SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] [ શાસનનાં શ્રમણીરત્ન મહારાજ, શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ ભાવપૂર્વક અત્યંત માંગલિક રીતે ઉચ્ચારણ કરે છે અને છેલ્લી ગાથામાં કહે છે... “ઈચાઈ મહાસઈએ, જયંતિ અકલંક શીલકલિઆઓ, અવિ વજઈ જસિં, જસ પડિહો તિહાણ સયલે”...સુલસ-ચંદનબાળા ઈત્યાદિ મહાસતીઓ કે જેમનું નિર્મળ શીલ છે. તેથી આજે પણ સમસ્ત ત્રણ જગતમાં તેમને યશ પટહ ગુંજી રહ્યો છે. જૈનેના સર્વમાન્ય મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્રની ૨૨ મી ગાથામાં મુક્ત કંઠે ભાવપૂર્ણ સ્તુતિ કરી છે. સ્ત્રીણાં શતાનિ શતશે જયન્તિ પુત્રનું નાન્યા સુત ત્વદુપમ જનની પ્રસૂતા; સર્વ દિશે દધતિ ભાનિ સહસરશ્મિ, પ્રાચ્ચેવ દિમ્ જનયતિ કુરદંશુ જાલમ્ II હે ધન્ય માતા ! આ સંસારમાં હજારો સ્ત્રીઓ હજાર પુત્રને જન્મ આપે છે. પણ, આપ જ ધન્યમાતા-જનની છે જે તીર્થકરને જન્મ આપે છે – તે માટે કેટલી સુંદર ઉપમા આપી છે! દિશાઓ તે દશે છે. પણ, પૂર્વ દિશા પૂજ્ય છે. કારણું, તે સૂર્યને જન્મ આપે છે. તેમાં તમે પણ તીર્થકરને જન્મ આપે છે. તેથી હે માતા ! તમે જગતુપૂજ્ય છો...અને વંદનીય છે... જૈન ધર્મના મહાન “કલ્પસૂત્રમાં” ભદ્રબાહુ સ્વામી યક્ષ-યક્ષ દિના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ શબ્દ વાપરે છે... પુત્તી સમા સીસા” પુત્રી સમાન શિષ્યા. આ વિશ્વને સંપ્રતિ જેવા મહાન રાજવીના ધર્મગુરુ આર્ય રક્ષિતસૂરિ મહારાજ અને આર્ય મહાગિરિના માટે કહેવાય છે કે આ બે મહપુરુષને ધર્મભાવની વૃદ્ધિ યક્ષા વગેરે આર્યાઓએ કરી છે... તેની સ્મૃતિમાં રક્ષિતસૂરિ અને મહાગિરિના જેવા જૈનાચાર્યના નામ આગળ આર્ય” શબ્દ મૂકવામાં આવ્યું છે..તે ઈતિહાસપ્રસિદ્ધ છે.... પટનામાં આ મહાસતી સાધ્વીઓને પૂજનીય પટ છે, તેમ ઐતિહાસિક ગ્રંથ સાક્ષી આપી રહ્યા છે....... વિદ્વત જગતમાં જૈનાચાર્ય હરિભદ્રસૂરિજી મ. સા.નું નામ મૂર્ધન્ય છે અને મૂર્ધન્ય રહેશે. આવા મહાન આચાર્યને પ્રતિબંધ યાકિની મહત્તા નામનાં મહાન સાધ્વી દ્વારા થયે છે. અત્યંત વિદ્વાન અને આ કૃતજ્ઞ આચાર્ય મ. સા. પિતાને યાકિની મહત્તા સુનું એટલે પુત્ર તરીકે સ્વરચિત અનેક સૂત્રમાં સ્મરે છે. જોકેતિ એવી પણ છે, જૈનસંઘ આ મહાન આચાર્યને જે કંઈ ઉધન ન કરી શકતાં તેવું ઉધન આ મહાન આર્યા સાધ્વી નિર્ભીકપણે આચાર્યને કરતાં અને તેઓ ખૂબ જ ભાવપૂર્વક ઉપકારી સાધ્વીજી મ.ના વચનને શિરોમાન્ય કરતાં. અનેક મહાપુરુષો સાથે કર્ણાવતી નગરીને ઇતિહાસ જોડાયો છે. સાહિત્યમેરુ હેમચંદ્રાચાર્યના મહાન ગુરુ દેવસૂરિ મ. સા. ને સાધ્વીજી મહારાજે ધા નાંખી: “તમારા જેવા આચાર્ય હોય અને સાધ્વીજીની મર્યાદા ન જળવાય? શું આપને આવી ઉપેક્ષા કરવા આચાર્ય બનાવ્યા છે? અને પૂ. આચાર્ય ભગવંતે સાધ્વીસંઘની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દિગંબર સાથે વાદ કર્યો. આચાર્ય દેવસૂરિ મ. અને દિગંબર પંડિતના વાદે એક અદ્ભુત ઈતિહાસ સર્યો કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy