SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્નો | [ ૪૮૫ બનાવતાં નહીં. મુખ્યત્વે પ્રથમ દેવ, ગુરુ ને ધમને લક્ષમાં લઈને કાર્ય કરતાં હતાં. ગૃહસ્થપણામાં આયંબિલથી વીસ્થાનક તપની સંપૂર્ણ સાધના, વરસીતપ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી, નવાણું, ચોમાસું વગેરે આરાધના તેમ જ છ કમગ્રંથ, સ્તવન, સઝાય વગેરેને કા અભ્યાસ કર્યો હતો. આમ, આરાધનામય દિવસે ને વર્ષો વીતવા લાગ્યાં. વિ. સં. ૨૦૨૨ની સાલમાં ગિરિરાજની ગોદમાં રહેલા આગમમંદિરમાં પૂ. પાદ આ. ભ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં ઉપધાન તપની આરાધના કરી. તેમની સાથે નાના પુત્ર રજનીભાઈને પૂ. આચાર્ય ભગવંતની પાસે અધ્યયન અથે મૂક્યા. રજનીભાઈને મહાભિનિષ્કમણની તીવ્ર તમન્ના જાગતાં તેમને, વિ.સં. ૨૦૨૩માં સિહોર મુકામે એકીસાથે દસ દીક્ષા નકકી થઈ તેમાં ૧૫ વર્ષની નાની વયે દીક્ષા અપાવી અને પૂ. નિરંજનસાગરજી મ.ના નામથી પ્રભુના શાસનને સમર્પિત કર્યા. ત્યાર પછી સંસાર સંબંધી બાકી રહેલ, પિતાની ફરજને પૂર્ણ કરી પ્રત્રજ્યાના પંથે પુરુષાર્થરૂપ પગલાં ભરવા તત્પર બન્યાં. સંસારના રંગરાગને ત્યાગી, મેહમાયા-મમતાનાં બંધને તોડી, અહિંસા, સંયમ ને તપનાં સાધક બનવા પ. પૂ. શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાતિની પ્રતિભાસંપન્ન પૂ. સાધ્વીશ્રી પ્રભાશ્રીજી મ. નાં પ્રશિષ્યા પૂ. રવીન્દુપ્રભાશ્રીજી મ.નાં શિગ્યા ભવજલ–તારિણી પૂ. રત્નમાલાશ્રીજી મ.ના સાંનિધ્યમાં આવતાં ચારિત્રની ચાંદની ખીલી ઊઠી. વિ. સં. ૨૦૨૦ની સાલમાં (૨+૦+૨+<=) ૧૨ પ્રકારની ભાવનાને ભાવવા, સિહોર નગર પ. પૂ. આ. દેવશ્રી વિ. મોતીપ્રભસૂરિ મ. સા.ની પુનિત નિશ્રામાં વૈશાખ માસની કુણ પંચમીના શુભ દિને નંદકુંવરબહેન પ૩ વર્ષે, પોતાની ૧૫ વર્ષની સુકોમલ બાલિકા કિરણબહેનને સાથે લઈને વિરતિનાં સંગી બન્યાં. પ. પૂ. ગુરુદેવ શ્રી રત્નમાલાશ્રીજી મ. ના ચરણે અનુપમ અદયવસાયની ઊમિથી જીવન સમર્પિત કર્યું. નંદકુંવરબહેન સાધ્વીશ્રી યશપૂર્ણાશ્રીજી તરીકે અને કિરણબહેન સા. શ્રી ક૯પપૂર્ણાશ્રીજી તરીકે સંયમી બિરુદથી સુશોભિત બન્યાં. અણગારી આલમમાં પ્રવેશ કર્યા બાદ ગુરુદેવોની નેહભરી નિશ્રાને પ્રાપ્ત કરી સાધુકિયા સૂત્રો અર્થપૂર્વક કંઠસ્થ કરવા લાગ્યાં. થોડા સમયમાં તો જ્ઞાન, ધ્યાન અને તપની ત્રિપુટીને આત્મસાત્ કરી લીધી. બાલ, વૃદ્ધ કે ગ્લાનની વૈયાવચ્ચ–ભક્તિ કરવામાં કઈ મીના ન રાખતાં. જ્યારે પૂજ્યશ્રીનું નામ ગુરુદેવના મુખેથી નીકળે ત્યારે તરત જ ભાવપૂર્વક આવીને કાર્યસેવાની યાચના કરતાં. વિનય, વિવેક અને નમ્રતાથી અનેકના હૃદયમંદિરમાં બિરાજમાન થતાં હતાં. સંયમજીવનમાં પૂજ્યશ્રીએ માસક્ષમણ, સિદ્ધિતપ, ધર્મચક્ર તપ, દઢમાસી, અઢી માસી, ચારમારી અને માસી તપ, કર્મસૂદનની આઠ ઓળી, ઘડિયા બે ઘડિયા, વધમાન તપની ૩૧ ઓળી, સહસ્ત્રકૂટનાં એકાસણા, ૧૪પર ગણધરનાં એકાસણાં અને ૨૪ ભગવાનનાં એકાસણાં કર્યા. પાલીતાણા મારું, નવાણુ – આ રીતે અનેક પ્રકારના તપની આરાધના અ તીર્થભક્તિની સાથે અપ્રમત્ત ભાવે સમ્યગદન, જ્ઞાન ને ચારિત્રની સાધના સાધતાં રહ્યાં. ત્રિકાળ દર્શન–દેરાસર નજીક હોય તે નિત્ય દેરાસરમાં, નહીંતર ઉપાશ્રયમાં બેઠાં દેવવંદન કરતાં. નવે પદના અલગ-અલગ કાઉસ્સગ્ગ૨૦૦૦ સ્વાધ્યાય અને વીસ બાંધી નવકારવાળી નિત્ય ગણે. તદુપરાંત ૭૨ વર્ષની જૈફ વય સુધી સ્તવન, થેય ને સક્ઝાય વગેરે એક પછી એક અનેક કંઠસ્થ કરી પ્રતિક્રમણમાં બોલીને આંતરિક ભાવેને પ્રગટ કરતાં. પૂજ્યશ્રીને આવા અનેક ગુણોને જોઈને ઘણું ભવ્યાત્માઓએ પોતાના જીવનને ઉથાનના પગથારે આગળ ધપાવ્યું છે. પૂજ્યશ્રીના સંસારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy