તથા તપશ્ચર્યા કરવા દ્વારા પિતાનું જીવન સફલ બનાવ્યું. આ એક પુપે નવાં પુપે નવાં પુનું સર્જન કર્યું. આગળ વધતાં અનેક શિષ્યા-પ્રશિષ્યાઓ રૂપી પાંદડીઓ વધવા છતાં પણ નહિ કે મોટાઈ, નહિ કે આડંબર કે નહિ કેઈ અહંકાર. જ્યારે જુઓ ત્યારે સમતાની મૂતિ. પૂ. ગુરુ મહારાજની ભક્તિ જાતે જ મન દઈ દિલથી, ખૂબ ઉલ્લાસથી કરતાં અને પિતાનાં માતુશ્રી સાધ્વીજી રત્નશ્રીજી આદિ સૌ વડીલોને સંપૂર્ણ સમાધિ આપી છેલ્લી મિનિટ સુધી સુંદર નિર્ધામણા કરાવી હતી.
આવા અનેક વિનયાતી ગુણોથી અલંકૃત પૂજ્યશ્રી પ્રીતિપાત્ર કૃપાવંત બની રહ્યા. અનુક્રમે શિષ્યા અને પ્રશિષ્યાઓને સંયમયેગમાં સ્થિર કરતાં ગયાં. ખરેખર ધન્ય છે આવા પૂજ્ય ગુરુદેવને. આટલા ઉચ્ચ પદે બિરાજમાન હોવા છતાં નહિ કેઈ ઠાઠ, નહિ માન, નહિ કે ભપકે. નહિ કે જાતની ટેવ કે નહિ કઈ જાતની ચટ, દરેક આશ્રિતો પ્રત્યે વાત્સલ્યભાવ, દયાલુ દિલ. દરેક વખતે નાનાં સાધ્વીજીઓને એક જ શિક્ષા આપતાં, કે કેઈના દિલને દુભાવશો નહિ, ગૃહસ્થ તમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org