________________
શાસનનાં શ્રમણીરત્ને
જૈન દર્શનની અનેક વિશેષતાઓ પૈકી એક વિશેષતા એ છે કે એના વિચારાત્મક પ્રવાહની સાથે સુમેળ સાધી શકે એ રીતના આચારાત્મક પ્રવાહ પણ આજદિન પર્યન્ત પ્રવત રહ્યો છે. એ જૈનશાસનના ચાર પાયારૂપ સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકામાં જેનું આગલી હરેાળમાં સ્થાન છે, તે છે સાધ્વી સઘ.
૪૨૨
પુરુષપ્રધાન ધર્મના કારણે સાધુ-સંઘની ઘેાડીક વિશિષ્ટતા અતાવી હોવા છતાં સાધ્વી સંસ્થાનું જરાએ ઊતરતુ પ્રદાન નથી. એનાં તપ-ત્યાગસયમ અને સ્વાધ્યાય હમેશ માટે અજોડ રહ્યાં છે. એની સયસ સ્વાધ્યાય નિષ્ઠાના કારણે તે આપણને સમથ વિદ્વાન આચાર્ય શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજ જેવા પુરુષો મળ્યા છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજના શાસ્રવાતોસમુચ્ચય – યોગદૃષ્ટિ સમુચ્ચય, ઘેાડશક, પચારીક કે અષ્ટક પ્રકરણ જેવા ગ્રંથા વાંચતા હોઈએ ત્યારે તેઓના મૂળમાં રહેલાં શ્રી યાર્કિનો મહત્તા સાધ્વીજીને મનેામન વન્દન કર્યા સિવાય રહી શકતા નથી.
ચરમ તીથ પતિ પરમાત્મા મહાવીર દેવે શાસનની સ્થાપના કરી ત્યારે શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમમહારાજને પ્રથમ સાધુ તરીકે અને શ્રી ચન્દનબાળાજીને પ્રથમ સાધ્વી તરીકેની સ્થાપના કરી હતી ત્યારથી એટલે કે ૨૫૦૦ વર્ષ જેટલા દી કાળથી આ સાધ્વી સસ્થા પે!તાના નિર્મળ ચારિત્રપાલન સાથે ઘર-ઘર અને જન-જનમાં જૈન ધર્મના ઉપદેશ આપીને જગતનું કલ્યાણ કરતી રહી છે. એ સાધ્વી સમુદાયમાં શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીધરજી મહારાજના સમુદાયના આજ્ઞાતિની સાધ્વીગણ સાડાત્રણસેથી પણ વધારે વિશાળ સંખ્યામાં અને લબ્ધપ્રતિષ્ઠ તરીકે તારાગણમાં ચન્દ્રમાના જેવું જૈનશાસનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
એકથી એક ચડિયાતા તપસ્વી-ત્યાગી-વૈરાગી-વિદુષી અને દૂર દૂરના પ્રદેશમાં વિચરીને જૈન જૈનેત્તરાને પ્રતિબંધ કરનાર નેએએ કરેલી સ્વ-પર કલ્યાણકર સાધનાથી જૈન સાહિત્યનાં પૃષ્ઠો સુવર્ણાક્ષરે અકિન્ન થનાં જ રહેશે. અહી તેએ પૈકીનાં અમુકના પ્રેરક જીવન પ્રસંગે આલેખવાને પ્રયાસ આ ગ્રંથના સપાદક દ્વારા કરવામાં આવ્યા છે.
Jain Education International
—પૂ. આ. શ્રી વિશ્વદેવસુરીશ્વરજી મ. ના બ્ધિ પૂ. આ. શ્રી વિજયહેમચન્દ્રસૂરિજી મહારાજ.
-----
For Private & Personal Use Only
www.jainelibrary.org