SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ ] [ શાસનનાં શમણીરત સાધનાની સરવાણી: સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જ્ઞાતા : પૂ. સાધ્વીવર્યાશ્રીજી લાવણ્યશ્રીજી મહારાજ ભારતીય સંસ્કૃતિને જીવનમાં આત્મસાત્ કરીને, આધ્યાત્મિક ઉચતમ મૂલ્ય લક્ષ્યાંક સ્થાપીને જે વિભૂતિઓએ સ્વ અને પરેને સર્વતોમુખી વિકાસ સાધ્યો છે તેમાંની એક વિભૂતિ છે પ. પૂ. સાધ્વીજી લાવણ્યશ્રીજી મહારાજ. તેઓશ્રીના પાવનકારી જીવન પર દષ્ટિપાત કરવાથી જ પ્રતીતિ થશે કે ઉપર્યુક્ત વિધાનમાં કઈ અતિશયોક્તિ નથી. પાટડી ગામમાં પિતા રૂગનાથભાઈ અને માતા કેવીબહેનની કુક્ષીએ વિ. સં. ૧૯૭પ ના માગશર વદ અમાવાસ્યાને દિવસે પૂજ્યશ્રીનો જન્મ થયો. માતા-પિતાએ લીલાવતી નામ રાખ્યું ત્યારે કોઈને કુપના પણ ન હતી કે આ બાલિકા પૂર્ણિમાના પૂર્ણ પ્રકાશના પુજ અંતરમાં આત્મસાત કરીને અવતરી છે. જાણે કે ગબ્રણ આત્મા પિતાની અધૂરી આત્મસાધના પૂર્ણ કરવા જન્મે છે! જોતજોતામાં સુખની છેળો વચ્ચે ઊછરતાં ૫-૭ વર્ષને બાલ્યકાળ પસાર થઈ ગયે. ધાર્મિક વાતાવરણથી સુવાસિત પરિવારમાં ધમનું અપૂર્વ ચિંતન થવા લાગ્યું. પિતા શ્રી રૂગનાથભાઈનું અંતર સદા વૈરાગ્યવાસિત હતું. અનાસકત ભાવે સંસારમાં રહેતાં તેઓશ્રી પિતાનાં સંતાન દુર્ગતિમાં ન ખરડાય તે માટે જતનપૂર્વક ઉચ્ચતમ સંસ્કારોનું સિંચન કરતા. પ્રત્યેક વાતને ધમનો વળાંક આપતા. એકાંતમાં બેસાડીને પત્રીને ત્રીને દીક્ષા અને મોક્ષનું મહત્ત્વ સમજાવતા. પૂર્વ કૃષિમુનિઓનાં તથા સતી-સાધ્વીઓનાં દષ્ટાંત આપતા. પુત્રીની સંસ્કારની સરવાણી સુકાઈ ન જાય અને ધાર્મિક અભ્યાસમાં વિશેષ પ્રગતિ થાય તે માટે શ્રાવિકાશ્રમ (પાલિતાણા)માં દાખલ કર્યા. દરમ્યાન સંસારની અસારતા જેને સમજાઈ ગઈ હતી તે રૂગનાથભાઈએ દીક્ષા લીધી અને પ. પૂ. આચાર્યદેવ શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પ. પૂ. પંન્યાસ શ્રી ચરણવિજયજી મહારાજના શિષ્ય શ્રી રંજનવિજયજી મહારાજ બન્યા. આ બાજુ જાણે સંસારની લીલાનો તાગ પામી લીધો ન હોય તેમ લીલાવતીબહેનનું મન પૂર્ણ વૈરાગ્યવાસિત બની ગયું. માતાના તથા કુટુંબીજનોનાં અનેકવિધ પ્રલોભન સામે ટકકર ઝીલીને લીલાવતીબહેને માત્ર ૧૧ વર્ષની કુમળી વયે મહાભિનિષ્ક્રમણ કરી, સંયમના કઠોર પંથે પ્રયાણ કર્યું. તેઓશ્રી સાથે તેમનાં નાનીબહેન વસુમતીબહેન પણ માત્ર સાડાસાત વર્ષની લઘુવયમાં જોડાઈ ગયાં. દીક્ષા અંગીકાર કરી બન્ને બહેનો, અનુક્રમે, પૂ. લાવણ્યશ્રીજી મહારાજ અને પૂ. વસંતશ્રીજી મહારાજ બન્યાં. છ મહિના પછી તેઓશ્રીનાં માતુશ્રી કેવળીબહેન પણ દીક્ષા લઈ પૂ. કંચનશ્રીજી મહારાજ બન્યાં. આ ત્રણે સાદીરત્નાએ પોતાનું જીવન રૈવતાચલ-ચિત્રકૂટાદિ તીર્થોદ્ધારક પ. પૂ. આચાર્ય શ્રી નીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાતિની સાધ્વીજી પ. પૂ. લાભશ્રીજી મહારાજ (સંસારી પક્ષે અનુક્રમે બહેન તથા માસી) ના ચરણે સમર્પિત કર્યું. કેઈને પ્રશ્ન થાય કે આવી અપરિપકવ વય વૈરાગ્યને શી રીતે ઝીલી શકે? તે તેના પ્રત્યુત્તર રૂપે આ દૃષ્ટાંતે મેજૂદ છે. એનાથી ફલિત થાય છે કે વૈરાગ્યને વય સાથે સંબંધ નથી, પણ યોગ્યતા જોડે છે. જાતસ્ય હિ ધવો મૃત્યુ.-નું પરિજ્ઞાન પ્રાપ્ત કરી આ સાધકે એ અજન્મા બનવાની સાધના શરૂ કરી. પૂ. ગુરુદેવે પણ સાધકનું જતન એવી કુશળતાથી કર્યું કે બહુ ઓછાં વર્ષોમાં તેઓશ્રીએ મા સરસ્વતી સાથે ગાઢ મિત્રતા કરી જ્ઞાન મેળવ્યું. પૂજ્યશ્રીના વ્યક્તિત્વના વિકાસ માટે ગુણિયલ ગુરુજીના અનુશાસનને પ્રભાવ મહદંશે જવાબદાર છે. કેરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy