SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્ન ] || ૩૭૭ મહિમાશ્રીજી, સા. રક્ષિતશ્રીજી, સા. સુનંદાશ્રીજી, સા. ભુવનશ્રીજી, સા. ચંદ્રયશાશ્રીજી, સા. કલ્યાણશ્રીજી, સા. ધુરંધરાશ્રીજી, સા. કમલપ્રભાશ્રીજી અને સા. હેમપ્રભાશ્રીજી, અને ૪૮ પ્રશિષ્યા મળી પ૭ ને શ્રમણી વૃંદ પરિવાર છે. પૂજ્યશ્રી સારણા-વારણ આદિ દ્વારા આશ્રિતવર્ગને સંયમમાં રિથર કરવા અને આરાધનામાં વેગ વધારવા સમજાવતાં કે, બીજાના દોષ અને ખામીને ખાળવા, ગુણ અને ખૂબીને ગ્રહણ કરવા વગેરે. તેઓ વાત્સલ્યભર્યા હૈયે હિતશિક્ષા, ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા શિષ્યાઓને માતૃહૃદયનું દર્શન કરાવી રહ્યાં છે. આમ, આપે જન્મીને માતા-પિતાને ધન્ય બનાવ્યાં, ઉપાસના વડે યૌવનને ધન્ય બનાવ્યું, સંયમની સાધના વડે જીવન ધન્ય બનાવ્યું. વ્યાધિ અને વેદનાને હસતાં-હસતાં સહીને વૃદ્ધાવસ્થાને ધન્ય બનાવી. સંયમપ્રદાન દ્વારા શિષ્યોને ધન્ય બનાવ્યા. ખરેખર આપશ્રી ધન્યાતિધન્ય છે ! મળ–વમળભર્યા જળમાં કમળની જેમ નિર્મળ જેન શ્રમણ-શ્રમણીઓ તા આ યુગમાં મુક્તિયાત્રાના ધ્રુવતારક બની શકે તેમ છે. મુક્તિના મંગળ દ્વારના ઉદ્દઘાટન માટે ચાવીની ગરજ સારતું અને મુક્તિયાત્રાના યાત્રિકને ધ્રુવતારક તરીકે માર્ગ ચીંધતું આવું પવિત્ર ચારિત્ર આપણા અનંતશઃ વંદનને છે. ચંદનની જેમ સુવાસને વેરતા આવા સંયમીને વંદન કરતાં આપણે મને મન મસ્તક નમાવીએ અને ભાવના ભાવીએ કે, “ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ.” આપશ્રીના ગુણપરિમલની ફેરમ અમારા આત્માને મેક્ષગામી બનાવવામાં પરમ સહાયક બને, એ જ એકની એક સદા માટેની અંતરની અભ્યર્થના. –પાદપારણુ ધુરંધરા શ્રીજી મ. સા.ના સદુપદેશથી [ સૌજન્ય : પૂજ્યશ્રીના ભક્તજનો તરફથી ] કમળ જેવાં નિર્લેપ અને નિર્મળ પૂ. સાધ્વીજી શ્રી કુમુદ શ્રીજી મહારાજ જ્યારે ચુસ્તપણે સંયમ પાળવું દુર્લભ પ્રાયઃ બન્યું છે તેવા આ કાળમાં પણ પૂર્વના મહાપુરુષોની ઝાંખી કરાવે તેવું સંયમજીવન જીવી જનારા મહાત્માઓમાં શ્રમણીસંઘમાં એક નામ છે....સાધ્વીજી શ્રી કુમુદશ્રીજી મહારાજ અમદાવાદમાં વિ. સં. ૧૯૬૪ને મહા વદ ૯ ના દિવસે જેમને જન્મ થયે, કિમે કરીને સંસારચક્રના ચકરાવામાં પડવા છતાં કઈ પળ એવી આવી ગઈ કે જે તેમના જીવનમાં ધર્મ સાથે સંયમધમનો રંગ લાવી ગઈ અને પરમ પૂજ્ય કચ્છ વાગડ દેશદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજના હસ્તે વિ. સં. ૧૯૮૪ ના કા. વદ ૧૨ ના દિવસે સંયમપ્રાપ્તિ કરી. ઉપકારી પૂજ્ય આચાર્ય ભગવંતની સંયમ પ્રત્યેની ચીવટ તથા ગુણ પૂ. નંદન શ્રીજી મ.ના સંયમરાગના કારણે સંયમનાં દરેક સ્થાને અત્યંત કાળજીપૂર્વક પાલન કરવા કટિબદ્ધ બન્યાં. કેમે કરીને અનેક ગુણના સાધક બન્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy