________________
૪૭૨ ]
[ શાસનનાં શ્રમણીરા
સા. શ્રી સુશીલાશ્રીજી મ. ને, ખંભાતના એક ખૂણામાં સતત ૨૦ વર્ષ રહીને સમાધિ અપાવી, અને તેથી પાતે પણ સમાધિ મેળવી. અંતે જે સમાધિ આપશ્રીએ મેળવી તે સમાધિ કેળવવ અમને સમથ બનાવા, અને સમાધિના ચાહક તા છીએ, પણ હવે આપની કૃપાએ સમાધિના સાધક બનીએ, એ જ અંતર્રેચ્છા.
--પુ; સા. શ્રી યુગન્ધ્રરાશ્રીજી મ.
જિનભક્તિ, જ્ઞાનભક્તિ, સધભક્તિ, જીવદયાદિ કાર્યોનાં પ્રેરણાદાતા
પૂ. સાધ્વીજી શ્રી વિદ્યુત્પ્રભાશ્રીજી મહારાજ
વિલાસી આત્માને વિરાગની વાતા સમજાતી નથી, ભેગમાં રાચનાર યાગની કિંમત આંકી શકતા નથી. તેમનું ચિત્ત ત્યાગથી દૂર છે, ને રાગમાં ચકચૂર છે. બાહ્ય સુખ મીઠાં મધુરાં લાગે છે. ભેગી આત્મા રાગના ત્યાગી તથા ત્યાગના રાગી આત્માઓના ચાગની મીઠાશ માણી શક્તાં નથી, તેમજ તેમનાં સુખને પણ દુ:ખ માને છે.
મેાજ-શેાખમાં મસ્ત બનેલા ને ધથી વિમુખ બનેલા એવા હે ભવ્યાત્માએ ! તમે સાંભળો. દેહની દુનિયાને દાગીનાથી દિપાવે છે, ને ચંદ્રની ચાંદનીથી ચમકીલી બનાવા છે, પણ હૈયામાં થાણાં નાખી રહેલ! ખાઉધરા શેતાના અને કાળા કામ કરાવનારા કામાદિ ધાડપાડુએ આત્મખાને લૂટી રહ્યા છે. પણ જરા ઊભા રહી વિચાર કરે, કે સન્માર્ગે ચડાવનારા પૂ. ગુરુભગવતા છે. જેમ પકમાંથી ઉત્પત્તિ પામેલું પંકજ નિળ થઈ વારિપૂર્ણ સરેાવરની શેાભાને ધારણ કરે છે, ઉદધિના તળિયે રહેલી છીપમાં સ્વાતિ નક્ષત્રના ચે!ગે પડેલું જબિંદુ મૌક્તિકપણાને ધારણ કરે છે, તેમ પૂ. ગુરુ મ. ના સતત સાન્નિધ્યથી ભવ્યાત્મા આંતરિક શાભાને કાણ કરે છે.
અનેરા સંદેશ દેતુ પ્રભાત પ્રગટે છે, અનેરુ આલંબન દેતે મધ્યાહ્ન ઝળકે છે, ને અનેરી આશા દેતી સંધ્યા ચમકે છે. આ ત્રણે અવસ્થામાં પ્રેરણાનાં પીયુષપાન છુપાયાં છે. એ પ્રેરણાનાં પીયૂષપાન અમે અમારા પૂ. દાદીગુરુ મ. શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ. ના જીવનમાં નીરખ્યાં.
શૈશવ પાત!નાં સંસ્મરણાથી, પુષ્પ મધુર રિમલથી, કલાપી તેના કેકારવથી, શિ તેની સ્નિગ્ધ ચાંદનીથી, ઝરણું તેના વિનાદથી ને વૃક્ષ જેમ ફળથી શેાભે છે, તેમ સાહામણા સારડ દેશ તેના અજબ-ગજબના ઇતિહાસથી, ને કુદરતી સૌંદર્યથી શેલી રહ્યો છે. એક બાજુ ગગન સાથે વાતો કરતા ગઢ ગિરનાર, ને બીજી બાજુ કવિએનુ ૫નાસ્થાન, ચેાગીઓનું નિવાસસ્થાન, સાધુએનું સાધનાસ્થાન ને પતમાં શિરામણ એવા શત્રુજય પત છે. આવાં રમણીય સારડ રૂપી મુગટમાં તિલક સમાન, ને ખળખળ વહેતાં, માલણ નદીનાં નીરથી ને વનરાજિથી શાભતી શૂરવીરત!, દાનવીરતા ને ધ વીરત! ભર્યાં ઇતિડાસની ચળેગાથા ગાતી એવી મધુપુરી નગરી છે.
આવી મધુપુરીમાં શ્રેષ્ઠીવર્ય શ્રી પદ્માતારાનું નામ ચાભેર પ્રસિદ્ધ છે. પદ્મ પેાતાની સુવાસ ફેલાવું, ને તારા પ્રકાશ પાથરે તેમ પદ્માતારા શેકે પેાતાનાં સુકૃત્યથી જીવનમાં સુવાસ ફેલાવી છે, ચામેર પ્રકાશ પાથયાં છે. આ પેઢીના વારસદાર તરીકે માતા વીજીબહેન હતાં. પૂ. પાદ શાસનસમ્રાટ વિ. નેમિસૂરી મ. સા. તેમના સ`સારી પક્ષના કાકા હતા. વિજ્યાબહેન પહેલેથી જ ધનિષ્ઠ હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org