________________
[ શાસનનાં શમણીરત્નો
વિ.સં. ૧૯૯૦ના મહા સુદ ૯ ના શુભ દિને શ્રી સુલભાશ્રીજી નામે ઘેષિત થયાં. પૂ. સુભદ્રાશ્રીજી મહારાજ, કે જેઓ પ્રભુભક્તિ-ભ્રમર–ાગી, કરુણકલા–ભેગી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજ (વાગડવાળા)ના સમુદાયમાં આજે ૪૫૦ શ્રમણવંદના શિરછત્ર તરીકે, અદ્વિતીય–અનુપમ સંયમસાધના કરી રહ્યા છે, તેમનાં ચરણોમાં સર્વસ્વ સમર્પણ કરી સંયમયાત્રાનો આરંભ કર્યો. સંયમજીવનના પ્રાણ સમી ગુરુઆણાને આત્મસાત્ બનાવી. અને પૂ. ગુણશ્રીજીની તાલીમ લઈ જ્ઞાન અને સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરી. કે જ, ઘેઘુર વટવૃક્ષ સમા વીલની નિશ્રામાં થતી જીવોની જાળવણી તે સમયની કેળવણી દ્વારા ગળે કળાએ ખીલી ઊડતી. આજે પણ પૂ. સુભદ્રાશ્રીજી મહારાજ આદિમાં “ચંદનબાળા સમાન આદશોની ઝાંખી થાય છે. રાત શત વંદન હો એ અગણિત ગુણાલંકૃત આર્યાવંદને !
પૂજ્ય મુલાશ્રીજીએ ગુરુકુલવાસમાં રહી આત્માને અનેરા સંયમથી, તપથી, જ્ઞાનથી મટી લીધો કે તેની ચમક આજે પણ અનેકોને પ્રભાવિત કરે છે. સવતી આર્યા સાથે જે સંપ તેવી જ હતી ગુબહેનોની સેવા કરવાની સદાય તત્પરતા રાખતાં. સહવતી આર્યાને અધ્યયનાદિમાં પૂરો સહકાર આપવાની વૃત્તિ અને વિનય–વૈયાવચ્ચ કર્યા બાદ પઠન માટેની જાગૃતિ રાખતાં. તેમના સ્વભાવમાં કયારેય વ્યતા કે વાણીમાં ક્યારેય ઉગ્રતા રહેતી નહી. દેવ-ગુરુની ભક્તિ અને તપશક્તિમાં વધારો કરવા ઉદ્યત રહેતાં. વર્ધમાન તપની ૧૦૦ એાળી સાથે કાયાનો કસ કાઢવામાં સતત પ્રયત્નશીલ આ સાધ્વીજી મહારાજે માસક્ષમણ, સિદ્ધિતપ, ચત્તારિ–અડ્ડ-દસદીય. ૧૬ ઉપવાસ, ૮-૧૦-૧૧-૧પ ઉપવાસ, સમવસરણ, વર્ષીતપ, ક્ષીરસમુદ્ર આદિ થોકબંધ તપશ્ચર્યા દ્વારા દેહની દિવ્ય કાંતિ પ્રાપ્ત કરી છે.
પૂજયશ્રીના જીવનમાં સમતા પણ ગજબની છે. ગરમ–ો, જાડો-પાતળો, સર–નિરસ આહાર ઉચાટ કર્યા વિના મસ્તીથી વાપરે. નાનામાં નાની વ્યક્તિની વાતને માન્ય કરવામાં જરા પણ નાનપ ન અનુભવે એવી સરળતા છે. એવી જ રીતે, કઈ પણ વિપરીત પરિસ્થિતિમાં હનશીલતા ગુમાવવી નહિ અને વિવેક કેળવ્યું છે.
એવા અનેક ગુણાલંકૃત શ્રી સુશીલાશ્રીજી મહારાજની સંયમયાત્રા વિકાસ પામતાં પામતાં પચાસમાં વર્ષમાં પ્રવેશે છે ત્યારે ગુરુકૃપા દ્વારા સા. શ્રી સુવર્ણરેખાશ્રીજી સમાં ત્રણ શિખ્યા અને અન્ય પ્રશિષ્યા સાથે ૧૦ આત્માઓએ તેમના ચરણે શરણું લીધું છે. છેલ્લાં ૪પ વર્ષથી શરીરસ્વાથ્ય બરાબર ન રહેતું હોવા છતાં ધાષ્ટ્રવાસમાં નવકારનો જાપ ચાલતા જ હોય છે. સમતાપૂર્વક અશાતાને વેઠી રહ્યાં છે. આજે દ૯ વર્ષની ઉંમરે જ્ઞાન અને સાધનામાં એક મિનિટનોય વિક્ષેપ પાડતાં નથી. આખા દિવસમાં એકાદ કલાક સ્તવન--સઝાય—ચૈત્યવંદનથી પરિવર્તન સાધી લેતાં હોય છે.
એવા એ જ્ઞાન-ધ્યાન-તપના સાધક દિવ્ય આત્માને આવા જ પ્રભાવનામય જીવન માટે વાચ્ય પ્રાપ્ત થાઓ અને આમ જ “પ્રસન્નવદના પૂજ્યશ્રી મુક્તિનો મહોત્સવ ઉજવે એવી અંતરની અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિ કોટિ વંદના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org