________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૪૦૧ ભુજપુરમાં તારાબહેનના વિકાસને અત્યંત વેગ મળવા માંડ્યો. બાલ્યાવસ્થા પૂર્ણ થતાં બૌદ્ધિક વિકાસ પણ ખૂબ થયો. કેઈ પણ કામ તરત જ ગ્રહણ કરતાં શીખી ગયાં. દરમિયાન, સાધ્વીજી મહારાજેનો પરિચય થવા માંડ્યો. માતાપિતાને ચિંતા થઈ કે પુત્રી કદાચ પ્રત્રજ્યાના પંથે પ્રયાણ કરે તો? એટલે તેર વર્ષની વયે સગપણ કરી નાખ્યું. પરંતુ વિધિનું વિધાન જુદું જ હતું. તારાબહેનને પૂ. સા. શ્રી ચંદ્રોદયાશ્રીજી મહારાજને સમાગમ થઈ ગયે. પૂજ્યશ્રીના મહાન જીવનને સાક્ષાત ઈ-વિચારી તારાબહેનમાં દીક્ષા લેવાના મનસ્થ જગ્યા. માતાપિતાની ખૂબ સમજાવટ છતાં, સં. ૨૦૧૨ના વૈશાખ સુદ બીજને શુભ દિને, ભુજપુરમાં જ, પૂ. આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરી. પૃ. ચંદ્રોદયાશ્રીજી મહારાજનાં શિખ્યા ચંદ્રકીતિશ્રીજી નામે ઘોષિત થયાં.
જવલંત વૈરાગ્યથી દીક્ષા લીધી, તેથી દીક્ષાપયો પણ જવલંત બની રહ્યા ! અલ્પ સમયમાં જ શા-કાવ્યો-વ્યાકરણ આદિને અભ્યાસ પૂર્ણ કરી લીધા. તેમની સ્મરણશક્તિ પણ અદ્ભુત, એટલે ટૂંક સમયમાં કેટલાંયે સૂત્રો-સ્તવને આદિ કંઠસ્થ કરી લીધાં. વળી. વડીલના વિવેકવાવમાં પણ કેઈ દિવસ પ્રમાદ નહી. ગૃહસ્થજીવનમાં એક આયંબિલ નહોતું કર્યું, પણ સંયમજીવનમાં વિગઈ પ્રત્યેની એટલી બધી મૂછો ઉતારી દીધી કે અપ સમયમાં ૧૦૮ વર્ધમાન તપની ઓળી પૂર્ણ કરી. સાથે સાથે ૫૦૦ આયંબિલ, કપ ઉપવાસ. ૩૦ ઉપવાસ. બીજ-પાંચમ-- આડમ-દશમ-અગિયારસ, વર્ષીતપ, સિદ્ધિતપ વગેરે નાની મોટી કેટલીયે તપસ્યા કરી.
સ્વભાવની સરળતાને લીધે પૂજ્યશ્રી નાનામોટા માં એકસરખાં પ્રતિભાજન બની રહ્યાં છે. એવી જ રીતે, પૂજ્યશ્રીનો સમતાભાવ એવો કે કરી કેના હૃદયને આઘાત પહોંચે એવું સહેજ પણ બોલે નહીં. વકીલેની સેવા-ભક્તિ કરવામાં હંમેશા તત્પર રહેતાં પૂજ્યશ્રીએ પોતાના ગુરુદેવને અંત સમયે સુંદર આરાધના કરાવી. કેઈની આંખમાં આંસુ જુએ તો દ્રવી ઉડે એવાં કરુણાનાં સાગર. પૂ. ચંદ્રકીર્તિ શ્રીજી મહારાજ જીવદયાનાં પણ એટલો જ આગ્રહી રહ્યાં છે. નાનામાં નાના જીવ પ્રત્યે અપાર કરુણા રાખે. એવા મૃદુ-વિનમ્ર-વિવેકી સ્વભાવને લીધે અનેક છેવાને પ્રેરણાનાં પીયુષ પાતાં પૂજ્યશ્રી ચંદ્રકતિશ્રીજી મહારાજ મેટાબહેનને ગુરુતુ અને નાની બહેનને શિધ્યાતુલ્ય વાત્સલ્ય વરસાવતાં સુંદર આરાધના અને ઉત્કૃષ્ટ પ્રભાવના કરી રહ્યાં છે. એવા એ સાધ્વીરત્નને અનંતકેટિ વંદન !
(સંકલનક્તો : સા. શ્રી ચિત્તપ્રસન્નાશ્રીજી મ.)
સૌજન્ય-સહયોગ સાભાર વાગડ સમુદાય વિભાગમાં પ્રગટ થયેલા છે. પૂ. સા. મ. શ્રી આણંદશ્રીજી મ, પ. પૂ. સ. મ. શ્રી ચતુરશ્રીજી મ. પ. પૂ. સ. મ. શ્રી ચરણ શ્રીજી મ.ના સંયમજીવનના પ્રભાવક પરિચય વાગડ સમુદાયના સ્વ. પ્રશાંતમૂર્તિ પ. પૂ. સ. મ. શ્રી ચરણશ્રીજી મ.નાં શિખ્યા, સુવિશાળ ગચ્છાધિપતિ પરમ શાસનપ્રભાવક સ્વ. પૂજ્યપાદ આ. ભ. શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. નાં પટ્ટાલંકાર વતમાન ગચ્છાધિપતિ પૂ. પાદ આ. ભ. શ્રીમદ વિજયમહેદયસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાતિની સા. મ. પૂ. શ્રી ચન્દ્રાનનાશ્રીજી મ. સા.ના ઉપદેશથી શાસનપ્રેમી માહનુભાના સૌજન્યથી...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org