SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણરત્નો | ૩૯૧ ગુજ્ઞાપાલનને પિતાના જીવનને પ્રાણ બનાવ્યું. પ્રાણના ભોગે, અંતરની લાગણીને અંતરમાં રાખીને, ગુર્વાસાને શિરસા બંધ કરી, શિખ્યાગણને આજ્ઞાપાલનના અનોખા પાઠ ભણાવ્યા. જિનાજ્ઞાપાલન પ્રત્યેની સજગતા, વડીલોના બહુમાન પ્રત્યેની સતર્કતા, આશ્રિતવર્ગમાં જીવનઘડતર માટેની આતુરતા, વિજાતીય પરિચય પ્રત્યેની કઠોરતા, કડક શિસ્તપાલન આદિ અનેક ગુણોને લીધે ૭૨ જેટલી બહેનને દીક્ષા-પ્રદાન કરી સાચા અર્થમાં વાત્સલ્યમયી “મા” બન્યાં. જે સમયે કચ્છ-વાગડમાં સંતાનું વિચરણ કવચિત જ જોવા મળતું; લોકો ભદ્રિક છતાં અજ્ઞાનતા-જડતા વિશેષ જોવા મળતાં, તેવા સમયે વાગડના ગામડે ગામડે વિચરણ કરીને પૂ. ગુરુણીજી તથા દાદી ગુણીજીની ઇરછાનુસાર અનેક આત્માઓના જીવનમાં સુસંસ્કારોનું સિંચન કરી, પાપમય જીવન ભુલાવીને, સન્માર્ગે વાળીને, સાચાં શ્રાવક-શ્રાવિકા બનાવ્યાં. સર્વ પ્રત્યે અપાર વાત્સલ્ય-સમાનભાવ, આકર્ષક વ્યક્તિત્વ અને પ્રકૃણ પુણ્યદયને કારણે માત્ર ૭ર શિષ્યાઓ પર જ નહીં, પરંતુ કચ્છની સમગ્ર જનતા પર તેઓશ્રીને પ્રભાવ આચાર્ય તુલ્ય પથરાયા હતા. દીર્ધદષ્ટિ, કાર્યની આગવી સૂઝ, નિઃસ્વાર્થભાવે સાચું માર્ગદર્શન આદિ ગુણોને કારણે, સ્વ-પર સમુદાયનાં શ્રમણીભગવંતા આજે પણ તેમની ખેટ યાદ કરે છે. સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યભાવ એ તેમના જીવનની અમૂલ્ય મૂડી હતી. જેમ વાલ્ય વગરની મા ન સંભવ, તેમ વાત્સલ્ય વિના ગુરુ પણ ન સંભવે. આશ્રિતા માટે વાત્સલ્યભાવ પ્રાણવાયુ સમાન હોય છે. તેમના આ વાત્સલ્યભાવના કારણે જ તેમનાં શિષ્યાઓએ. કારીની નાદુરસ્ત અવસ્થામાં વિહારમાં ડોળીને ઉપયોગ કરવાના અવસરે છેલ્લાં ૧૦ વર્ષ પ્રાણપ્યારાં ગુણીની ડોળી સ્વયં ઉપાડી જીવન કૃતાર્થ કર્યા હતાં ! ગિરિરાજ શ્રી શત્રુંજયની વાર કહ્યું યાત્રા કરાવીને લહાવો માણ્યા હતા. દ્રવ્ય અને ભાવ આરોગ્ય સંબંધી વિશિષ્ટ સૂઝને કારણે તેમના તમામ આશ્રિતાએ માસક્ષમણ, ૬૮ ઉપવાસ, ૪૫ ઉપવાસ, ૧૦૦ આળી આદિ મહાન તપનો આસ્વાદ માર્યો હતો. ન્યાય-વ્યાકરણાદિ તેમ જ કાવ્યના અધ્યયનમાં આશ્રિતને સંપૂર્ણ તૈયાર કર્યા હતા. જિનભક્તિ, જીવદયા, સાધર્મિક ભક્તિ આદિ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો નિઃસ્પૃહભાવે કર્યા હતાં. બાળપણથી જ નાજુક તબિયતને લીધે મુખ્યત્વે આયુર્વેદ ઔષધના હિમાયતી રહ્યાં હતાં. અંતિમ દિવસોમાં પણ કિડની ફેઇલ થઈ હાર્ટ-ટ્રબલ વધી અને ખૂબ અશક્તિ આવી ગઈ, છતાં ૩૬ દિવસની ગંભીર માંદગીમાં પણ, ભક્તવેગ મેથી સેવા-શુષા કરતાં ત્યારે પણ, “મારું જીવન બ્રણ ન કરો, આ દવાના પાપાચારથી મારી દૃગતિ થશે. ડાકટરોને બોલાવી નહીં, મારી અંતિમ ક્ષણ આવી રહી છે, મને મારા આત્માનું ધ્યાન કરવા ઘા, મને વિક્ષેપ ન કરા” વગેરે શબ્દો ઉચ્ચારતાં રહ્યાં. પરિસ્થિતિની ગંભીરતા સમજીને પૂ. ગુરુદેવના કાણુભારથી આંશિક રીતે મુક્ત થવા શિષ્યાવંદે ૧૦૨૫ અડ્ડમ, પ૦૦ થી અધિક ઉપવાસ, ૫૦૦૦ થી અધિક આયંબિલ. ૨૦૦૦ થી અધિક એકાસણાં, ૧૦૮ તીર્થયાત્રા, પ૧ નવપદજીની ઓળી. ૫૧ નીવિ. સવા કરોડથી અધિક સ્વાધ્યાય વગેરેનું પુણ્યદાન અર્પણ કર્યું. મહાન આધ્યાત્મિક બળને લીધે ઘણો સમય શરીરની યાતના વેઠી. ૭૯ વર્ષના આયુષ્યમાં ૪૭ વર્ષના સમૃદ્ધ દીક્ષા પર્યાય પાણી, સં. ૨૦૪૩ના માગશર વદ ૩ ને દિવસે અત્યંત રસમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy