SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણરત્નો [ ક૭૧ તેઓશ્રી ગુરુકૃપાએ સફળ બન્યાં. તેઓશ્રીના જીવનમાં સમતા, સરળતા, નમ્રતા એટલી બધી ઓતપ્રેત બની ગયેલી, કે ગમે તેવા સમયે ગમે તેવું ચાલશે-ફાવશે-ગમશે – આ જ એમના શબ્દો. નકાર ના પિતાની જીભ પર આવવા જ દીધું નથી. આવા કારણે તેઓશ્રી ગુરુનાં પ્રિયપાત્ર બન્યાં. ગુબહેનેને સહાયક બની વિનય–ભક્તિ દ્વારા સમુદાયમાં સૌરભ પ્રસરાવી રહ્યાં છે. જ્ઞાન, પાન, વિનય, ભક્તિ સાથે તેઓશ્રીનું જીવન તપમય પણ એટલું જ છે. તેઓશ્રીએ વર્ધમાન તપની ૧૦૧ ઓળી, માસક્ષમણ, વીશ સ્થાનક, ૧૬ ઉપવાસ, સમવસરણ તપ, સિંહાસન તપ દર વર્ષે નવપદની ઓળીની આરાધના આદિ વિવિધ નાનાં-મોટાં તપની આરાધના કરી છે. સાથે સિદ્ધાચલની નવ્વાણુ યાત્રા તથા અનેક નાનાં-મોટાં તીર્થોની યાત્રાનો અપૂર્વ લાભ પ્રબળ પુણ્યોદયે મેળવે છે. આવા ઉચ ભાવનાશીલ સંચમસાધક તપસ્વી આત્મા સંયમસાધનામાં દિન-પ્રતિદિન વૃદ્ધિ પામી સંયમજીવનને સફળ બનાવી મેક્ષાથી બને એ જ ભાવના સહ મંગલ કામના. – પૂ. સા. શ્રી સૌરભયશાશ્રીજી મ. મૃત્યુ પણ મહાસવે બનાવનારા સમતામૂતિ પૂ. સાધ્વીજી શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મહારાજ સમાધિમરાની આકાંક્ષા કરતા અતિ વિચરે. કેન્સર એટલે કેન્સલ.... દુનિયાની ડાયરીમાંથી જેનું નામ કેન્સલ થાય તેની બીમારીનું નામ કેસર. જે બીમારી અંગે સાંભળતાં જ આળવિકાળ, અસ્થિર બની જઈએ તેનું નામ કેન્સર. દેહને ક્રિયાશૂન્ય કરી મૂક્તા વ્યાધિનું નામ કેન્સર. પણ ના, સબૂર. કેસર એટલે કમાલ, કેન્સર એટલે કર્મરાજા પર આક્રમણ કરવાનું અમોઘ શસ્ત્ર, કેન્સર એટલે આરાધના કરવાનો અમૂલ્ય અવસર, કેન્સર એટલે ઉપકારી દદ, કેન્સર એટલે સમાધિમરણની અપૂર્વ ભૂમિકા. આ વાત મારા-તમારા જેવા માટેની નથી, પણ આ વાત છે પૂ. સા. શ્રી પૂર્ણ ભદ્રાશ્રીજી મ.ની, જેમની ૬૧ વર્ષ સુધીની સંપૂર્ણ નિરોગી કાયા, અને એકાએક કેન્સરે તેમની જોડે મિત્રતા કરી. હર-હંમેશ ગમે તે પરિસ્થિતિને સારી રીતે અપનાવનાર તેઓશ્રીએ આ પરિસ્થિતિને પણ સમતાભાવે અને હસતા મુખડે અપનાવી લીધી. મૃત્યુને (કાળને) આમંત્રણ મોકલી દીધું, કે પધારો, સ્વાગતમ્, હું તૈયાર છું, મને વિશ્વાસ છે, કે જીવન આદર્શમય વ્યતીત થયું છે. મૃત્યુને પણ આદશમય બનાવીશ. મહોત્સવ બનાવીશ. સંયમ–બાગમાં ૪૭ વર્ષ રહીને જે જ્ઞાન-ધ્યાન વગેરે મેળવ્યું હતું તેની હવે પરીક્ષા આપવાનો સમય હતો. શિષ્યા પરિવાર વગેરે કેની ચિંતા ન કરતાં યેય “સમાહિર મુત્તમ દિંતુ’નું કરી દીધું. આવી કપરી સાધનાની અઘરી પગદંડીએ ચાલી નીકળ્યાં. આવા સમતામૂતિ આત્માને નિઝામણા કરાવવા જેનશાસનના વિદ્રદ્ધયરત્ન પ. પૂ. પં. શ્રી શીલચન્દ્રવિજયજી મ. સા. કરાવે તે પણ એક મહાન પુણ્યોદય છે. પૂ. સા. શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ. એટલે જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ આદિ અનેક ગુણએ કરીને પૂર્ણ, અને આ બધું હોવા છતાં ભદ્ર પરિણામી. તેથી નામ, જીવન અને મૃત્યુ એ ત્રણે સાર્થક કર્યા. પિતાનાં વાત્સલ્યમયી શતાયુ માતા પૂ. સા. શ્રી મુક્તિપ્રભાશ્રીજી મ. તેમજ ગુરુબહેન પૂ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy