________________
શાસનનાં શમણીરત્ન
[ ૪૨૭ જન્મેલા એવા આ આત્માએ બાધવયથી જ ધર્મના સંસ્કારથી જીવનને દમય બનાવી દીધું હતું. છગનભાઈને ત્રણ પુત્રીઓ હતી. અનુકમે સમરતબહેન, સાંકળીબહેન અને પૂતળીબહેન.
કેટલાક સુકારો પૂર્વ જન્મની આરાધનામાંથી લઈને આવેલા તેને ઉચ્ચ ખાનદાન કુટુંબમાં જન્મ ધારણ કરવાથી પૂરતા વેગ મળે. આકાશીબહેનના પિતાશ્રી છગનલાલભાઈના હૃદયમાં બાલ્યવયથી જ પ્રત્રજ્યા લેવાના મનોરથ હતા, કિન્તુ સ્વજન-કુટુંબના આગ્રહ આગળ તેઓને લાચાર થવું પડ્યું. ત્રણે પુત્રીના જન્મ બાદ સાંસારિક વાસનાને તુચ્છ ગણ સંયમ લેવા ચાલી નીકળેલા છગનભાઈને તેમના કુટુંબીઓ પાછા ધી લાવ્યા. “ચમને દેવાય પણ યતિને ન દેવાય” એ લકિત મુજબ જાણે છગનભાઈની જીવનયાત્રા સ કેલાઈ ગઈ! ત્રણેય પુત્રીઓની જવાબદારી મંછાબહેનના માથે આવી પડી.
પતિને સંયમમાં અંતરાયરૂપ થયા એનું દુઃખ મંછાબહેનના હૃદયને કરતું હતું. દિવસેદિવસે સંસારની અસારતાનું ભાન થવા માંડયું. ત્રણેય પુત્રીઓને ઠેકાણેસર પરણાવી પ્રજા લેવી એવું મનમાં નક્કી કરી નાખ્યું. મારી પુત્રીનાં લગ્નની સાથે સાંકળીબહેનનાં પણ લગ્ન લેવાયાં. પુત્રી સાંકળીનાં લગ્ન પ્રભાતમાં ઉચ્ચ કુટુંબમાં નેમચંદ મગનલાલ સાથે થયાં. મારી પુત્રી સમરતને સાસરે વળાવી, પણ પુત્રી સાંકળીબહેનની ઉમર માત્ર ૯ વર્ષની જ, જેથી તેમને સાસરે વળાવ્યાં ન હતાં. લગ્ન થયાને હજી એક વર્ષ પણ પૂરું થયું ન હતું, ને નેમચંદભાઈની તબિયત નાદુરસ્ત થઈ. અનેક ઉપચાર છતાં સુધારો ન થયો. સાંસારિક રીત-રિવાજ મુજબ સાંકળીબહેનને સાસરે મોકલવામાં આવ્યાં. અડી જે દિવસે સાસરે આવ્યાં તે જ દિવસે નેમચંદભાઈ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા. માતા હજી પોતાનું દુઃખ ભૂલે, ન ભૂલે ત્યાં આ નવી આતની ઘેરી છાયા ફરી વળી. યમરાજે પણ કેવી લપડાક લગાવી સાંકળીબહેનને પણ એ આઘાતે જ તેમને ધમમાં જાગૃત કરી દીધાં! વ્યવહાર પ્રમાણે વિધવા કહેવાયાં, પણ જ્ઞાનીઓની દષ્ટિએ તો બાલબ્રહ્મચારિણી જ રહ્યાં. પિયર રહીને માતાની અપૂર્વ પ્રેરણાથી ધાર્મિક પ્રવૃત્તિ અને જ્ઞાનાભ્યાસમાં તલ્લીન બન્યાં. ત્યાગ માગની રુચિ જાગી. પૂ. સાધુ-સાધ્વીજી મ. ની વેરાગ્યમય વાણીનું સિંચન થતાં ત્યાગના અંકુરો ફાલ ફલીને મોટા થયા. પ્રબલ પુરુષાર્થના જેરે અંધકારનાં આવરણો એક પછી એક ભેરાવા લાગ્યાં. પૂ. સા. શ્રી વીજ કેરશ્રીજીના શિષ્યા પૂ. સા. શ્રી દેવશ્રીજી અને તેમના શિષ્ય પુ. સા. શ્રી સૌભાગ્યશ્રીજી આ સમયે બંભાતમાં બિરાજતાં હતાં.
ઉત્તમ ચારિત્ર-પાલન અને મધુર વાણી, શાંત સરળ સ્વભાવાદિ ગુણોથી આકર્ષાઈને માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં પૂ. શ્રી નીતિવિજયજી મ. સા. ના શિષ્ય પૂ. શ્રી હર્ષવિજયજીના વરદ હસ્તે સં. ૧૯૪૮ માં મા. સુ. ૧૧. (મૌન અગિયારસ) ના શુભ દિવસે દીક્ષા અંગીકાર કરી પૂ. સૌભાગ્યશ્રીજી મ. નાં શિખ્યા ૫. સા. શ્રી ચંપાશ્રીજી મ. તરીકે જાહેર થયાં.
શ્રીક્ષિત જીવનમાં શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયને મસૂરીશ્વરજી મ. સા. નું આજ્ઞાવતી પણું પામી સ્વાત્માને ધન્ય માનવા લાગ્યાં. દિન-પ્રતિદિન સમ્યમ્ દશન-જ્ઞાનચારિત્રની પ્રવૃત્તિમાં આગળ વધવા લાગ્યાં. પૂ. ગુરુજીનો પણ અનહદ પ્રેમ એમના ઉપર વરસતા ગયે. જીવન ઉચ્ચ કોટિનું રસિક અને પ્રૌઢતાભર્યું બનતું ગયું. જેન શાસનનાં મહાન કાર્યો, જે સાધુ મહાત્માને માટે પણ કડિન હોય એવાં, સુંદરતા અને સરળતાથી કર્યા.
ગુરુ મ. ની નિશ્રામાં રહી પોતાનું સંયમ જીવન ગુરુ મ. ની અપૂર્વ ભક્તિ અને છાયામાં ખીલવી, ગુરુ મ. ની સાથે અનેક અનુભવો અને જ્ઞાન મેળવવા લાગ્યાં. ગુરુભક્તિ અને વૈયાવચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org