SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ના [૩૮૭ લક્ષ્મીચંદભાઈએ સંસાર તે માંડ્યા હતા, પણ એમના મનનો સુકાવ તે સર્વવિરતિ તરફ જ હતા ! આથી લગભગ ઉપધાનતપ આદિ ક્રિયાઓના પ્રભાવે એમણે ભયુવાન વયે ચતુર્થ વ્રત અંગીકાર કર્યું હતું. આ વ્રતગ્રહણના સમયે એમનાં પત્ની રાજુલાબહેનની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. આ ભીષ્મપ્રતિજ્ઞાના પ્રભાવે મદ્રાસ સંઘે આયંબિલ બાતાનું ઉદ્દઘાટન આ દંપતીના વરદ હસ્તે કરાવ્યું. મદ્રાસ જેવા દૂરના પ્રદેશમાં તે સુવિવાહિત સાધુઓને વેગ ક્વચિત જ મળી શક્તો. લક્ષ્મીચંદભાઈને થયું કે, “સર્વવિરતિના પંથે આગળ વધવાનું પિતાનું સ્વપ્ન સાકાર કરવું હોય તે ગુજરાત જેવી સાધુ-સાધ્વીઓના સતત સમાગમવાળી ભૂમિમાં વસવું જોઈએ. ને એમણે પાલિતાણા જઈને વસવા અને પિતાના સંયમસ્વમને સાકાર બનાવવાની તાલીમ લેવાને નિર્ણય કર્યો. આ નિર્ણયની જાહેરાત થતાં જ મદ્રાસ શહેરમાં આઘાતનું વાતાવરણ ફેલાઈ ગયું. પણ લક્ષ્મીચંદભાઈ એક શુભ કાર્ય માટે વિદાય થતા હતા, એથી હસતે હૈયે વિદાય આપ્યા વિના છૂટકે ન હતો. મદ્રાસ સંઘના નાના–મેટા અનેકાનેક સભ્યની આંસુભીની વિદાય લઈને એ પાલિતાણા આવ્યા ને મહાજનવંડામાં આવેલ શાંતિભુવનમાં પિતાનું રડું ખેલીને રહેવા માંડ્યા. સાધુભક્તિ, સાધર્મિક ભક્તિ આદિને લાભ લેવાપૂર્વક પિતાની સંયમભાવના વધુ વિકસતી રહે એને સાવચેતી સાથે લક્ષ્મીચંદભાઈ જ્ઞાન–ધ્યાનમાં આગળ વધી રહ્યા હતા, ત્યાં જ એક દહાડો કચ્છ-વાગડ દેશદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ. સા. નાં પાલિતાણામાં પુણ્ય પગલાં થયાં. એમના પવિત્ર ચારિત્રની સુવાસે ત્રણે મુમુક્ષુઓના મનને આકષી લીધું. ત્રણેના જીવનનાવને જાણે સુકાનીને ભેટ થઈ ગયે. આ વર્ષ ૧૯૯૨ નું હતું. એટલે આનંદાબહેન લગભગ ૧૦ વર્ષની વયનાં થઈ ગયાં હતાં. બસ, સંયમજીવનની પૂર્વતાલીમ હવે લગભગ પૂર્ણ થઈ ગઈ હતી. લક્ષમીચંદભાઈએ એક વાર તીરુપુર જઈ આવીને છેલી વિદાય લઈ આવવાનો નિર્ણય કર્યો. આનંદાના પિતા માણેકલાલભાઈ પોતાની માટી પુત્રી રાજુલાને રોકી શકવા સમર્થ ન હતા, પણ આનંદા પર તે એમને હક્ક હતા. એમને લક્ષ્મીચંદભાઈને અને રાજુલાને તો દુભાતા દિલે અનુમતિ આપી પણ આનંદા માટે પ્રશ્ન થઈ પડયો. આનંદાને થયું કે, હવે ભીમ નિર્ણય નહિ લઉ તે બાજી બગડી જશે ! એણે અભિગ્રહ કર્યો કે, “જે મને બહેન-બનેવી સાથે ત્યાગમાર્ગે જવાની રજા નહિ આપે તો હું ચારે આહારનો ત્યાગ કરીશ.” અને એની મક્કમ ધર્મભાવનાનો વિજય થયો અને બહેન-બનેવી સાથે એ પણ પૂ. કનકસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ચાતુર્માસની આરાધના કરવા પહોંચી ગઈ. આચાર્યદેવ ત્યારે ગુજરાતના ચાણસ ગામમાં ચાતુર્માસ બિરાજમાન હતા. લક્ષ્મીચંદભાઈની ઇચ્છા તો બંને બહેનો (રાજુલા-આનંદા) સાથે જ દીક્ષા લે એવી હતી, પણ આનંદા માટે તેના પિતાજીની રજા ન હોય ત્યાં સુધી આવું પગલું ભરી શકાય એમ ન હતું. એથી ચાતુર્માસ પૂર્વે જેઠ વદ રના દિવસે ખૂબ જ ઠાઠમાઠથી રાજુલાબહેનની દીક્ષા થઈ અને પૂ. સાધ્વીજીશ્રી ચતુરશ્રીજી મ. નાં શિષ્યા તરીકે શ્રી નિર્મલા શ્રીજી નામે જાહેર થયાં. ચાતુર્માસ પૂર્ણ થાય, એ પૂર્વે તે માણેકલાલભાઈ ટૂંકી બીમારી ભેળવીને જીવનલીલા સંકેલી ગયા. આનંદાને એક વાતનું દુઃખ રહી ગયું કે, પોતાના પિતા સહર્ષ અનુમતિ આપવાનું પુણ્ય ન પામી શક્યા. ચાતુર્માસ બાદ કાતિક વદ પાંચમે (વિ. સં. ૧૯૩ના) ધીણેજ પાસેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy