________________
શાસનનાં શમણરત્ન ]
[ ૨૯ ન શક્યા. સંયમી મહામુનિ વેશ્યાના આવાસમાં ભેગ-સુખના રસિયા બની ગયા. અપાર વ્યથા અને વેદનાથી સંતાપ પામેલી માતા સાધ્વી બાવરી બનીને દરેક ગલી, દરેક બજારમાં પિતાના ખેવાયેલા પુત્રની શોધમાં ફરી રહી હતી : “ક્યાં ગયો મારો દીકરો, કેક તે એનું ઠામ-ઠેકાણું ચીધે !”
ગોખમાં બેસીને વેશ્યા સાથે શતરંજ રમતા અણિક માતાને આ કરુણ પિોકાર સાંભળીને તરત નીચે આવીને માતા સાથ્વીને પગે પડ્યા. માતાની વ્યથાએ પુત્રને પશ્ચાત્તાપના સાગરમાં નવરાવી દીધું. માની હિતશિક્ષા ગ્રહણ કરીને તેઓ પુનઃ ગુરુનાં ચરણોમાં જઈ પહોંચ્યા અને પિતાના કુકૃત્યના પ્રાયશ્ચિત્તરૂપે અગ્નિથી ધગધગતી શિલા પર જઈને સૂઈ ગયા અને સ્વયંને તપાવવાની સાથોસાથ બધાં કર્મોને બાળીને રાખ કરી નાખ્યાં. કેવળજ્ઞાનની પરમ વિભૂતિ પામીને સર્વોચ્ચ પદ પર આસીન થઈ ગયા. એ કેના પ્રભાવથી થયું? માતા સાથ્વીની વાત્સલ્યભરી હિતશિક્ષા અને વૈરાગ્યભરી વાણીના પ્રભાવથી, માતાની દઢ મનભાવનાથી કે મારી કૂખે જન્મેલો પુત્ર આવા કુકૃત્યથી દુર્ગતિ પામે ? નહીં, આ તો મારી કૂખને લજવનારી વાત થઈ કેવી હશે એ માતા !
સાધ્વી મૃગાવતીને ક્ષમાના પરમ આદશે તે તેમને કેવળજ્ઞાન અપાવ્યું જ, ગુણ ચન્દનબાલાને પણ કેવળજ્ઞાન અપાવ્યું. ક્ષમાના અનુપમ આદર્શને જયજયકાર જગમાં ગૂંજી ઊડ્યો અને શિષ્યાની ગુરુણ પ્રત્યેની નમ્રતા, લઘુતાભાવને ઉજજવળ આદર્શ દુનિયાને જોવા મળ્યો.
છત્રીસ હજાર સાધ્વીઓની પ્રમુખ સાધ્વી ચન્દનબાલા એક દિવસના દીક્ષિત સાધુને પણ વન્દન કરવા તત્પર બન્યાં અને તેમની સમક્ષ આસન ગ્રહણ ન કરીને તેઓએ સાદેવીવર્ગમાં વિનય અને નમ્રતાનાં બીજ વાવ્યાં.
પુષ્પચૂલા સાધ્વીએ વૈયાવચ્ચના અપ્રતિમ ગુણથી કેવળજ્ઞાન મેળવ્યું. મહાન પ્રભાવક આર્ય વાસ્વામીના બાલ્યકાળ પર દષ્ટિપાત કરીએ, તો જણાશે કે સાધ્વી-ઉપાશ્રયમાં પાલન-પોષણ પામેલા વજકુમારને કેવા સંસ્કાર મળ્યા હતા? સાધ્વગણને મુખેથી સ્વાધ્યાય-નિનાદ સાંભળી– સાંભળીને ત્રણ વર્ષની વયમાં તો એને ૧૧ અંગ કંઠસ્થ થઈ ગયાં હતાં. સાધ્વીઓની જ્ઞાન-રસિક્તા કેવી હશે ! સાધ્વી-ઉપાશ્રયના પાવન વાતાવરણમાં વૈરાગ્ય અને સંયમની ભાવના રોમેરોમમાં એવી રીતે સમાઈ ગઈ હતી કે કઈ પ્રલોભન તેમને લોભાવી શકયું નહી. ઉંમર હતી માત્ર ૮ વર્ષ ! એક બાજુ હતાં રંગબેરંગી આકર્ષક રમકડાં અને અન્ય માહિક સામગ્રીઓ અને બીજી બાજુ હતું ચારિત્રધર્મનું પ્રતીક–હરણ. નાનકડા વજીએ દોડીને રજોહરણ લઈ લીધું અને હર્ષથી એ નાચી ઊઠડ્યો. આગળ જતાં એ જ બાળક વાસ્વામી બનીને પ્રભુ મહાવીરની પરંપરામાં મહાન પ્રભાવક આચાર્ય બન્યા. સાધ્વીઓનાં સ્વાધ્યાયયજ્ઞ અને સુસંસ્કરણશક્તિની કેવી અણમેલ ભેટ શાસનને મળી !
નારી જાતિને સદાકાળથી શારીરિક બળમાં દુર્બળ માનવામાં આવી રહી છે, પણ એવી દુર્બળ નારી પણ તપના ક્ષેત્રમાં સદાય આગળ જ રહી છે. સુંદરીએ સંયમ પ્રાપ્ત કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org