________________
૩૯૦ ]
[ શાસનનાં શમણીરત્નો સમાજમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એવા આ સુરમ્ય માંડવી બંદરના સૌભાગ્યશાળી શ્રેષ્ઠિ દામજીભાઈ મૂળજીભાઈનાં ધર્મપત્ની સુવિકા કંકુબહેનની પવિત્ર કુક્ષિ વિ. સં. ૧૯૬૫ના ફાગણ સુદ પાંચમે એક પુત્રીરત્નનો જન્મ થયા. ચંદ્ર સમાન સૌમ્ય મુખાકૃતિને જોઈને માતા-પિતાએ પુત્રીનું નામ રાખ્યું ચાંદુ.
ડ કેઈને ચંદ્રની જેમ કહ-પ્રસન્નતા ઉત્પન્ન કરતી બાલિકા ચાંદુના ભાવિના ગર્ભમાં શું છુપાયું હશે. તેની કેને ખબર હતી? કે, આ બાલિકા ભવિષ્યમાં રાજભવ સમાં સુખને લાત મારીને સર્વ-સંગ-પરિત્યાગ કરશે! તેને ખબર હતી કે, આ બાલિકા ૭૨ જેટલા સાધ્વીજી ભગવની સાચા અર્થમાં વાત્સલ્યમયી ગુરુમાતા બનશે?
બાળપણથી સુસંસ્કારોનું સિંચન થયું હતું છતાં માતા-પિતાના નેહ-રાગને કારણે કેચીન નિવાસી (કે ચીનના રાજા ગણાતા) લાલન ગોરધનભાઈ ગોપાલજી સાથે સંસારપ્રવેશ થયો. પરંતુ. જાણે કે આત્મસાધના કરવા માટે અને અનેકને જગાડવા માટે સજાયેલી આ આભાને સંસારવાસ કમસત્તાને પણ નામંજૂર હશે, તેમ માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં સંસારચક તૂટી પડ્યું. આ આઘાતજનક પ્રસંગમાં પણ ચાંદુબહેને અપૂર્વ સ્વસ્થતાથી, કમની વિચિત્રતા અને સંસારભાવનાનું ચિંતન કરતાં પોતાનો જીવનરાહ બદલ્યો! છ-છ વર્ષ પર્યત ઘીને મૂળથી ત્યાગ કરી, સ્વાધ્યાય દ્વારા નેહીજની મેહદશા છોડી, પૂજ્યપાદ કનકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, વિ. સં. ૧૯૯૬ના અષાઢ સુદ ૭ના શુભ દિવસે અમદાવાદમાં પરમ વિદુષી સાધ્વીજી ચતુર શ્રીજી મહારાજનાં શિખ્યા ચંદ્રોદયાશ્રીજી બન્યાં. તેમના (સંસારી ફઈ) સાધ્વી શ્રી લાભશ્રીજીના સાંનિધ્યમાં સંયમજીવનની તાલીમ લેવા માંડી.
વિરાગભાવની પુષ્ટિ, સંયમજીવનની શુદ્ધિ, ગુરુપરતંગ્રભાવ, સરળતા, ભક્તિા , નિખાલસતા, વિનય, ભક્તિ, વડીલજનોની વૈયાવચ્ચ, પરાર્થભાવના, દાક્ષિણ્ય, હૃદયની ઉદારતા, નિઃસ્વાર્થ ભાવ ઉપકાર આદિ અનેક ગુણે જીવનમાં આત્મસાત કર્યા. તેથી જ સહુથી નાનાં હોવા છતાં અવધૂતયેગી પૂજ્યપાદ સૂરીશ્વરજી મહારાજનાં કૃપાપાત્ર બન્યાં. ગુરુદેવ ચતુર શ્રીજી મહારાજને પણ એમના પ્રત્યે વિશેષ નેહભાવ રહેતા. તેથી જ માત્ર ૪ વર્ષના ટૂંકા દીક્ષાપર્યાયમાં પણ પિતાનાં ગુણીજી સાથ્વીશ્રી રતનશ્રીજી મહારાજની સેવા માટે મૂકી દીધાં. અને પોતે પણ કોઈ પણ જાતના ખચકાટ વિના ગુસ્સાને પ્રસન્નતાથી સ્વીકાર કર્યો.
સંસારી બહેન અંતિમ સમયની આરાધના માટે મોટી બહેન ગુણીજીની નિશ્રામાં ખાસ આવેલ, ત્યારે પણ પૂ. આચાર્ય ભગવંતે તેમને અંજાર વિહાર કરવાની આજ્ઞા કરી કે તરત સાંજે જ વિહાર કરી ગયાં. તે જ રાત્રે બહેન પરલોક સિધાવ્યાં. વિ. સં. ૨૦૦૬ ના પૂ. આ. શ્રી કનકસૂરિજી મહારાજ તેમ જ બાપજી મહારાજની નિશ્રામાં ભણાવવા માટે પંડિતાની ગોઠવણ કરવામાં આવેલ ત્યારે પણ ગુરુણશ્રી રતનશ્રીજી મહારાજની કચ્છમાં આવવાની આજ્ઞા થતાં, વિલંબ કર્યા વગર એમનાં ચરણોમાં પહોંચી ગયાં.
ઉપધાનના પ્રસંગે પૂ. આચાર્યદેવે પ્રશ્ન કર્યો : “કેટલાં ઠાણાં રહેવાય? આધાકમીના દેશમાં પડવું છે? ” અને પૂજ્યશ્રીના આશયને સમજીને શ્વાસની તકલીફમાં પણ તેઓશ્રીએ વિહાર કર્યો. સંસારી ભાઈ વચ્છરાજભાઈએ પૂ. જ બૂવિજયજી મહારાજ પાસે સંયમ ગ્રહણ કરેલ, પરંતુ વ્યવહાર અને આદર્શ માટે જ જેમણે ભેખ લીધા છે તેમણે એકના એક ભાઈ પ્રત્યેની મમતા અંતરમાં જ ધરબી દીધી. બહાર અણસાર પણ આવવા દીધા નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org