________________
૪૦૦ ]
શાસનનાં શ્રમણિરત્ન આશ્રિત પાસેથી સ્વાધ્યાય, નમસ્કાર-જાપ, તપ આદિનું વચન-દાન મળ્યા બાદ પ્રતિક્રમણ ખૂબ જ શાંતિથી કહ્યું. થેયમાં સિદ્ધાચલની કૂંપૂર્વક ૭ યાત્રાનું વર્ણન આવ્યું, તો કહે, કે મને આવી યાત્રાને લાભ મળે છે. સ્તવન–સન્માય તરીકે જાતે જ બધા સાંભળી શકે એ રીતે મોટેથી મધુર કંઠે “નીલુડી રાયણ શીતળ છાયા” અને “જબ લગ સમતા ક્ષણ નહિ આવે” બોલ્યાં. પછી
: “કાલે સવારે મને પ્રકાશનું સ્તવન, પદ્માવતી આરાધના વગેરે સાંભળાવજો, અને મુંબઈથી પૂ. ગચ્છાધિપતિને સમાધિને સંદેશવાહક જે પત્ર પૂર્વ આવ્યો હતા, એ ખાસ વંચાવજે.”
સંથારા પિરસી ભણાવ્યા બાદ સૌને કમાવીને અને યોગ્ય હિતશિક્ષા આપીને “ચેતન જ્ઞાન અજવાળીએ ” સકાય સાંભળવાની ભાવના વ્યક્ત કરી. સઝાય કેઈન કંઠસ્થ ન હોવા ચાંદનીના નિર્દોષ પ્રકાશમાં વાંચીને પણ સંભળાવવાની સૂચના આપી. આ સજઝાયનું શ્રવણ કરાવાય એ પૂર્વે તે નમસ્કારમંત્રમાં અનેરી તતલીનતા અનુભવતાં સમાધિના એ આદર્શ આરાધક જેઠ સુદ પૂનમની રાત્રે ૯-પ૩ મિનિટ પલકની વાટે સમતાનું ભાથું બાંધીને વિદાય થઈ ગયાં. ડોકટરો પણ બોલી ઊઠયા, કે હજારમાં એક કેસ આ મળવો મુશ્કેલ ગણાય. આવા દરીને કાં તો હેમરેજ થઈ જાય. કાં લકવા લાગુ પડે. આ રીતે શાંતિથી મૃત્યુ પામનાર તા આ પહેલવહેલાં જ જોવા મળ્યાં ! નહીં તો આવા રોગમાં પીડાનો પાર ન હોય.
આમ. ૪૮ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ૪૯મા વર્ષમાં પ્રવેશ કર્યા બાદ પ્રથમ દિવસે જ એટલે જેઠ સુદ પૂનમની રાત્રે ૯-૫૩ મિનિટે અમદાવાદ ઝવેરીવાડ વાઘણપોળમાં સમાધિપૂર્વક કાળધર્મ પામનાર પૂ. સાધ્વીજી શ્રી આયશાશ્રીજી મહારાજ ખરેખર સમાધિ-મૃત્યુને એક અભુત આદર્શ ખડો કરી ગયાં આવું અદ્ભુત સમાધિનિટ મૃત્યુ મળવું એ કંઈ જેવી–તવી પુયાથી શક્ય નથી. જેનું જીવન સાધનામાં વીત્યું હોય, જીવદયા જેના જીવનમાં વણાઈ ચૂકી હોય, પ્રાયઃ એ જ આવું વદના રહિત સમાધિ-મૃત્યુ પામવા દ્વારા અનેકના જીવન સમક્ષ સમાધિને આદર્શ રજૂ કરવામાં સફળ-સબળ બની રહે ! આનું ઉત્કૃષ્ટ દષ્ટાંત પૃ. સા. શ્રી આર્યયશાશ્રીજી મ. બની ગયાં.
વધમાન તપ–આરાધક પૂ. સાધ્વીજીશ્રી ચંદ્રકીતિશ્રીજી મહારાજ પરમ તારક શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રત્નત્રયી અને તત્વત્રિયીની આરાધના કરતાં કંઈ કેટલાયે સંત-મહાત્માઓ નિજ જીવનને સફળ બનાવી રહ્યા છે અને સ્વજીવન-નિદર્શનથી અન્ય જવાને ધમરાધના માટે સોનેરી પ્રેરણા આપી રહ્યા છે. એવા જ એક પરમ કલ્યાણક સાધ્વીશ્રી ચંદ્રકાતિ શ્રીજી મહારાજ છે.
માના રંગુન શહેરમાં પિતા સાકરચંદભાઈનાં ધર્મપત્ની દિવાળીબહેનની રકુક્ષિએ એક બાળાનો વિ. સં. ૧૯૮૯ના અષાઢ સુદ ૯ ને દિવસે જન્મ થયો જેનું નામ તેજસ્વી આકૃતિ જેને તારા પાડવામાં આવ્યું. અને તારાબહેનને તારા માફક ચમકે એવા જ સંસ્કાર ને વાર મળવા લાગ્યા. બ્રહ્મદેશમાં તો સાધુ-સાધ્વીજીઓનો ખાસ પરિચય થાય નહિ. છતાં માતાપિતાના સંસ્કારો એવા કે સવારમાં ઊઠીને પ્રથમ દેવદર્શન-પૂજાવિધિ પછી જ પાણી પીવાનું. એવી જ રીત, જીવનમાં સુસંસ્કારોને વિકાસ થવા લાગ્યો. પરંતુ, એકાએક પહેલું વિશ્વયુદ્ધ થતાં કુટુંબને એમાં છોડીને મૂળ વતન ભુજપુર આવવું પડ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org