SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૬ [ શાસનનાં શમણીરત્નો સાંસારિક અવસ્થામાં રહીને પણ ડાહીબહેને ઉપધાન તપ, ૧૬ ઉપવાસ, સિદ્ધિતપ, છે અઠ્ઠાઈ, ક્ષીરસમુદ્રતપ વગેરે અનેક નાનામેટા તપે કર્યા હતાં. જીવન ધર્મ અને તમય હતું. એમની એક જ ઝંખના હતી કે સંસારની કેદમાંથી ક્યારે છૂટે? આમ ને આમ થોડાં વર્ષો વ્યતીત થયાં. ઘર સંભાળનાર પુત્રવધૂ ઘેર આવતાં જ તે જ રાત્રે કેઈ ને કંઈ કહ્યા સિવાય વહેલી સવારે દીક્ષાનાં વચ્ચે લઈને ઘર છોડીને અમદાવાદ ખાતે બહારની વાડીએ, દીક્ષાનાં વસ્ત્ર હાથે પહેરી લઈ કે જ્યાં પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીના (બાપજી મહારાજ) સમુદાયનાં સાધ્વીજી હરશ્રીજી મ. હતાં ત્યાં પહોંચી ગયાં. સં. ૧૯૮૪ વૈ. શુ. ૧૧ને દિવસ હતો. કેને પણ સ્વને ખ્યાલ નહિ કે આમ એકાએક દીક્ષા અંગીકાર કરી લેશે. પણ તઓએ તે પોતાની ભાવનાને મૂર્ત રૂપ આપી ગુરુ આજ્ઞાનું કારણ સ્વીકારી લીધું. તેઓ નિખાલસ અને સરળ હૃદયનાં હતાં. રોષ કે તોષની કે પરવા ન હતી. જીવન દેવ. ગુરુ અને ધમને સમર્પિત કર્યું હતું. દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં મસ્ત બન્યું હતું. લાગણીપ્રધાન હતાં. વૈયાવૃત્યને ગુણ જબરો હતો. કઈ પણ સાધ્વીજી મ. બીમાર હોય તે તેની સેવાનો લાભ લેવાનું ચૂકતાં નહિ. સંયમ ધમ જીવનમાં ખૂબ ખીલવ્યા હતા, અનેકને સંસારની અસારતા સમજાવી સંસારના કાદવમાંથી બહાર કાઢયાં છે. દીક્ષા પછી પણ બાર દ્રવ્ય જ વાપરતાં હતાં. તપશ્ચર્યામાં ૨૧ ઉપવાસ, માસંખમણ, દશ ચારમાસી, બે માસી, એક પાંચ દિહાઉણી છમાસી, ૨૨૯ છડું, બાર અડૂમબે બેમાસી, બે દાઢમાસી, બે અઢી માસ. ૧૧ ઉપવાસ, બે વરસીતપ. સમવસરણતપ, સિંહાસનતપ, વગેરે તપ કરી જીવનને ધન્ય બનાવ્યું છે. છેલ્લાં વર્ષોમાં એક કોડ અરિહંતપદને જાપ કર્યો હતો. સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિચરી અને કોને ધર્મ પ્રેરણા આપી માગે વાળ્યાં છે. તેમના શાંત સ્વભાવ અને ધર્મ પ્રેરણાથી ૮ શિખ્યા-પ્રશિષ્યાઓ થયાં છે. તે ઉપરાંત પોતાના જ કુટુંબમાંથી બેનની બે પુત્રીઓ, બેન-ભાઈની બે પુત્રીઓ, પિતાના સંસારી પુત્રોની ત્રણ પુત્રીઓ પોતાના દિયરની ત્રણ પુત્રીએ, એમ કુલ ૧૧ પુન્યશાળીઓએ દિક્ષા લઈ કુટુંબનું ગૌરવ વધાર્યું છે. ૭ર વર્ષની વય લગી વિહાર કરી ગામેગામ વિચર્યો છે પણ સં. ૨૦૧થી વૃદ્ધાવસ્થા અને શરીરના કારણે છાણીમાં સ્થિરતા કરી હતી. સં. ૨૦૨૨માં હૃદયરોગ, ડાયાબિટીસ, અને બ્લડપ્રેશરને હમલે થતાં સમતા. સમાધિ અને જાગૃતદશા અપૂર્વ હતાં. સં. ૨૦૩૦ અષાડ વ. ૭ ની રાત્રે ઊંઘમાંથી ઊભાં થયાં ત્યાં એકાએક પડી ગયાં ત્યારથી શરીરસ્થિતિ ગંભીર બનતી ગઈ અપાડ વ. ૧૩ થી શ્રા. શુ. ૧૦ સુધી શિખ્યા-પ્રશિખ્યાઓ તેમ જ શ્રીસંઘે નવકાર મહામંત્રની ધૂન, સ્તવને. સન્માયે એકધારા સંભળાવવા માંડ્યાં, સાધ્વી શ્રી વિનોદશ્રીજી, સાધ્વીજી ચિનાનંદશ્રીજી, સાદવજી દેવાસાશ્રીજી આદિ શિષ્યાઓએ ખડે પગે રહી સેવા સુશ્રષાને અપૂર્વ લાભ લીધો હતો. વિ. સં. ૨૦૩૦ શ્રા. સુ. ૧૧ના સવારના ૭-૨૫ મિનિટે મહામંત્રનું સ્મરણ કરતાં-કરતાં સમાધિભાવે કાળધર્મ પામતાં શાકનું વાતાવરણ પ્રસરી ગયું. શિયા-પ્રશિષ્યાઓની આંખ માં ગુરુ.... વિરહનાં અશ્રુઓ સરી પડ્યાં. તેઓશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે શા. વ. ૩ થી દશ દિવસનો મહોત્સવ શાંતિનાત્ર સહિત ધામધૂમથી ઊજવા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy