SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ] ( શાસનનાં શમણીરને માટે ૬૦ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કર્યું અને બતાવી આપ્યું કે સ્ત્રીની શક્તિ પણ કંઈ ઓછી નથી. રાજસી સુખ-વૈભવની વચ્ચે રહેલી કોમલાંગી સીતાજી, કલાવતી, રજીમતી, દ્રૌપદી, કૌશલ્યા, મૃગાવતી આદિ મહાસતીઓએ દીક્ષા ગ્રહણ કરીને એ જ સુકે મળ કાયાથી ઉગ્ર સાધના કરી. સહનશીલતા, નમ્રતા, વિનય, સાત્વિકતા, શીલ-પરાયણતા, ક્ષમા આદિ ગુણોને આત્મસાત્ કરીને આજ સુધીમાં અનેક સાધ્વીઓએ શ્રમણી–પરંપરાને ગૌરવવાના કરી છે જ. પરંતુ વિદ્વત્તા અને જ્ઞાનના ક્ષેત્રમાં પણ સાધ્વીવર્ગ કંઈ ઓછા નથી. કામવિજેતા સ્થૂલિભદ્ર મહામુનિની (યક્ષાચક્ષદિના આદિ) સાત બહેન સાધ્વીજીઓએ પિતાની અદ્ભુત સ્મરણશક્તિ અને જ્ઞાનાર્જનાથી સાથ્વીવને જ્ઞાનના ક્ષેત્રમાં પણ ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું છે. ઘણી સાધ્વીઓએ પોતાની અદ્ભુત શક્તિથી વિવિધ વિષ પર સંસ્કૃત, હિન્દી, ગુજરાતી આદિ ઘણી ભાષાઓમાં સુંદર સાહિત્યનું સર્જન કર્યું છે. આજે પણ ઘણી એવી શક્તિસંપન્ન સાવી છે, જે એક દિવસમાં ૧૦૦-૧૦૦ લેક કંઠસ્થ કરવાનું સામર્થ્ય ધરાવે છે. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, તિષ, વ્યાકરણ, આગમશાના ગહન અભ્યાસથી પરમ વિદુષી સાધ્વીઓએ સાથ્વીવર્ગનું મસ્તક ઊંચું કર્યું છે. આ તે પ્રાચીન કાળથી માંડીને આજ સુધીને શ્રમણ પરંપરાને ઈતિહાસ જોઈએ, તે માનવું જ પડશે કે જૈન શાસનના ઉત્કર્ષમાં સાધ્વીસમુદાયનું પણ ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે, રહે છે. અને રહેશે પણ. આ રીતે શ્રમણવગે નારી જાતિનું પ્રતિનિધિત્વ કરીને નારીની શક્તિની પિછાણ કરાવી છે. શ્રમણીજીવનના આચાર અને એમનો પ્રભાવ આમ તો ભલે સાધ્વીસમુદાય વધુ પ્રસિદ્ધિમાં ન આવ્યો હોય, પરંતુ પિતાના શ્રમણ જીવનની મર્યાદામાં રહેતાં, શુદ્ધ આચારસંપન્ન જીવન જીવીને એણે લત પ્રેરણાથી અનેકેને ધર્મનો માર્ગ બતાવ્યો છે. હા, અણમેલ હીરા અને રત્નોને તે તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે, એમને રસ્તા વચ્ચે, બધાના પ્રદર્શનને માટે રાખવામાં નથી આવતાં. સાધ્વીવર્ગમાં કેટલીય છુપાયેલી પ્રતિભાઓ અને અણમેલ હીરા છે, જેમનું જીવન એટલું વૈરાગ્યમય, ત્યાગમય, જયણાપ્રધાન અને પવિત્ર છે કે જેમના દર્શન માત્રથી મૂક પ્રેરણા મળે છે. તેઓ ભલે બોલે કે ન બોલે, તેમનું જીવન જ બોલે છે. આજે ઘણાં એવાં મહાન સાધ્વીરત્ન છે, જેમણે સમર્પણભાવને ક્ષીરનીરવત્ જીવનમાં એકરૂપ કરી દીધું છે. ગુરુ આજ્ઞાની સામે એમને સંસારને દરેક પદાર્થ નગણ્ય લાગે છે. વૈયાવચ ગુણને તેમણે એ આત્મસાતું કરી લીધું છે કે ગુરુસેવા અને ગ્લાન–વૈયાવચ્ચમાં તેઓ ન તે દિવસ જુએ છે કે ન રાત. સહાયપણું ધરતાં સાધુજી”—આ સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને તેઓ હર પળ બીજાઓને સંયમસાધનામાં સહાયક બનવાને તત્પર રહે છે. ક્યારેક-ક્યારેક તો જેનારને પણ આશ્ચર્ય થાય છે કે નખનોખાં કુળ, નિખનોખી જાતિ અને નખનેનાં ઘરેથી નીકળેલી આ સાધ્વીઓમાં આટલે નેહભાવ કેમ? સાધુજીવન તો તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવા જેવું કઠિન છે. “દેહ દુક મહાફલ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy