SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ ] [ કાસનનાં શમણીરત્ન જ્ઞાન, ધ્યાન, તપ અને સમતાને આત્મસાત કરનારાં પૂ સાધ્વીજી શ્રી યશપૂર્ણાશ્રીજી મહારાજ ધ્યાનમૂલં ગુરમૂતિ: પૂજામૂલી ગુરૌપદ મંત્રમૂલ ગુ ર્ય, મોક્ષમૂલં ગુરે કૃપા ! આ વિરાટ વિશ્વની અવનિ પર આત્મા અનંતી વાર જો , અને જન્મ, જરા ને મૃત્યુની શંખલામાંથી અનેક વાર પસાર થયે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી સંતપ્ત બનીને જીવનની જાજમને મલિન બનાવી કર્માધીન બનેલા જીવ માત્રને જન્મ અને મૃત્યુ અનિવાર્ય છે. જન્મમરણની અબાધિત ગતિને કણ અટકાવી શકે છે ? પરંતુ પૂર્વપુણ્યના ભેગે લઘુમી જે આત્મા આ પવિત્ર પૃથ્વી પર જન્મે છે. છતાં તેને સંસાર નીરસ લાગે છે, પૌદગલિક સંબંધો અને પદાર્થો પૂરણ-ગલન સ્વભાવવાળા ભાસે છે, તેથી દુઃખભરી દુનિયાથી છૂટવા તથા પરમાત્મપદને પ્રાપ્ત કરવાના નાદ તેના હળવા હૈયામાં સદાય જતો રહે છે. એવા જ પુણ્યાત્માઓ પ્રત્રજ્યાના પંથે પ્રયાણ કરી મુક્તિમાગે મંગલ પ્રસ્થાન કરી શકે છે. આવા જ અમારાં હિતવી ગુરુમાતા હતાં, જેમણે આત્મોન્નતિના માર્ગે આત્મારાધના કરી હતી. અમાવસ્યાની કાજળઘેરી રાત્રિને વિદાય દેતા સૂર્યદેવે ગગનના ગોખે દર્શન દીધાં. પ્રભાતનાં પાવન કિરણે પૃથ્વીતલને પવિત્ર બનાવી રહ્યાં હતાં. આવી કન્ય વેળાએ એક માતાએ સિંહપુરી (સિહોર)માં એક બાળકીને જન્મ આપ્યો. જાણે ૧૯૭૫ની સાલમાં (૧ + ૯૧ ૭+ પ = ૨૨) બાવીસ પરિષહ જીતવા જ જમ્યાં ન હોય ! તેમ હર્ષથી હૈયાં હિલોળે ચડ્યાં. ધન્ય માતુશ્રી ચંદનબહેન ! ધન્ય પિતાશ્રી દલીચંદભાઈ! ધન્ય સુપુત્રી નંદકુંવરબહેન ! સિંહપુરી એટલે સિંહ સમાન શૂરવીરોનું નગર, શૂન્યતામાંથી પૂર્ણતાનું સર્જન કરાવનારી ભૂમિ! ત્યાં કમે શૂરા તેમ ધર્મ શૂરા એવા માનવો વસતા હતા. જીવાત્મા કર્મથી શૂન્ય બને, તો જ તે પૂર્ણતાના શિખરને આંબી શકે છે. આ પૂર્ણતાને મેળવવાના આલંબનરૂપ જિનમંદિર, જિનપ્રતિમા અને સદ્ગુરુના ત્રિવેણીસંયોગથી આ ભવ્ય ભૂમિ મંડિત હતી. નંદકુંવરબહેન બીજના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામવાની સાથે જૈનત્વના સુસંસ્કારોથી વાસિત બનવા લાગ્યાં. તેમને ધર્મની તત્ત્વત્રથી પ્રત્યે અડગ શ્રદ્ધા-સમ્યગદર્શન–ઉત્પન્ન થયું. ચારિત્રના ચડતા ભાવે હોવા છતાં ભોગાવલી કર્મના ઉદયે કુમળી વયે સિહોરનિવાસી પાપભીરુ ભાઈચંદભાઈ તથા અપાર સ્નેહવત્સલ અચરજબહેનના સુપુત્ર શામજીભાઈ સાથે સાંસારિક સંબંધથી જોડાયાં. સંસારની સહેલ કરવા છતાં, જેમ કાદવમાં રહેલું કમળ કાદવથી અલિપ્ત રહે છે, તેમ નંદકુંવરબહેન ભૌતિક સુખને ભેગવવા છતાં પણ નિલેપ રહેતાં હતાં. સાસુ-સસરાની સેવા, આતિથ્વભાવ, દીન-દુઃખિયા પ્રત્યે કરુણભાવ તથા દેવ, ગુરુ ને ધર્મના ધ્યાનમાં વધારે રસ ધરાવતાં હતાં. સાંસારિક જીવન જીવતાં નંદકુંવરબહેનને ચાર પુત્ર અને બે પુત્રી થયાં. મોટા પુત્ર ૧૫ વર્ષના હતા ત્યારે તેમના શ્રાવક શ્રી શામજીભાઈએ પોતાના સંસારી ભાઈ મ. સા. પૂ. હરખવિજયજી મ. સા. પાસે સંયમનો સ્વીકાર કર્યો અને તેઓ પૂ. સોમવિજયજી મ. સા. નામે જાહેર થયા. ત્યાર બાદ ઘરની બધી જવાબદારી નંદકુંવરબહેનના માથે આવી. વિપત્તિનાં અનેક વાદળ છવાઈ ગયાં, છતાં નંદકુંવરબહેને સમભાવ રાખી હસતા મુખે બધાં દુઃખોને દિલમાં સમાવી લીધાં. અનેકવિધ મુશ્કેલીઓ વચ્ચે પણ ધર્મ-ધ્યાનને કયારેય ગૌણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy