________________
શાસનનાં શ્રમણ ]
| પ૦૭ ખાનાર વ્યક્તિ માળીને ક્યારેક જ યાદ કરતી હોય છે, પણ કૃતજ્ઞતા ગુણને સાક્ષાત્કાર કરી ચૂકેલાં પૂજ્યશ્રી ગુરુજીની ગ્રહણશિક્ષા તથા આસેવનશિક્ષાને ખૂબ વફાદાર રહ્યાં, આધ્યાત્મિક ગ્રંથોનું ખૂબ સૂક્ષ્મતાથી પરિશીલન કર્યું સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું તથા જ્ઞાન–કમ આદિ સાહિત્યનું વિપુલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્ઞાન–ધ્યાન જોડે તપની વેદિકા પર આરૂઢ થયાં. સોળ વર્ષની ઉંમરે પાલીતાણામાં માસક્ષમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરી. તે ઉપરાંત, સિદ્ધિતપ, બે વષીતપ, વર્ધમાન તપની ૫૯ ઓળી, વિશસ્થાનક તપ, કમસૂદન ત૫, ૫ખવાસા, છઠ્ઠ અઠ્ઠમ–અઠ્ઠાઈ-પંદર-સોળ ઉપવાસ આદિ અનેકવિધ તપસ્યા કરી. બાહ્ય અને અત્યંત તપથી તેઓશ્રી આત્માને વિશુદ્ધ કરીને, ગ્રામાનુગ્રામ વિહાર કરી લેકમાં ધર્મભાવનાને જાગૃત કરતાં, સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રના ત્રિવેણી સંગમને પામી ચૂકેલાં સિદ્ધિ પછીના વિનિમયને અમલમાં મૂકવા કટિબદ્ધ બન્યાં. “પાપમુક્ત આત્માઓએ પણ શાસનની ત્રણમુક્તિના ક્તવ્યને અદા કરવાનું છે.” એ વાત તેઓશ્રી કદી પણ ભૂલ્યા નથી. બહેનમાં ધર્મજાગૃતિ લાવવા માટે તેઓશ્રીએ યુદ્ધના ધોરણે ઝુંબેશ ચલાવી અને પોતાના અદ્ભુત વકૃતૃત્વ-પ્રભાવથી સિદ્ધિ પ્રાપ્ત કરી. સાધ્યતત્ત્વનું પૂર્ણ વિજ્ઞાન અને સાધનાને અખંડ માગ તેઓશ્રી પાસે હોવાથી આબાલવૃદ્ધને ઉપયોગી બની શક્યાં. આઠ વર્ષથી માંડીને એસી વર્ષ સુધીની વ્યક્તિઓ પાસેથી પ્રેરણાનાં પીયુષપાન કરી શક્તી.
કાબુ મંત્રી કરણેષુ દાસી
યેષુ માતા શયનેષુ રશ્મા ” ઈત્યાદિ સુભાષિતો મુજબ, સ્ત્રીના નીતિ-ધર્મને બહેનોમાં સ્થાપી આપવાનું કર્તવ્યનિષ્ટ સાધકોમાં આધ્યાત્મિક સત્યનું અધિષ્ઠાન સ્થાપી અંતર્મુખ બનાવતાં, આત્માની ઓળખ કરાવતાં, સ્વ-પ્રતિભાથી બુદ્ધિજીવીને શ્રદ્ધાજવી બનાવતાં અને સ્થાનનું મહત્ત્વ સમજાવતાં. દેહાધ્યાસ અને દેહાભ્યાસ ટાળવાની વિવિધ પ્રક્રિયાઓ સમજાવતા. જીવમૈત્રી, જડવિરક્તિ અને જિનભક્તિથી સંકલિત ઉપદેશામૃતનું પાન કરનાર ઘણા મુમુક્ષુ આત્માઓને સાધનાપથ દર્શાવતાં.
પાષાણમાંથી પ્રતિમાનું સર્જન કરવાનું કૌશલ્ય દાખવનાર અજોડ શિપી અનેકમાં ધર્મસંસ્કાર સીચી શકે છે. આજે પણ તેઓશ્રીના અનુશાસન નીચે લગભગ ૯૦ જેટલા આત્માએ સાધના કરી રહ્યા છે. અનુવર્તક, સંવેગ. નિવેદ, પ્રશમાદિ અનેક ગુણગણાલંકૃત એવા પૂ. લાવણ્યશ્રીજી મહારાજ તેઓશ્રીના શિષ્યા–પરિવારનું સફળતાથી સંચાલન કરી રહ્યાં છે. યુગને પિકાર સમજીને, શિબિરનું સંચાલન કરીને, યુવા પેઢીને ધમ-સન્મુખ બનાવવામાં તેઓશ્રીનો અભુત ફાળો છે.
વર્તમાનકાલીન સાધ્વીસરથામાં મૂર્ધન્ય સ્થાને બિરાજમાન પૂજ્યશ્રીને કેટ કેટિ વંદના ! ! !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org