________________
શાસનનાં શ્રમણીરત્ન |
( ૪૮૧ નીકળતા ઝરણા જેવી છે. ક્યારેક એ ઝરણું રણની ધગધગતી રેતીમાં શેકાઈ જાય છે, ઢબુરાઈ જાય છે, અને ક્યારેક એ જ ઝરાણુ આફતના ખડકેને ઓળગી કે સરિતા વાટે સાગરના ખેળામાં સમાઈ જાય છે. તેવી રીતે તેઓ દરેક વખતે, દરેક સાથે, દરેક જગ્યાએ પરિસ્થિતિને મુકાબલે કરવા કરતાં તેને સહર્ષ સ્વીકારી લેતાં. દરેક ઘાને પોતે પી જતાં. સંજોગે ક્યારેય પણ તેમને સતાવી ન શકતા. જીવન મળ્યું છે, તે જન્મ થવાના જ, આવા વિચારોમાં રહેતાં હતાં. જન્મવું તે આપણા હાથની વાત નથી, પણ મરવું તે તો ચોક્કસ આપણા હાથની વાત છે.
કાળના પલટાતા પ્રવાહમાં દરેકે તણાવું જ પડે છે. તેમના જીવનમાં તેમણે કરેલાં તો અને તેમના જેવો સરળતાભર્યો વાત્સલ્યપૂર્ણ સ્વભાવ પ્રાયઃ એાછાં જોવા મળશે. પિતાનું જીવન સફળ કરી, જે જગ્યાએ સંસાર છોડી સંયમી બન્યાં તે જ ક્ષેત્રમાં, તે જ સ્થાનમાં, તે જ જગ્યા ઉપર નશ્વર દેહનો ત્યાગ કરી ગિરિરાજની પવિત્ર શીતલ છાયામાં સમાધિપૂર્વક પલેકની પગદડીએ ચાલ્યાં ગયાં. “દેરાસર જવું છે' તેવા રટણમાં, ૧૮ વર્ષનું નિર્મળ ચારિત્ર પાળીને, વિદાય વેળાએ સુવાસનું સમારક મૂક્તાં ગયાં.
*
=
કવિત્વકળા, લેખનકળા અને વકતૃત્વકળામાં નિપુણ એવાં પૂ. સાધ્વીજી શ્રી રત્નમાલાશ્રીજી મહારાજ
પ્રકૃતિએ આપણને બક્ષેલું જીવન ઘણું ટૂંકું છે, પણ સારી રીતે ગાળેલા જીવનની સ્મૃતિ શાશ્વત છે. રળિયામણા વિશ્વ પર રહેલા રજનીના અસહ્ય અંધકારને દૂર કરતા અરુણ પિતાના અંશુથી અવનિ ઉપર જયારે જાજવલ્યમાન જાજમ પાથરે છે ત્યારે અનેક આત્માએ ખીલે છે. તેમાં કંઈક વિરલ વિભૂતિઓ મઘમઘતા ગુલાબના પુષ્પના પરાગની જેમ સ્વજીવનને સાધનાની સુગધ દ્વારા સુવાસિત બનાવી જગતના છેવાને મીઠી-મધુરી સેડમ અને અનેરો બોધ આપી જાય છે.
સૌભાગી સંત અને તારક તીર્થથી સમૃદ્ધ બનેલ સૌરાષ્ટ્ર પ્રદેશમાં પરમાત્માનાં ત્રણ પ્રાચીન જિનાલયે તથા ત્રણ મહામૂલાં સૂરિરત્નોથી સુશોભિત બનેલ બેનમૂન બોટાદ નગરમાં જે સમયે કુસુમ મહેકી ઊઠડ્યાં હતાં, ભમરાઓ મધુર ગુંજારવ કરતા હતા, મલયાચલન મુલાયમ વાયુ સઘળા જનપ્રદેશને સુરભિત કરતા લહેરાતો હતો, ગગનને લાડકવાયે દિવાકર સોનલવરણા સ્વપ્રકાશથી પૃથ્વીતલને આવરી લે તેટલામાં, આ નગરમાં વસતા, ઉત્તમ સંસ્કારોથી વાસિત ધર્માનુરાગી બગડિયા નવલચંદ ઊજમશીભાઈના કુટુંબમાં અને સૂરજબહેનની રત્નકુક્ષિઓ વિક્રમ સંવત ૧૯૯૮માં લક્ષ્મીજી પધાર્યા, સહામણાં અને મનહરણાં ! 'નિહાળતાં નયનોમાં નીર ખલકે. હસાવતાં મુખમાં અમી છલકે.” કોમળ એવી કાયા, ને મનોહર એની માયા. વાહ! કિસ્મતની કરામત કેવી છે! જેની જન્મસાલની સંખ્યાનો સરવાળો કરતાં ૧+૯+૯+ ૮ = ૨૭ થાય, એટલે કે સાધુપદના ૨૭ ગુણેને અપનાવવા જમ્યાં ન હોય!
માયાળ માતાની મમતાથી અને પ્રેમાળ પિતાના પ્રેમથી ઉછેરાતાં બીજના ચંદ્રમાની જેમ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યાં. “પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં લક્ષણ બારણામાં ”—આ લેકેક્તિને અનુરૂપ ગત જન્મના સુસંસ્કારોથી સિંચિત સ્વાત્મામાં મુક્તિની મહેચ્છાઓ સહજ રૂપે પ્રગટ થવા લાગી. જિનપ્રતિમા, ત્યાગી ગુરુદેવ અને જિનવાણી શ્રવણમાં અનોખો આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org