________________
[ શાસનનાં શ્રમણીરત્નો આવતાં આત્મિક ગુણોમાં રસ જાગૃત થવાથી એમના ગુણેનું સૂચક રસીલા” એવું રળિયામણું નામ રાખ્યું. - તારક તત્ત્વો પ્રત્યેની અખૂટ શ્રદ્ધાના બળે મારક પદાર્થો પર પિદા થતા મને મારીને વિરાગના વિરાટ રાહ પર નજર કરી, અને ભૌતિકવાદ તરફ વહેતા જીવનપ્રવાહે આધ્યાત્મિક જીવન તરફ વળાંક લીધે. વિરાગી વાયરામાં વિજયી બનેલ રસીલાબહેનને માતા-પિતાની મેહઘેલછા ભાઈ-ભગિનીનાં ભાવભર્યા અંતર-અરમાનો અને સ્વજન-સંબંધીના ડભર્યા સ્વભાવ પ્રત્યે આકર્ષણનો આવિર્ભાવ ન થયો.
શિશકાળથી સંયમનાં સોનેરી સોણલાં સેવવા લાગ્યાં. “સત્સમાગમ, સદુપદેશ અને સદ્વાચનની ત્રિપુટી ભવ-ભેંયરામાં ભૂલા પડેલાને ભેમિયાની અથવા તે ભવસાગરમાં અટવાયેલાને દીવાદાંડીની ગરજ સારે છે. આ વાક્યને આત્મસાત્ કરતાં શ્રાવકોગ્ય દૈનિક ક્રિયાઓ આદરતાં આત્માને ભાવિત કરવા લાગ્યાં. તેમાં વિશેષ વળી સાડા-આઠ લાખ પ્રમાણ સંસ્કૃત લેકના રચયિતા. માલસ રોગયુક્ત વ્યાખ્યાનરત્ન પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્વિજલાવસૂરીશ્વરજી મ. સા. (સંસારી પક્ષે દાદા મ. સા.)ના સતત સદુપદેશથી ચારિત્રરૂપી ચાંદની પ્રકાશિત થવા લાગી.
નિખાલસતાથી નૈસર્ગિક સૌંદર્યને પ્રાપ્ત કરવા છતાં ઓગણીસ વર્ષની ભર યુવાનીમાં મહામોંઘા માનવભવનું મૂલ્યાંકન સમજી વૈરાગ્યવાટિકામાં આગેકૂચ કરવા કદમ ઉઠાવ્યાં. આશ્રવને હિયરૂપ અને સંવરને ઉપાદેયરૂપ જાણ મુક્ત ગગનાંગણમાં વિહરવાના વિચારને અમલી કરવા સંવત ૨૦૧૭ માં ૨+૦+૧+૭=૧૦, દસ યતિધર્મને આરાધવા, પાપ સંતાપ હરનારી, ભવદુઃખ રામાવનારી, કમ કંટક દૂર કરનારી ભાગવતી દીક્ષા અંગીકાર કરી પ. પૂ. શાસન-સમ્રાટશ્રીનાં આજ્ઞાતિની પ્રતિભાસંપન્ન પ. પૂ. પ્રભાશ્રીજી મ. નાં શિષ્યા સરળસ્વભાવી પ. પૂ. રવીન્દ્રપ્રભાશ્રીજી મ. ના અંકમાં અદ્ભુત ઉલાસથી અને અધ્યવસાયની ઊર્મિથી તેમણે જીવન સમર્પણ કર્યું અને શિપ્યા બન્યાં. રસીલાબહેનમાંથી સાધ્વીશ્રી રત્નમાલાશ્રીજી મ. ના નામે પ્રસિદ્ધિ પામ્યાં. ખરેખર, સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ રત્નની માળાને સ્વીકારી પોતાના નામની સાર્થક્તા કરી રહ્યાં છે..
પ. પૂ. ગુરુદેવશ્રીના પાદપદ્મને પામીને વિનય, વિવેક અને નમ્રતાપૂર્વક જ્ઞાનયજ્ઞ પ્રારંભે. જ્ઞાન પ્રાપ્ત કરવાની અને પચાવવાની તીવ્ર તમન્ના જાગી. સાથે સાથે ગુરુદેવની આજ્ઞાનું પાલનબહુમાન અને ભક્તિ, આ ત્રિવેણી સંગમનું સ્થાન એમનું અંતર બન્યું. ત્રિકરણગથી સર્વ સમર્પણ ભાવ, અવિચલ વિશ્વાસ તથા અનન્ય શ્રદ્ધાના કરાણે ગુરુકૃપા રૂપી અમૃત અજિત કર્યું. નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે બાલ-વૃદ્ધ-પ્લાનની ભક્તિ કરવામાં દેહની પરવા પણ કરતાં ન હતાં. આવી અજોડ ભક્તિના કારણે જ્ઞાનનો પશમ તીવ્ર બનવા લાગે. વ્યાકરણ, ન્યાય અને સિદ્ધાંતમાં પ્રવીણ બન્યાં.
આ રીતે પૂજ્યશ્રીએ જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, ભક્તિ, વિનય, વૈયાવચ્ચમાં ઉદ્યમવંત બની અનેક ગુણેને પ્રાપ્ત કર્યા. સહિષ્ણુતા, સમતા, સહનશીલતા, ગંભીરતા, ઉદારતા-આવા ગુણે સાહજિક રીતે પૂજ્યશ્રીમાં આત્મસાત્ થયેલા જોઈને ઘણા ભવ્યાત્માઓ આકર્ષિત થયા. તેઓને સંસારની સાર–અસારતા, જડ પઢાર્થોની ક્ષણભંગુરતા, રાગદ્વેષની ભયંકરતા એવી સુંદર અને સરળ ભાષામાં સમજાવે, કે સામાનું મન સત્યનો સ્વીકાર કરવામાં જરા પણ ઇન્કાર ન કરે. આવી સમજાવવાની છટાથી કંઇક આત્માઓ વિરાગી બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org