________________
૫૧૬ ]
[ શાસનનાં શ્રમણરત્ન ત્રણ પુત્રીનો જન્મ થયે. ત્રણે પુત્રીઓ પૂર્વભવના સંસ્કાર લઈને જ જાણે જન્મી ના હોય! તેમ બાલ્યવયથી જ ધર્મને સંસ્કાર પામતાં સંયમ પ્રત્યેની ભાવના અત્યંત જાગૃત થઈ. મોટીબહેન સુમિત્રાને સંયમની ભાવના દઢ બનતાં માતા-પિતાની અનુમતિ મેળવી. પ. પૂ. સા. શ્રી મનોહરશ્રીજી મ સા ની શિખ્યા મહિમાશ્રીજી મ. સા.ની પાસે વિ. સં. ૧૯૯૪ ના પિષ વદ પાંચમના દિવસે સંયમ અંગીકાર કર્યું. સુમિત્રાબહેન મટીને સુમંગલાશ્રી બન્યાં, જેઓએ સંયમગુણનાં સુમનેથી જીવન સુરભિવંત બનાવ્યું. પરંતુ ફક્ત પાંચ વર્ષનું સંયમજીવન પાળી ટૂંકી માંદગી ભોગવી. વિ. સં. ૨૦૦૧ના ફાગણ વદ અમાસના દિવસે અનંત પંથના પ્રવાસી બન્યાં તેમ જ નાની બહેન વસુબહેન પણ સંયમની ભાવના ભાવતાં ટૂંકી માંદગીમાં જ કાળરાજાએ ઝડપી લીધાં.
હવે રહ્યાં વચલા બહેન લીલાબહેન. બનને બહેને નાની ઉમરમાં ચાલ્યા જવાથી એમની સંયમ લેવાની ભાવના તીવ્ર બનતી ગઈ અને તેઓએ સં. ૨૦૦૨ના રાધનપુમાં વૈશાખ સુદ દશમના દિવસે પ. પૂ. સાધ્વીજી શ્રી મહિમાશ્રીજી મ. સા.ના ચરણે જીવન સમર્પિત કર્યું અને દશાશ્રીજી નામથી ઓળખાયાં.
પ. પૂ. સા. શ્રી દશાશ્રીજી મ. સા.એ સંયમની રૂપેરી ઓઢણીથી મહામૂલાં વ્રતરૂપી અલંકારોથી સંયમજીવનને સુશોભિત બનાવ્યું. તેમ જ જ્ઞાનામૃત ભેજનથી સાધનાની ધૂણી ધખાવી. કમસમિધ દગ્ધ કરી રહ્યાં છે.
પિતાના જીવનમાં જ્ઞાન-ધ્યાન સાથે તપમાં કાયાને જોડી દીધી. અત્ દશ, વીસ્થાનક, કલ્યાણક, ૧૩ કાઠિયાના અદ્મ, સોળ ઉપવાસ, વષીતપ, પાંચ આયંબિલ આદિ તપશ્ચર્યા કરી. વર્ધમાન તપની ૧૦૦ એાળી પૂર્ણ કરવાની અત્યંત ઇચ્છા થઈ અને એળી કરવામાં દોડ માંડી.
ગુજરાતમાં આવેલાં તીર્થો ગિરનાર ગિરિરાજ, આદિ, રાજસ્થાન-જેસલમેર, મેવાડ આદિ તીર્થોની તીર્થસ્પર્શના દર્શનવંદન વડે તેઓએ સમશન નિર્મળ બનાવ્યું છે. તેઓશ્રીના તપશ્ચર્યા આદિ ગુણો અમારામાં વિકસે એ જ શુભાભિલાષા.
પૂ. સાવીરના શ્રી જ્ઞાનશ્રીજી મહારાજ
પાવન મરુધરદેશમાં પાલી જિલ્લાના અંતર્ગત ધર્મ-અનુષ્ઠાનોથી સુશોભિત તખતગઢ નામના પ્રસિદ્ધ નગરના અંતેવાસી શ્રેષ્ઠીવર્ય શ્રીમાન આઈદાનજીનાં ધર્મપત્ની સાકુબાઈની કુક્ષિએ સં. ૧૯૭૪ માગશર સુદિ ૮ ને દિવસે એક કન્યારત્નને જન્મ થયે, જેનું શુભ નામ ગેરબાઈ રાખવામાં આવ્યું. ધર્મસંસ્કારી કુટુંબ હોવાને કારણે બચપણથી જ સુશીલ અને વિનયવિવેકના સંસ્કાર પ્રાપ્ત થયા હતા.
અનુક્રમે યુવાવસ્થા થતાં પિતાશ્રીએ તેમના વિવાહ તખતગઢનિવાસી શેઠશ્રી જગરાજજીના પુત્ર સેસમલજી સાથે કર્યા. સાસરિયા પક્ષ પણ ધર્મસંસ્કારી હેવાને કારણે દૂધમાં સાકર મળ્યાનો યેગ ઉભો થયે. સમય સમયનું કામ કરે છે. દુર્ભાગ્યવશ સાસરિયામાં લાંબા સમયનું સાંસારિક સુખ ન મળ્યું. કાળરાજાની કપટથી નાની ઉંમરમાં જ સેસમલજીનો દેહાંત થયો. આ અણધાર્યા મૃત્યુથી ગરીબાઈને વાઘાત જેવું અસહ્ય દુઃખ આવી પડ્યું. પણ મનમાં સમતા ધારણ કરી આવી પડેલા દુઃખને પચાવી લીધું અને પોતાના આત્માને ધર્મધ્યાનમાં જોડી દીધે. સાંસારિક સંબંધોથી મુક્ત બની સંયમપંથે પ્રયાણ કરવા તેમનું મન તલસી રહ્યું હતું પૂ. સા. શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org