SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીર ] પર૫ કારણે બચપણથી જ પરમ ધમ નિષ્ઠાવાળા હતાં. તેથી ૧૧ વર્ષની નાની ઉંમરે જ તપોભૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાર્ય શ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજશ્રીના વરદ હસ્તે મહેસાણામાં વિ. સં. ૧૯૮૩ ના પિષ વદ પાંચમના રોજ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. છાણીમાં વિરાજિત પૂજ્ય શ્રી હીરશ્રીજી મ. ની સુષિા શ્રી દયાશ્રીજી મ. ની શિષ્યા ઘેષિત થયાં. નામ શ્રી દર્શનશ્રીજી રાખવામાં આવ્યું. પુનિત સંયમમાર્ગમાં પ્રવજિત થયા પછી તે પૂજ્યશ્રીએ ઘણી જ પ્રગતિ કરી. નિરંતર જ્ઞાનાભ્યાસમાં તલ્લીન રહેવું, તપશ્ચર્યા કરવી, વૈયાવચ્ચ વગેરે વિશેષતાઓને કારણે સાધ્વીસમુદાયમાં પૂજ્યશ્રીએ ટૂંક સમયમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરી લીધું. ધર્મશાસ્ત્ર, ન્યાય, વ્યાકરણ, સંસ્કૃત, પ્રાકૃત વગેરેમાં આપે વિદ્વત્તા પ્રાપ્ત કરી. અને આજ પણ ૩૨ વર્ષનિ સંયમ પૂરો થવા આવ્યો, ત્યારે જ્ઞાનાભ્યાસમાં સતતપણે રત રહીને આત્મવિકાસના માર્ગે આગળ વધી રહ્યાં. પૂજ્યશ્રીની આ વિશેષતાઓથી પ્રભાવિત થઈને તેમને શિષ્યસમુદાય પણ વિશાળ થયો છે. આપની પ્રથમ શિષ્યા વિદુષી શ્રી વિદ્યુતશ્રીજી મ૦, શાંતમૂર્તિ ક્રિયાશીલ, શ્રી હંસશ્રીજી મા, તપસ્વીશ્રી રંજનશ્રીજી મ૦, વિનયી શ્રી ત્રિલોચનાશ્રીજી મ. વગેરે ૨૭ શિષ્યા-પ્રશિષ્યાઓની સુશ્રેષ્ઠ ગુરુવર્યા બન્યાં. પૂજ્યશ્રીના જીવનમાં અનેક ગુણોનાં પુષ્પો ભરેલાં. ઉચ્ચ જ્ઞાન, નમ્રતા, મિતભાષિતા, મિલનસાર સ્વભાવ, ગુણ ગ્રાહકતા, શિખ્યાઓ પ્રત્યે વાત્સલ્યભાવ, પ્રખર વકતૃત્વશક્તિ, તપનું તેજ, આબાલ બ્રહ્મચર્ય વગેરે આપના જીવન–સૌરભની વિશેષ સુરભિ છે. અનેક કઠોર તપસાધના કરી. ૧૬ ઉપવાસ, અડ્ડાઈ વર્ષીતપ, ચત્તારી અહૂતપ, સિદ્ધિતપ, ૩ થી ૪ વખત ચૌમાસી, ૧ માસી, રા માસી, ૬ માસી, ૩૦ વર્ધમાન તપના આયંબિલની ઓળીઓ, વીસસ્થાનક તપ; સિદ્ધાચલજીનું છઠ, અઠ્ઠમ તપ, નવપદજીની શાશ્વતી ઓળી કર્યા છે. શ્રી સિદ્ધાચલજીની નવ્વાણું યાત્રા એકથી ત્રણ-ચાર વાર કરી છે. શ્રી સમેતશિખરજી, જૂનાગઢ, ગિરનારજી, દેલવાડા, શંખેશ્વર, જૈસલમેર, ભોયણીજી, પાનસર વગેરે ઘણાં તીર્થોની યાત્રા કરી છે. ધન્ય છે એવા મહાન સા વીરત્નને. તપમૂર્તિ પૂજ્ય સાધ્વીરત્ન શ્રી દેવી શ્રીજી મહારાજ છાણી સંઘમાં મુખ્ય આગેવાન ધમનિષ્ઠ શેઠશ્રી સાકરચંદ દલપતભાઈનાં સુપુત્રી કે જેઓનું શુભ નામ ડાહીબહેન હતું. માતાનું નામ ચંચળબહેન હતું. ડાહીબહેનનાં માતા-પિતા સંસ્કારી અને ધર્મશ્રદ્ધાળુ હતાં. તેઓના પિતાશ્રી સાકરચંદભાઈ એ તો જીવનનો મોટો ભાગ દહેરાસર, ઉપાશ્રય અને સંઘનાં શુભ કાર્યો અને ધાર્મિક કાર્યો કરવામાં ગાળ્યો છે. માતા-પિતાની લાગણી અને મમતાભર્યા નેહથી તેર વર્ષની ઉંમરે લગ્ન થયું પણ તેમના હૃદયમાં વખત આવે દીક્ષા લેવાની જ ભાવના હતી. સંસારનાં કાર્યોમાં તેમનું મન ખૂણ્યું ન હતું. બે વર્ષ બાદ જયાં સુધી દીક્ષા અંગીકાર ન થાય ત્યાં સુધી છ વિગઈને ત્યાગ કર્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy