________________
શાસનનાં શ્રમણીરત્ના ]
[ ૫૧૫
વિ. સ’. ૨૦૩૯ ના જેઠ સુદ આઠમના દિવસ ગોઝારા બની ગયા. હારીજ મુકામે ટૂંકી માંદગી ભાગવીને નવકારમંત્રનુ` સ્મરણ કરતાં આ નાશવંત શરીરના ત્યાગ કરી ગયાં.
તેઓના ઉત્તમ ગુણા અમારામાં આવે એ જ પ્રભુ પાસે પ્રાર્થના. તેમને પાંચ શિષ્યાએ અને આડ પ્રશિષ્યા વિદ્યમાન છે.
-દક્ષાશ્રીજી, નિરુપમાશ્રીજી. આદિની વંદના
પૂ. સાધ્વીશ્રી ચંદ્રાશ્રીજી
મહારાજ
શખેશ્વર તીની નજીક આવેલા મુજપુર ગામમાં મેહનલાલ ભોગીલાલનાં ધર્મપત્ની ઝકલબેનની કુક્ષીએ સ. ૧૯૫૮ ના વૈ. વ. ૧૧ના પુત્રરત્નના જન્મ થયા, જેમનું નામ ઝીબહેન રાખવામાં આવ્યું. કારણવશાત્ તેમને વેપારના કારણથી તેમના પિતાજીને રાધનપુરમાં રહેવાનું થયું. રાધનપુર ખરે જ આરાધનપુર હાય, જ્યાં તેમનામાં ધાર્મિક સ સ્કારોનું ઊંડુ સિંચન થયું તેમ જ ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનની જીવનમાં ઉત્તરાત્તર વૃદ્ધિ થઈ. યુવાવસ્થા થતાં સમીમાં હાલચંદ્રભાઈના સુપુત્ર વરધીભાઈની સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. પરંતુ ભાવિના લેખ જુદા જ લખાયેલા હશે. તેના યેાગે ઘેાડા જ કાળમાં વૈધવ્ય પ્રાપ્ત થયુ. તેમાં પૂ. મિહમાશ્રીજી મ. સા. ના સમાગમમાં આવવાથી, તેમની અમૃતમય વાણીનુ સિંચન થવાથી; સંસારની અસારતા સમજી સ. ૧૯૯૨ માં ફા. સુ. ૫ ના દિવસે દીક્ષાને અંગીકાર કરી. તેમનું નામ ચદ્રાશ્રીજી રાખી જીવનને તપ-ત્યાગમય બનાવ્યું.
સા. શ્રી ચદ્રાશ્રીજીએ ત્યાગમાર્ગના સ્વીકાર સાથે જ પૂ. ગુરુદેવની વિનયવૈયાવચ્ચમાં જીવનને આતપ્રેત બનાવી દીધું. સાથે સાથે નિકાચિત કર્માંને તેાડવા માટે માસક્ષમણ, સિદ્ધિતપ, ચતારી અઠ્ઠ–દશ-દાય, સિ`ઘાસણ, સમવસરણ તપ, છ અઠ્ઠાઈ, વષી તપ, સહસ્રકૂટ આદિ અનેક ઉગ્ર તપશ્ચર્યાએ! કરી સયમજીવનને સાક બનાવી ઉજ્જવળ કર્યુ
છેલ્લાં ૧૨ વર્ષ ટી.બી. ની અસહ્ય વેદનામાં પણ અદ્ભુત સમાધિ રાખી સંયમ આરાધનામાં કયારે પણ સ્ખલના લાવતાં ન હતાં. વિ. સં. ૨૦૪૨ ની સાલમાં અમદાવાદ સુરદાસશેડની પાળના ઉપાશ્રયમાં ૫૦ વર્ષ ના દીધ સંયમપર્યાય પાળી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં શ્રાવણ સુદ પાંચમના રવિવારે ૯-૪૫ કલાકે સમાધિપૂર્વક ૮૬ વર્ષની વયે કાળધમ પામ્યાં.
તેઓના મહાન ગુણા અમારામાં પણ પ્રાપ્ત થાય તે જ અભિલાષા. -—ચરણાપાસિકા સા. નિરૂપમાશ્રીજી આદિ પરિવારની ભૂરી ભૂરી વંદના.
પ. પૂ. સાધ્વી શ્રી દક્ષાશ્રીજી મહારાજ
ગૌરવવંતી ગરવી ગુજરાતના સાહામણા શંખેશ્વર તીથની નજીકમાં આવેલું રાધનપુર ગામ છે. રાધનપુર ખરે જ આરધનાપુર છે. તે પુણ્યવતી નગરીમાં બંબાવાળી શેરીમાં શ્રાદ્ધગુણસ’પન્ન શ્રેષ્ઠીવર્ય પ્રેમચંદભાઈના સુપુત્ર બાપુલાલભાઈનાં ધર્મપત્ની મણિબહેનની કુક્ષીએ એક પુત્ર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org