SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્નો ] [ ૩૮૫ હતું નહિ. પ્રમાદ એટલે પતન. અપ્રમત્તભાવે આરાધના એટલે મુક્તિ. પરિણામે, જેનારને પૂજ્યશ્રીના વ્યક્તિત્વને પ્રભાવ કંઈક જુદા જ લાગતા. પ્રસન્ન મુખમુદ્રા, નેહભર્યા નયને, વાત્સલ્યભર્યા વચનો અને સમગ્ર વ્યવહારમાં વરતાતી સમતાની સ્વસ્થતાને લીધે પૂજ્યશ્રીનાં ચરણકમલ સેવવાની ઈરછા થઈ આવતી. પૂજ્યશ્રી પ્રસિદ્ધિથી પર રહેતાં. આભમાં વૈરાગ્યદીપ અહોનિશ જલતા રહેતા તેથી કઈ લાલસાને અંધાર તેમની આસપાસ ફરકી શકતા નહીં. અને એને પ્રભાવ અન્ય શિખ્યા સાધ્વીજીએમાં પણ પડત. પરિણામે પૂજ્યશ્રીનું મંડલ એક જુદી છાપ ધારણ કરતું. સિહોરમાં પ્રવ્રયાની પહેલ પૂજ્યશ્રીથી થઈ. તે પછી આ જીવનવિયની વેલમાં બેસવા અનેક પુણ્યાત્માઓ તત્પર બન્યા, જેમાં તેઓશ્રીને સંસારી પિતા (સ્વ. પૂ. જયંતમુનિવિજયજી મહારાજ), સંસારી ભગિની (પૂ. મદનરેખાશ્રીજી મહારાજ), સંસારી ભાભી (પૂ. સુદશનાશ્રીજી મહારાજ), સંસારી ભાણેજ (પૂ. રત્નાશ્રીજી મહારાજ ) મુખ્યત્વે છે. પિતાના આશ્રિતોને સતત અપ્રમત્તપણે સાધના-આરાધના માટે સજજ રાખવા એ પૂજ્યશ્રીનો મુખ્ય ગુણ હતા. દરેકને પોતે જ પાડ દેવા-લેવાની કાળજી રાખતાં. સુશ્રાવ્ય વાણીથી સ્વાધ્યાય કરાવતાં. જેમ ઉપવનનાં પુષ્પની સુવાસ ફેલાઈ જવા માટે કઈ પ્રયત્ન કરવો પડતો નથી, તેમ પૂજ્યશ્રીનાં ચાતુર્માસ જ્યાં જ્યાં થયાં ત્યાં ત્યાં સંયમની સુવાસ ચોમેર પ્રસરતાં સહેજે વાર લાગી નહીં. હૃદયરોગ થતાં સં. ૨૦૪૫ નું ચાતુર્માસ પૂજ્યપાદ આ. ભ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સિદ્ધગિરિની શીતળ છાયામાં કર્યું, ત્યાં સુધી અનેક સ્થાનમાં વિહાર કરી શાસનની પ્રભાવનામાં ઉદ્યત રહ્યાં. વિ. સં. ૨૦૪ ના પિષ વદ ૧૩ ને બુધવારે સવારે ઊઠતાંની સાથે સ્વાધ્યાય-યાત્રાચિંતનમાં લાગી ગયાં. મુખ પર પ્રસન્નતા સિવાય કઈ ભાવ ન હતો. ત્યારે કેઈને ખબર ન હતી કે મધ્યાહ્ન થતાં તો આ કાંતિ એકાએક ઓચિંતે કારમો આઘાત આપીને વિલીન થઈ જશે! આનંદ આકંદમાં ફેરવાઈ જશે ! હાહ્ય રુદનમાં પલટાઈ જશે ! જીવન અભ્યાસકાળ છે, મૃત્યુ પરીક્ષાકાળ છે, સમાધિ પ્રમાણપત્ર છે અને ભવાંતર એ નવજીવનમાં પ્રવેશ છેએવી દિવ્ય દૃષ્ટિનું દાન કરી, પૂજ્યશ્રી પ્રસન્ન ચિત્તે, સ્વસ્થ મુદ્રાએ, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. પૂજ્યશ્રી સમાધિમય જીવન જીવી ગયાં, તેમ તેમનું નિધન પણ સમાધિમય જ હતું. જેમ સુવાસ ફેલાવીને કસ્તૂરી ઊડી જાય, જેમ સુગંધ ફેલાવીને ફૂલ ખરી પડે, તેમ પૂજ્યશ્રીએ જીવનલીલા સંકેલી લીધી! રાજહંસ જેમ એક સરોવરને સૂનું મૂકીને અન્ય-પરલેક રૂપી સરોવરને શેભાવવા ચાલ્યાં ગયાં! એમના જવાથી શિષ્યામંડળ સૂનું પડ્યું, તેમાં શૂન્યાવકાશ સજા! અનંત યાત્રાએ પધારનારા ગુરુદેવ! અમને મળી હતી આપની મીઠી છાયા, આજે અદીઠ બની એ કાયા. આજે એમની નથી અસ્તિ, મનડું મેળવે ક્યાંથી મસ્તી. કૃતિ જેમની કલ્યાણકારી, આકૃતિ જેમની આફ્લાદકારી. પ્રકૃતિ જેમની પ્રેમક્યારી, આજ્ઞા હતી જેમની પ્રાણપ્યારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy