________________
શાસનનાં શમણીરત્ન
૩૯૩ કરતા નહીં. એવી જ સર્વગુણસંપન્ન સિદ્ધિ-સગુણ પામીને પૂજ્યશ્રી આજે લગભગ એકના સમુદાયનાં વડીલ તરીકે શોભી રહ્યાં છે ! એવી ગુસ્તા પામેલાં પૂજ્યશ્રીનો લધુતાને ગુણ પણ પૂરી પ્રશંસાપાત્ર છે. ગમે તેટલાં નાનાં પાસે નાનાં થઈને વર્તવાની સહજતા અને સરળતાથી તશ્રી સૌનાં હદયસિંહાસને બિરાજી રહ્યાં છે. સ્વાધ્યાય અને સંયમની ક્રિયાઓ વિધિપૂર્વક કરવા-કરાવવાની પ્રેરણા આપી રહ્યાં છે. વાત્સલ્યસભર વ્યક્તિમત્તાથી અનેક પુણ્યાત્માઓને પવિત્ર પંથે દોરી રહ્યાં છે. વાત્સલ્યસભર વ્યક્તિમત્તાથી અનેક પુણ્યાત્માઓને પવિત્ર પંથે દોરી રહ્યાં છે. એવાં એ અનુપમ અયામજીવ, માન સાધક શ્રમણરત્ન, તેજસ્વી-તપસ્વી-યશસ્વી શાસનપ્રભાવક સાધ્વી શ્રી ચંદ્રરેખાશ્રીજી મહારાજનાં ચરણકમળમાં કેટ કેટિ વંદનાઓ !
સંકલનı : સા. શ્રી ચિત્તપ્રસન્નાશ્રીજી મ. ડુંગરશી શીવજીભાઈ સત્રા (ભરૂડીયાવાળા) હાલ મુંબઈના સૌજન્યથી.
– * ---
સમતા અને સરળતાની મૂર્તિ અને ઉગ્ર તપસ્વિની
પૂ. સાધ્વીજી શ્રી તુલસીશ્રીજી મહારાજ જિનશાસનરૂપ ઉપવનમાં અનેક સંતરૂપી સુમને ખીલ્યાં અને પિતાની ચારિત્રરૂપી સુગધ ચોમેર પ્રસરાવી અમર બની ગયાં. એ ખુબ આજે પણ અનેક પુણ્યાત્માઓને પ્રસન્ન કરે છે. જિનશાસનના સંતા એટલે કર્મોને બોજ ઉતારવા, આત્માની બેજ કરવા, મુક્તિ મેજ માણવા. જ્ઞાનસાગરમાં તરવા સતત પ્રયત્નશીલ રહેતા તપસ્વીઓ! સાધુ-સાધ્વીઓના આ શ્રમણસમુદાયથી જિનાકાશ ઝળહળી રહ્યું છે. શ્રમણીરત્નોમાં બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, મૃગાવતી, આદિ પૂર્ણ તેજે ચમકતાં નક્ષત્ર સમાન છે.
આજે પણ વર્તમાનમાં પૂ. સાધ્વીજી મહારાજેએ પિતાનાં ભવ્ય અને ભાવુક જીવન દ્વારા અનેકાનેકના જીવન પાવન બનાવ્યાં છે. એમાંનાં એક છે પૂ. સાદવજી શ્રી તુલસીશ્રીજી મહારાજ. જેમના જીવન-સિતારમાંથી સમતા, સરળતા અને સહનશીલતાના સુરીલા સૂર રેલી રહ્યા છે. જેમની જીવન-સરિતાનાં નિખાલસતા, નિર્મળતા અને નિષ્પક્ષતારૂપી નીરથી અનેક પુણ્યાત્મા પાવન થઈ
ની વન-વાટિકામાં પ્રસન્નતા. અપ્રમત્તતા અને પ્રભાવક્તાનાં પરિમલ પ્રસરી રહ્યાં છે એવાં અસાધારણ ગુણધારક પૂ. વર્ધમાન-તપ-આરાધક તપસ્વીરત્ના શ્રી સુલસીશ્રીજી મહારાજનું જીવન અત્યંત પ્રેરણાદાયી છે.
રાજનગર-અમદાવાદ સમી ધર્મનગરીમાં પિતા ગોકળભાઈ અને માતા ધીરજબહેનના ઘરે વિ. સં. ૧૯૭૯ના આસો વદ ૬ને મંગલ દિને એક પુત્રીરત્નનો જન્મ થયો. માતાપિતાએ લાડકવાયું નામ આપ્યું હસુમતી’. માતાપિતાના ધાર્મિક સંસ્કારોને લીધે હસુમતીબહેનમાં નાનપણથી જ ધર્મભીરુતા, સરળતા અને સાદાનિ ગુણો વિકસતા ગયા. તેમની ધાર્મિક ક્રિયારુચિ જોઈને કુટુંબીજનો પણ આનંદ પામતા. વ્યાવહારિક શિક્ષણ બાદ પૂ. સુભદ્રાશ્રીજી મહારાજના પરિચયમાં આવતાં હસ મતીબહેનને વૈરાગ્યદીપ જલી ઊઠયા. સંસારથી મન વિમુખ થઈ ગયું. ત્રણ વર્ષ તાલીમ મેળવ્યા બાદ પુ. બાપજી મહારાજના સ્વહસ્તે પુ. સુભદ્રાશ્રીજી મહારાજનાં શિષ્ય તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org