________________
૪૨ ૬ ]
મનનાં પ્રમાણ ઘણાં કાર્યો કર્યા છે ને કરાવ્યાં છે. વૃદ્ધાવસ્થામાં કેસરિયાજીની પણ ચાત્રા કરી હતી. સં. ૧૯૯પની સાલનું ચાતુર્માસ પાલીતાણું કર્યું. અહીં તેમની તબિયત નરમ થવા લાગી. તપસ્યા પર તેઓશ્રીને અનહદ પ્રેમ હતો, તેથી સખત માંદગી હોવા છતાં તેઓશ્રીએ સાદવીઓને વૈરાગ્યવાહિની દેશના આપી ૧૧ સાધ્વીને માસક્ષમણ, સેળભત્તા, અડ્ડાઈ વગેરે તપશ્ચર્યા કરાવી હતી.
સ્વર્ગવાસ : સ. ૧૯પના ચાતુર્માસમાં તેઓશ્રીની તબિયત વંદની. કર્મના ઉદરથી દિન-પ્રતિદિન વધુ લથડતી ગઈછ મહિના વધુ નરમ રહી. તેઓશ્રીને વિશાખા પરિવાર વેરાવ ભક્તિને લાભ સુંદર રીતે અપ્રમત્તભ લઈ રહ્યાં હતાં. તેઓશ્રીના અંતેવાસિની પ્રશિષ્પા પૂ. સાધ્વી શ્રી ગુણશ્રીજી મ. લીતિમાં, વૈયાવચમાં તત્પર રહેતાં હતાં. પૂજશ્રી આવી સખત માંદગીમાં “એ હું ન0િ મે કે એ પવિત્ર વાક્યને યાદ કરી વૈરાગ્ય ને એકતા ભાવનામાં નવકાર મંત્રના કાનમાં લીન રહેતાં. છેવટે તીર્થાધિરાજનું ધ્યાન ધરતાં શાસન સમ્રાટ પૂ. નેમિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં તેઓશ્રીની આજ્ઞાનું આરાધન કરતાં નવકાર મંત્રનું મરણ કરતાં શુભ ભાવનાપૂર્વક સમાધિ સહિત સં. ૧૯૯૬ના માગશર સુદ ૯ના પ્રાત:કાળે સ્વર્ગવાસ પામ્યાં. તેઓશ્રીએ બોતેર વર્ષનું પરિપૂર્ણ આયુષ્ય પાળ્યું, ને પચાસ વર્ષને દીક્ષાધિ પાળવા
હાલમાં પૂજ્યશ્રીનો વંશવેલો ઘણો ફાલ્યો છે. પ્રાચઃ ૩૦૦ જેટલાં સાધ્વીઓ સુંદર રીતે સંયમની આરાધના કરી રહ્યાં છે.
તેઓશ્રીએ જ્યારથી દીક્ષા અંગીકાર કરી હતી ત્યારથી પૂજ્યપાદ શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજની આજ્ઞામાં વિચરતાં હતાં. ત્યાર પછી પૂ. પં. ગંભીરવિજયજી મ. ની આજ્ઞા આરાધી હતી, ને તેઓશ્રીના કાળધર્મ બાદ તીર્થોદ્ધારક શાસન સમ્રાટ પૂ. આ. નમસૂરીશ્વરજી મ.ની આના સતત એકવીશ વર્ષ સુધી આરાધી હતી.
તેઓશ્રી અજવાસમાં ઘણાં આગળ વધ્યાં હતાં. આગમ સૂત્રે, દ્રવ્યાનુયોગ, ચરણ કરુણાનગ તથા, દમકથાનુગનું ઊંડું જ્ઞાન મેળવ્યું હતું, તેમજ નાની-મોટી ઘણી ઉગ્ર તપસ્યાઓ પણ કરી હતી. અને ભવ્યાત્માનો ઉદ્ધાર કરી અપ્રમત્તપણે સંચમ સાધના કરી, તપ-જપ-જ્ઞાનધ્યાન વગેરેમાં ઉદ્યત રહી, ગુરુભક્તિમાં તત્પર થઈ પિતાનું જીવન ઘણું ઉત્તમ બનાવ્યું હતું. એવાં પરમપદારી ગુરુજી શ્રી સૌભાગ્યશ્રીજી મહારાજનું જીવન અને આ માટે સદાય આદર્શ મય બની રહો એવી શુભાભિલાષા.
–. સા. શ્રી પ્રવીણ શ્રીજી મ.
ત્યાગ -વેરા અને જ્ઞાનની જ્યોથી ઝગમગતાં શમણીર ન
૫. સા. શ્રી ચંપાશ્રીજી મહારાજ શ્રી જિનમંદિરોની શ્રેણીથી વિભૂષિત, મહાચમત્કારી શ્રી ધંભન પાર્શ્વનાથના ભવ્ય જિનાલયથી સુશોભિત શ્રી ત્રંબાવટી નગરી (હાલમાં ખંભાત નગર ) માં વસતા અને ખ્યાતિ પામેલા શેઠ શ્રી લાલા-જેતાના સુપુત્ર છગનભાઈનાં લગ્ન મંછાબહેન સાથે થયેલાં. તેમની પુણ્યકુક્ષિથી આ ચરિત્રનાયિકાને જન્મ વિક્રમ સંવત ૧૯૩રના માગશર સુદ પાંચમના શુભ દિવસે થયો હતો. બાલિકાનું નામ સાંકળી રાખવામાં આવ્યું હતું. ખાનદ્રાન અને ધાર્મિક કુળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org